ઓ પિયુ પરદેશી …..

“ઓ પિયુ પરદેશી”   

ઓ પિયુ પરદેશી રે,

તારી યાદી વિતાડે મુજને ….

કેમ કરી વીતશે દિન રેનરે?

ઓ પિયુ પરદેશી રે,

તારી યાદી વિતાડે મુજને!

માન્યું હતું મેં તો કંઈ એવું,

આજે ફરી મોકો છે મુજને,

યાદીમાં તારી, ગઝલ કોઈ લખવાનો!

ચૂમી ભરીને કંઈ પુષ્પગુચ્છ ભેજવાનો!

હતી ક્યાં ખબર મુજને,

આતો સમો હશે ઝેર પારખવાનો!

હતી ક્યાં ખબર મુજને,

આપણી જુદાઈનું તો, વિષ હલાહલ હશે!

માન્યું હતું મેં તો કંઈ એવું,

જુદાઈની ઘડીઓય જીવી લઈશું,

યાદોની ઝડીઓમાં, થોડા ભીંજાઈ લઈશું!

બે ઘડી હસી લઈશું, બે ઘડી રડી લઈશું!

હતી ક્યાં ખબર મુજને,

કે ગમ જુદાઈનો  અસહ્ય થાશે ,

ખુલી આંખેથી સ્વપ્નોમાં સરતા જઈશું!

ને યાદોની આંધીમાં ઉડી જઈશું!

માન્યું હતું મેં તો કંઈ એવું,

દિવસો જુદાઈના પ્રતીક્ષામાં વિતાવી દઈશું,

હુંતો પિયુની કહેતા કહેતા, પમરી જઈશું !

ઓ પિયુ પરદેશી રે,

તારી યાદી સતાવે આજે …….!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”


Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to ઓ પિયુ પરદેશી …..

  1. Dr P A Mevada કહે છે:

    “ખુલી આંખેથી સ્વપ્નોમાં સરતા જઈશું!
    ને યાદોની આંધીમાં ઉડી જઈશું!”
    વાહ! સરસ કહેવાયુ છે. સુંદર રીતે વિરહિણીની વ્યથાનું નિરુપણ થયું છે. સાથે મૂકેલ ફોટો પણ ભાવને અનુરુપ છે.

    Like

  2. Ramesh Patel કહે છે:

    સુંદર વિરહિણીની વ્યથાનું નિરુપણ .
    Enjoyed experienced the touch of feelings
    Ramesh Patel(Aakashdeep)

    Like

  3. શ્રી પારુબહેન

    વિરહિણીની વ્યથાને કાવ્ય રસમાં ખુબ આબાદ રીતે ઢાળી છે

    Like

  4. પારૂબેન,

    વિરહની વ્યથાનું ખૂબજ સુંદર અને અસરકારક વર્ણન રચનામાં માણવા મળ્યું… ભાવ સાથે તાદશ્ય થાય…છે.

    Like

  5. himanshupatel555 કહે છે:

    તમારું આ પ્રેમાસક્તિથી ભરપુર કાવ્ય મુકેશનું મને તારીયાદ સતાવે ગીત અને એક ગઝલ દિવસો જુદાઈના જાય છેની યાદ અપાવી ગયું.

    Like

  6. hemapatel કહે છે:

    વિરહમાં પણ ભરપૂર પ્રેમની પ્રતિતિ કરાવતુ સુન્દર કાવ્ય .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s