સમજ્યા કે નહિં?

સમજ્યા કે નહિં?

(૧)
એક કાગડો એક ખૂબ ઊંચા ઝાડની છેક ઉપરની ડાળીએ બેઠો બેઠો આરામ કરતો હતો. એટલામા એ ઝાડની નીચે એક સસલો આવ્યો. કાગડાને કંઈપણ કામકાજ કર્યા વગર આરામ કરતો જોઈ એણે કાગડાને પૂછ્યું, “હું પણ તમારી જેમ કંઈપણ કર્યા વગર આરામ કરી શકું?” કાગડાએ જવાબ આપ્યો, “કેમ નહિં?”
સસલાએ તો ખૂશ થઈ એ ઝાડની નીચે આરામથી લંબાવ્યું. થોડીવારમા તો એને ઊંઘ આવી ગઈ. એટલામા ત્યાં એક શિયાળ આવી ચડ્યું, સસલાને મારી ને ખાઈ ગયું.

હવે તમે કંઈ સમજ્યા કે નહિં?
કંઈપણ કામ કર્યા વગર આરામ કરવો હોય તો તમારૂં કંપનીમાં ખૂબ ઉપરના પદ પર હોવું જરૂરી છે!!

(૨)

એક આખલો અને એક કુકડો વાતો કરતા હતા. કુકડાએ કહ્યું, “મને પણ બીજા પક્ષીઓની જેમ ઉડીને આ ઝાડની ટોચપર બેસવાનું મન થાય છે, પણ મારી પાંખોમાં એટલું જોર નથી કે હું એટલે ઉંચે સુધી ઉડી શકું.”
આખલાએ કહ્યું, “મારા છાણમાં બહુ પ્રોટીન હોય છે, જો તું એ નિયમિત ખાય તો તારી પાંખોમાં જોર આવશે અને તું ઉપર સુધી ઉડી શકીશ.”
કુકડાએ છાણ ખાવાનું શરૂ કર્યું. પહેલે દિવસે જ એ છેક નીચલી ડાળી સુધી પહોંચી શક્યો. બીજા દિવસે એનાથી ઉપરની ડાળીએ જઈ બેઠો. થોડા દિવસમાં જ ઝાડની સૌથી ઉપરની ડાળીએ પહોંચી ગયો.

એટલામા એક બંદૂકધારી શિકારી ત્યાંથી પસાર થતો હતો. ઝાડ ઉપર બેઠેલો કુકડો એને સ્પષ્ટ દેખાતો હતો. એણે ગોલી ચલાવીને એને મારી નાખ્યો.

હવે તો તમે સમજી ગયા હશો!!
“Bulsheet થી તમે કોઈ કંપનીમાં ઊંચા ચડી શકો, પણ લાંબા સમય સુધી લાયકાત વગર એ પદ ઉપર ટકી ન શકો !!!”

(૩)

ભર શિયાળામા એક નાનું પંખી ઉડતાં ઉડતાં ઠંડીથી થીજી જઈ એક ખેતરમાં પડ્યું. એટલામાં ત્યાંથી એક ગાય પસાર થતી હતી. એના છાણનું એક પોદડું એ પક્ષી ઉપર પડ્યું અને એ હુંફાળા છાણમાં ઢંકાઈ ગયું. થોડીવારમાં જ એના શરીરમાં હુંફ આવી ગઈ અને એ ખુશ થઈને ગાવા લાગ્યું. ત્યાંથી એક બિલાડી પસાર થતી હતી. ધ્યાન પૂર્વક સાંભળવાથી એ સમજી ગઈ કે અવાજ છાણના પોદડામાંથી આવે છે. એ પંજાથી છાણ ખસેડીને પક્ષીને પકડીને ખાઈ ગઈ.

