તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર….

આજે એક સરસ મજાનો ફોર્વર્ડેડ ઈમેલ મળ્યો. વાંચી ને મજાતો આવી સાથે મોમાં પાણી પણ ! તો થયું ચાલો મિત્રો સાથે વહેચી લઉં . બ્લોગ ઉપર મૂકતા પહેલા થયું આનો ઓરીજીનલ સોર્સ શોધી જોઉં . તો દિવ્યભાસ્કરની સાઈટ મળી .
http://bollywood.divyabhaskar.co.in/article/GUJ-famous-itemss-of-gujarat-state-2218894.html
ચાલો જુઓ જોઉં આમાંથી તમે શું શું ખાધું છે અને શું બાકી છે?  અને હા આમાં કોઈ સુધારા વધારા કરવા લાયક હોય, કંઈ ભૂલાઈ જતું હોય તો જરૂરથી જણાવશો .

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.

તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર….

વાચકો તરફથી મળેલા ફિડબેકના આધારે અમે અહીં રાજ્યના શહેરોના વિસ્તાર અને બ્રાન્ડ નેમ પ્રમાણે કઇ વસ્તુ વખણાય છે તેની યાદી બનાવી છે. તમે અમદાવાદ કે રાજ્યના અન્ય શહેરોની આવી યાદી મોકલાવી શકો છો, જેને અમે નામ સાથે પ્રસિધ્ધ કરીશું.

અમદાવાદ: લકીના મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, છત્રભૂજની સેન્ડવીચ, જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ, કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી, ગીતાની સમોસા-કચોરી, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, યુનિવર્સિટીના ઢોસા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, મરચી પોળનું ચવાણું, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, જુના શેર-બજારનું ચવાણું, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઓનેસ્ટના ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા,ઋતુરાજના મસ્કાબન-ચા, ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, ઢબગરવાડની કચોરી, અલંકારના સમોસા, મિરઝાપુરમાં ફેમસના કબાબ, રાયપુરના શ્રી રામના ખમણ, એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ, બહેમરામપુરાના વિજયના દાલવડા, ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી, નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા, હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ, બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા, લકીની બાજુમાં શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, જનતાનો કોકો, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા, રામ વિજયના ફાફડા-જલેબી, ભૂતની આંબલીના ફાંફડા, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે, કુબેરનગરના પકોડા, મખ્ખન મગ-દાળ, કેવલની કચોરી, મસ્તાનાની ગોલાડીશ

રાજકોટ :રાજકોટ: મયૂર ભજિયા, મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડ કટકા, એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંઠિયા, સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો, આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ, અનામના ઘુઘરા, ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ, સોનાલીના ભાજી પાંવ, સાધનાની ભેળ, નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા, શ્રી રામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ, પટેલના ભાજી પાંવ, સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ, રઘુવંશીના વડાપાંવ, બજરંગની સોડા, ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા, નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા, કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ, મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા,ઠક્કરના ખમણ

સુરત :રમેશનો સાલમપાક,  કિશોરનો આઇસ્ક્રીમ, જાનીનો લોચો, લાલ દરવાજાનો ગોપાલનો લોચો, ગાંડાકાકાના ફાફડા, વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ, ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી, અંબાજી રોડ પર સુરતીના ખમણ,લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ, ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ,  ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા, લીમડા ચોકમાં ચેવલીના ભજિયા, ઝાંપાબજાર પાસે આદર્શની ચા, દાળિયા શેરીની નરેશની ભેળ, બેગમપુરામાં મઢીની ખમણી,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા, મોટા વરાછામાં કુંભણિયા ભજિયા, ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે, ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી, ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,વરાછા રોડ પરના મયૂરના ભજિયા, ગજેરા સર્કલ પાસે જલારામનો લોચો, દિલીપના વડાપાંવ

વડોદરા :દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ, પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી, શ્રીજીના વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી, ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ, રાજમહેલ રોડ પર રાજુના ખમણ, અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ, કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો, ટેસ્ટીના વડાપાંવ, ફતેહરાજના પૌવા, વિનાયકનો પુલાવ, લાલાકાકાના ભજિયા,  નાળિયેર પાણીની સિંગ, ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા, દયાલની રગડા પેટીસ,પ્યારેલાલની કચોરી,જગદંબાનો ચેવડો

