એક અતિ સુંદર બોધ કાવ્ય

આદરણીય વડીલ શ્રી દાવડા કાકાનું એક અતિ સુંદર બોધ કાવ્ય થોડા સુધારા વધારા સાથે .

તારૂં મારૂં કરી કરી,
પાપના ઘડા ભરી ભરી,
ક્યારેક તું જાવાનો મરી,
ગુમાવના તું માનખો ફરી !

કુડી છે તારી આ કાયા,
તેંમા તેં લગાડી માયા,
ધરમ કરમ પૂરા વિસરાયા,
કાહે તું જીવતર બગાડે જાયા ?

જરૂર પૂરતું રાખી લઈને,
બાકીનું પરમાર્થે દઈને,
ઈશ્વરમા ચિત ચોડી દઈને,
સુધારી લે તું માનખો જરી !

**************************

દાવડાકાકાનું  ઓરીજીનલ કાવ્ય પણ માણો 

તારૂં મારૂં કરી કરી..

તારૂં મારૂં કરી કરી,
પાપ ઘડા ભરી ભરી,
ક્યારેક તું જાવાનો મરી,
માનખો ગુમાવે છે.

કુડી છે તારી આ કાયા,
તેંમા તેં લગાડી માયા,
ધરમ કરમ પૂરા વિસરાયા,
જીવતર બગાડે છે.

જરૂર પૂરતું રાખી લઈને,
બાકીનું પરમાર્થે દઈને,
ઈશ્વરમા ચિત ચોડી દઈને,
માનખો સુધારી લે.

-પી. કે. દાવડા

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Uncategorized and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to એક અતિ સુંદર બોધ કાવ્ય

 1. Shital Baxi , Vadodara કહે છે:

  ખુબજ સુન્દેર છે…..

  Like

 2. La Kant Thakkar કહે છે:

  જીવનના અનુભવો, બાહ્ય દમ્ભ-દેખાડા … એક ડહાપણ ભર્રી ‘સમજણ આપી જતા હોય છે !
  ત્યારે આવા શબ્દો એક જીવન-શીખ…સલાહ…સૂચનરુપે સહજ આવતા હોય છે …. કેટલે અંશે કાર્યાંવિત થાય છે/ અમલીકરણ પામે છે ? એ વ્યક્તિગત અંગત બાબત ! એમ થયા પછી, સહજ તસલ્લી-પ્રતીતિ-શાંત-ભાવનો વાસ ભીતર અનુભવી શકાતો હોય છે ….

  સ્વગત,… !
  =========
  ઈર્ષ્યાથી કદી ના બળવું હો, કાન્તભાઈ!
  અહંથી સાવ અળગા રે’વું હો, કાન્તભાઈ!
  તારું-મારું ની મમત છોડો હો, કાન્તભાઈ!
  બધું અહીં એમજ મેલી જાવું હો, કાન્તભાઈ!
  મફતનું કોઈનું કંઈ ન લેવું હો, કાન્તભાઈ!
  ‘કાળું ઈ કાળું’ સહી સમજવું હો, કાન્તભાઈ!
  ‘જાવા દ્યોને ભાઈ’-ઈ કેળવવું હો,કાન્તભાઈ!
  ‘કરશે ઈ ભોગવશે’-એ જાણવું હો,કાન્તભાઈ!
  ‘હું કહું એ સાચું’ સાવ ભ્રમ છે હો, કાન્તભાઈ!
  ‘હરિ કરે ઈ હાચું’-એજ જાણવું હો,કાન્તભાઈ!
  ને,અંતરમાં શોધ આદરવી હો,કાન્તભાઈ !
  પંડયમાં પૂરું એમ પીગળવું હો,કાન્તભાઈ !
  ઈશ્વરની ખોજ ખરી જાણવી હો,કાન્તભાઈ !
  આખરી મંઝિલ ઓળખવી હો,કાન્તભાઈ!!
  સત્સંગના સરવરમાંજ તરવું હો,કાન્તભાઈ!
  પ્રભુભક્તિનારસમાં બૌ ડૂબવું હો,કાન્તભાઈ!
  મુક્તિની મોજ ખરી માણવી હો, કાન્તભાઈ !
  થાય એ,એમજ જોયા કરવું હો, કાન્તભાઈ!

  -લા’કાંત / ૭.૭.૧૪

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s