“ખોળું છું !”

“ખોળું છું !”

હું ખુદ માનવી થઈને,

                         માનવતાને ખોળું છું !

વસે છે મુજ મહી પ્રભુને,

                        ભક્તિમાં ખોળું છું !

ખુદ છું પ્રીતીની પેદાશને,

                 પ્રેમભાવને ખોળું છું !

ઈશ્વરનું સુંદરત્તમ સર્જન છું ને, 

                        સુંદરતાને  ખોળું છું! 

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

12 Responses to “ખોળું છું !”

  1. hemapatel says:

    તદન સાચી વાત છે , ઈશ્વર આપણા દિલમાં બિરાજમાન છે અને આપણે બહાર શોધીએ છે .
    જે આપણી ભીતર છે તેનાથી આપણે અજ્ઞાત છે .
    ભાવ ભરી સુન્દર રચના .

    Like

    • ખોળવાનું ચાલું રાખીએતો કદાચ એ પ્રભુપ્રેમની પ્રતિતિ થઈ જાય, જીવનનો આજ તો મર્મ છે. ખૂબજ સરસ પંક્તિઓ.

      Like

  2. ખુદ છું પ્રીતીની પેદાશને,
    પ્રેમભાવને ખોળું છું !
    ઈશ્વરનું સુંદરત્તમ સર્જન છું ને,
    સુંદરતાને ખોળું છું! સરસ રચના

    Like

  3. ભરત ચૌહાણ says:

    સરસ રચના

    Like

  4. narendra says:

    ખુબજ સુંદર રચના “.સ્વ ” વિષે ના ખ્યાલની સમજ આપવા માટે આનાથી વધારે સારી રચના શું હોઈ શકે .દરેક ચિંતકે કહ્યું જ છે કે પહેલા “સ્વ” ને ઓળખો .આપણે આપણી પોતાની જાત સિવાય દુનિયાની બધીજ માહિતી ધરાવીએ છીએ .
    નરેન્દ્ર

    Like

  5. juzar vora says:

    હું ખુદ માનવી થઈને,
    માનવતાને ખોળું છું !
    good one…

    Like

  6. chandravadan says:

    “ખોળું છું !”
    ……………………
    પારૂ કૃષ્ણકાંત “પિયુની”
    Read the Post.
    Liked the Post.
    And….
    મળી ગઈ “માનવતા” પારૂને,

    મળી ગયા “પ્રભુજી” પારૂને,

    મળી ગઈ “પ્રીતી”પારૂને,

    અને અંતે…..

    પારૂ ભળી ગઈ સર્જનહારમાં !

    ચંદ્ર નિહાળી છે ખુબ ખુશીમાં !

    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all to Chandrapukar !

    Like

  7. kshitij says:

    ખોવાયેલા ને ખોળવાનું હોય!

    ભીતર હોય એને તો ઓળખવાનું હોય!

    Like

  8. પ્રભુને ખોળવા માટે જન્મારા વિતાવા પડે છે, કોઈ જન્મે જરૂર મળે છે; પરંતુ તે માટે સતત તેના મહી જીવનને વિતાવવું જોઈએ… પ્રયાસ કોઈ સમયે જરૂર સફળ થાય છે…પ્રભુને બહાર ના ખોળતા ભીતર મહી ખોલવા જરૂરી છે…

    સુંદર રચના !

    ધન્યવાદ !

    Like

  9. P K Davda says:

    “ઈશ્વરનું સુંદરત્તમ સર્જન છું ને, સુંદરતાને ખોળું છું!”
    વાત તો સાચી છે ઃ)

    Like

  10. હુંય કશુંક ખોળું છું…..

    પ્રતિભાવ લખવા માટે…. અહીં પ્રતિભાવ લખવો મારે માટે શક્ય નથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s