“વ્હાલપની વાત”

“વ્હાલપની વાત”

કાળઝાળ ગરમી  …. ઉનાળાની બળબળતી બપોર આશરે અઢી વાગ્યાનો સમય . હમણાંજ બસ આવવી જોઈએ હવે તો બે વર્ષ થયા મારી મોટી દીકરી ઋજુતાને બરોડા ડેન્ટલનું ભણવા ગયાને, નહિ તો બંને ભાઈબેન સાથેજ જાય અને સાથેજ આવે. … હવે હેતવ એકલો જાય છે.  હેતવ …મારો ૧૩ વર્ષનો દીકરો, હમણાં આવવોજ જોઈએ.     …  હમણાંજ એક ધક્કાથી બારણું ખુલશે , “માં ….માં ક્યાં ગયી ?”  હાથ સીધો પંખાનાં રેગ્યુલેટર પર એને ફુલ કરી અને બેગને ધબ્બ દઈને ટેબલ ઉપર નાખશે , શુઝ અને સોક્સ એક બાજુ , પછી સીધો અંદર એની રૂમમાં અને હાથમાં એસીનું રિમોટ લેતાજ  પલંગ પર પડશે ..અને પછી વાતો શરુ … આજે સ્કુલમાં આમ થયું અને તેમ કર્યું , અને પેલા સરે  આમ કહ્યું અને અમે આવું કર્યું અને આવી મજા આવી અને તેવી …. આ  તેનો રોજનો આવ્યા પછીની ૧૦ થી ૧૫ મિનીટનો ક્રમ. પછી હાથ પગ ધોવાના અને સ્કુલ યુનિફોર્મ બદલાવવાનો .
આજે બારણું જરા હળવા ધક્કે ખુલ્યું … “માં ….માં ક્યાં ગયી ?” વાળો અવાજ મ્યુટ થઇ ગયો હતો . બહારનાં રૂમનો પંખો પણ ફુલ ના થયો ! શુઝ અને સોક્સ કાઢી , સીધો અંદર એની રૂમમાં  જઈ અને  સ્કૂલબેગ તેના સ્ટડી ટેબલ ઉપર મૂકી !!!!!!!!   આજે જરા ડાહ્યો અને સાઈલંટ મોડ જોઈને જરા નવાઈ લાગી અને જરૂર કઈ વાત બની છે એવું લાગ્યું . થોડી વાર તો શાંતિથી હું પણ બેસી રહી …પછી હળવેથી વાત શરુ કરવાને ઈરાદે પૂછ્યું …  “બહુ તાપ લાગ્યો નહિ? ” ….  “આજે તો આખી સ્કુલ બસ ફુલ હતી ” ….  “બધાય સ્ટુડનટ્સ આવી ગયા લાગે છે .”  
“હમમ આજથી તો ફર્સ્ટ , સેકંડ ,અને થર્ડ  ફોર્થ સ્ટાનડર્ડ વાળાને પણ ચાલુ થઇ ગયું .”
“અહિ આગળના સર્કલ પાસેથી કોઈ બે જણાં નવા આવે છે .  મારી બાજુની સીટ માજ બેસે છે. ભાઈ-બેન છે … ભાઈ નાનો છે, ફર્સ્ટમાં ને બેન ફોર્થમાં છે,  તો છે ને માં…,  આજે  વળતી વખતે રસ્તામાં પેલો એનો ભાઈ છે ને એ સુઈ ગયો હતો , તો ઘર આવવાનો ટાઈમ થયો ને તો એની બેન એને ઉઠાડતી હતી …પણ એ ઉઠતોજ નોતો ! તો પછી છેને એની બેન એને ગલીપચી કરવા માંડી,  તો પેલો હસી પડ્યો ! … તો પેલી ક્હે  “હું તારીજ બેન છું સમજ્યોને !”  ……………………………………………………………………………………….

“તો માં ….. મને એ જોઈને મારી ઋજુતા બહુ યાદ આવી ગઈ !”    

પારૂ કૃષ્ણકાંત “પિયુની”    

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મીઠા સંભારણા” and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to “વ્હાલપની વાત”

 1. venunad says:

  આવા સ્મરણોથી જ તો માણસ જીવી જાય છે.

  Like

 2. Jatin says:

  Very touchy!!!

  Like

 3. Ramesh Patel says:

  Some special moments of life are touching our deep emotions. Good story..liked it.

  ramesh Patel(Aakashdeep)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s