આમા તમે કેટલી વાતો સમજ્યા? આમા સમજવા જેવી ત્રણ વાતો છે.
(૧) કોઈ આપણા ઉપર કાદવ ઉડાડે તો હંમેશાં આપણો શત્રુ નથી હોતો.
(૨) કોઈ આપણને એ કાદવમાંથી બહાર કાઢે તો હંમેશાં આપણો મિત્ર નથી હોતો.
(૩) જ્યારે પણ તમે કાદવથી ખરડાયલા હો ત્યારે ચૂપ રહેવામાંજ મજા છે (નેતાઓએ ખાસ).

(૪)

એક સ્ત્રી એક “હોટએર બલુન”માં બેસી પોતાની બહેનપણીના ઘરે જવા નીકળી. એની ગણત્રી પ્રમાણે એ એક કલાકમાં ત્યાં પહોંચી જવાની હતી. જમીનથી ઉપરની ઉંચાઈએ એને દિશા સમજવામાં મુશ્કેલી પડવા લાગી અને એ ધારેલા ઠેકાણે પહોંચસે કે નહિં એની પણ શંકા થવા લાગી. એણે નીચે નજર કરી તો રસ્તે જતો એક માણસ દેખાયો. એણે બલુન નીચે લાવી, એ વ્યક્તિને પૂછ્યું, “આપ મને જણાવશો કે હું અત્યારે ક્યાં છું?”
એ વ્યક્તિએ કહ્યું, “ તમે અત્યારે હોટએઅર બલુનમાં છો, જમીનથી દસ ફૂટની ઉંચાઇ પર છો અને આ સ્થળ ૪૦ ડીગ્રી અક્ષાંશ અને ૭૧ ડીગ્રી રેખાંશ પર છે.”
સ્ત્રીએ કહ્યું, “તમે એંજીનિયર લાગો છો એટલે તમારી માહિતીતો ચોક્કસ હશે, પણ મને એનાથી કોઈ મદદ મળશે નહિં.”
પેલા માણસે કહ્યું, “હા હું એંજિનીઅર છું, અને તમે M.B.A. છો.”

તમે સમજ્યા, એંજીનિયરે સ્ત્રીને તમે એમ.બી.એ. છો એમ કેમ કહ્યુ? નહિં સમજ્યા તો એ એંજીનિયરની ભાષામાં જ સાંભળો.
“તમે તમારા મિત્રને ઘેર બધાની જેમ કાર લઈને જઈ શક્યા હોત, પણ એમ.બી.એ. હોવાથી તમે હવામા ઉડો છો. તમે ક્યાં છો એ તમને ખબર નથી, અહીંથી આગળ કેમ જવું એનીપણ તમને ખબર નથી. તમને સફળતાની પૂરી ખાત્રી ન હોવા છતાં હવાઈ રસ્તો પસંદ કર્યો. તમે માની લીધું કે તમારી નીચેના માણસો તમને રસ્તો બતાવસે. અને છેલ્લે નીચેના માણસને તમારી બાતમી ઉપયોગી નથી એમ કહેવામા તમે જરાપણ વાર ન લગાડી.”

-પી. કે. દાવડા

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ, મને ગમતું .... and tagged , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to સમજ્યા કે નહિં?

 1. venunad says:

  હિતોપદેશની વાતો યાદ આવી ગઈ. ખૂબજ સરસ!

  Like

 2. પી.કે. દાવડા સાહેબે સરસ મજાની બોધ કથાઓ રજુ કરી છે.

  ચોથી બોધ કથા ૨૦૦૮માં ફનએનગ્યાન.કોમ પર રજુ કરી હતી. તે આપની જાણ માટે!

  Like

 3. Komal says:

  પ્રેરણાત્મક લેખો માણવા માટે મારા બ્લોગની મુલાકાત લેવા આપને આમંત્રણ છે

  Like

 4. Ramesh Patel says:

  શ્રી દેવડાજી
  આપના વિશાળ અનુભવ ને ચીંતનથી અવનવી કથાઓ પ્રગટે છે ને વાંચવાની મજા આવે છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. પારુબહેન..ખુબ સરસ લેખ….

  Like

 6. rameshbhai says:

  ખરેખર સરસ પથદર્શક વાતો છે આ આજની પેઢી માટે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s