અરે વાહ આતો બહુ સરસ વાત …! આને કહેવાય the real positive view point !

હરખ હવે તું હિંદુસ્તાન

બ્લોગમા પોતાની રચના મુકનારા મોટાભાગના લોકો પાતાની રચનાના લોકોને ગમી કે નહિ તે જાણવા લોકોના પ્રતિભાવની વાટ જોતા હોય છે. અનુક્રમણીકામા ઘણા મોટાભાગની કૄતિઓની નીચે
Comments 0 Like 0
જોવા મળે છે. લખનારા નિરાશ થાય છે. મેં આ બાબતમા ઊંડો વિચાર કર્યો ત્યારે મને સમજ પડી કે આવું કેમ થાય છે. હકિકત એવી છે કે આપણે ગુજરાતીઓ સારી વસ્તુઓના આદિ છીએ. સારી વસ્તુ મળવી એ આપણા માટે સહેજ છે. આપણો એ હક્ક છે. એટલે સારી વસ્તુ મળે ત્યારે આપણે કાંઈ બોલતા નથી. જ્યારે પણ કોઈ હલકી વસ્તુ મળે ત્યારે જ આપણે અવાજ ઊઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, ટીકા કરીએ છીએ.

ઉદાહરણ તરીકે ગુજરાતીઓ સિનેમા જોઈને થિયેટરમાંથી બહાર નીકળે ત્યારે જો પિક્ચર ગમ્યું હોય તો હસીખુસીથી ચુપચાપ ઘરે જતા રહે છે. જો પિક્ચર ન ગમ્યું હોય તો બહાર નીકળીને બડબડે છે, તદ્દન બેકાર હતું, પૈસા પડી ગયા. એટલે કે કંઈ ન બોલે તો સારૂં હતું.

હવે Silent Majority શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. સારી વસ્તુ માટે ગુજરાતીઓ Silent Majority માં આવે છે. એટલે પચીસ હજાર મેમ્બરોમાંથી જો કોઈ પણ ન લખે કે આ બ્લોગ-પોસ્ટ બેકાર છે, મને તો જરા ય ન ગમી, તો સમજવું કે તમારી કૃતિ બધાને ગમી છે. જેણે પણ તમારી કવિતા કે તમારો લેખ વાંચ્યો એ એનાથી ખૂશ છે. એ રચનાની વિરૂધ્ધમા એમને કંઈપણ કહેવું નથી.

બસ થઈ ગયું ને સમાધાન? એક સાથે પચીસ હજાર પ્રતિભાવ મળી ગયા કે અમને તમારી રચના ગમી છે. બસ લેખકોને અને કવિઓને મારે આ જ્ઞાન કરાવવાની જ જરૂર હતી. તો હવેઃ

કવિ-લેખકોને થઈ ગયું જ્ઞાન,
હરખ હવે તું હિંદુસ્તાન.

-પી. કે. દાવડા

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

5 Responses to અરે વાહ આતો બહુ સરસ વાત …! આને કહેવાય the real positive view point !

 1. Dilip Gajjar કહે છે:

  આપે ખૂબ સરસ વાત કરી ..કદર અને કૃતજ્ઞતા આ ગુણો છે પણ બધામાં હોય એ જરૂરી નથી ..આ એક સહજ માનવ મનની માંગ છે ..પણ એ દૃષ્ટિ કેળવવી પણ જરૂરી જે ..આપે સાયલંત મેજોરીટી જેવા સુંદર શબ્દ થી સ્પષ્ટ કર્યું..આપનો આભારી છું ..

  Like

 2. મારા જેવા આળસુને આ વાત બહુ ગમી ! 🙂

  Like

 3. Dr P A Mevada કહે છે:

  પ્રતિભાવ મળે તો આનંદની વાત છે, કદાછ કોઈક અર્થપુર્ણ અને મૌલિક અભિપ્રાય આપણા લખાણને સમારવામાં મદદરુપ થાય. પણ એની ઈચ્છા રાખવી અને ન મળેતો નિરાશ થવું પરિપકવતાની નિશાની નથી. હું તો માનું છુ કે વાંચીએ તો અભિપ્રાય જરુરથી આપવો, પ્રોત્સાહન આપવું એ સારા માણસની નિશાની છે.

  Like

 4. Atul Jani (Agantuk) કહે છે:

  સાવ એવું નથી હો – મારા જેવા ને તો ફીલ્મ ગમે તો તેનીયે વાતો કરીને બીજા બે જણાને જોવાનું કહે 🙂

  જુઓને આ લેખ મને ગમ્યો, તો મેં પ્રતિભાવ આપ્યો કે નહીં?

  Like

 5. Ramesh Patel કહે છે:

  ઘણા ઉત્તમ લેખ પ્રતિભાવ વગર જોઈ આપણને ક્ષોભ થવો જોઈએ પણ આપની વાતથી થોડી ક
  હળવાશ લાગી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s