જામનગર :એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદો, ગીતાનો આઇસ્ક્રીમ, જવાહરના પાન, દિલિપના ઘુઘરા, ઉમિયાના ભજિયા,  તળાવની પાળે લખુભાઈનો રગડો, ગીજુભાઈની ભેળપૂરી, બજરંગનું પાન, કિશોરનો રસ, જૈન વિજયની ડ્રાયફ્રુટ કચોરી, ચાંદીબજાર રાજનો ફાલુદો, ગીગાભાઈની ભેળ અને ગાંઠીયા, હવાઈચોકમાં બાબુ તથા માસ્તરના પાન, બેડીગેટ લક્ષ્મીના ગાંઠિયા અને પુરીશાક, પાગાની સોડા, બેડીગેટ મિલનની પાઉભાજી, પટેલ કોલોની મનમોજીના ગોલા, ગોકુલનગર આશાપુરાની ચા, જ્યોતિ અને શિવમની ચા, દિગ્વિજય પ્લોટ રામેશ્વરની ભેલ, એસ.ટી. ડેપો પ્રભા મહારાજના ગાંઠિયા, પવનચક્કી રજવાડીના ભજિયા,બેડીગેટ મયુરીના ભજીયા, તળાવની પાળે લખુભાઈનો રગડો

ભાવનગર :ભગવતીનું સેવ-ઉસળ, દાસના પેંડા અને મરીવાળા ગાંઠિયા, ચારભાઈનું જ્યૂસ, ખત્રીના નાયલોન ગાંઠિયા, ગાંધીસ્મૃતિ ટાવર પાસે પેસ્ટ્રીપાન અને કચરિયું, અમૃતપૂરીના પેંડા, ડોન સર્કલ પાસે કિશનની સોડા, અનુપમની સોડા, હરિભાઈના ખમણ, જીવનભાઇના ગાંઠિયા, દવે દાદાનું ઉંધીયું, ઘોઘાગેટના દાલ પકવાન, હિમાલયનો આઇસ્ક્રીમ, દિલબહારનો આઇસ્ક્રીમ, પાલવની પાંવ ભાજી હાઇકોર્ટ રોડ પરના ચણામણ અને ભૂંગળા બટેટા, કાળુની સેન્ડવીચ, જીતુભાઈની દાલપૂરી અને રામ ઔર શ્યામના ગોલા

આણંદ :રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાલ વડા, યોગેશના ખમણ, સાસુજીનો હાંડવો,એ. વી. રોડ પર નાયલોનની પાઉભાજી, સુખડિયાનું ચવાણું, જનતા ચોકડી મસ્તાનાની દાબેલી, બોમ્બેના વડાપાંવ, વી.વી.નગરના મહારાજના સમોસા , અંકિતના બર્ગર, વી.વી નગરમાં સહજાનંદના સમોસા , યોગેશના ખમણ, આત્માનંદના ઢોસા, સત્યનારાયણનો કોકો, ગાયત્રીના પાણી પોચાં ખમણ, જનતા ચોકડીની ખારી શિંગ, જનતા ચોકડીની કસ્તુરી, મઝદાના પફ, ઠકકરની સેવખમણી

પાલનપુર:માધવીના પેંડા અને બદામ શેક, ઢાળવાસની કચોરી, શક્તિનું ખમણ અને પાતરા, રાજુનો ગોળો, મણિલાલની પાણીપુરી, ભોગીલાલના સમોસા, જય અંબેની જલેબી અને લસ્સી, ભોલેનાથની પાઉભાજી, રાજુભાઇના ઘુઘરા, સિટીલાઇટના કઢી-સમોસા, મુકેશની ચોળાફળી

ગાંધીનગર :  મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા, મહાલક્ષ્‍મીના ખમણ, મહારાજના દાળવડા, ભાભીના
ભજિયા,બટુકના ગોટા, મોરલીના ઢોંસા, પુજાના ઢોકળા, સેંધાના ગોટા, અક્ષરધામની ખીચડી, લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ, વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી

સુરેન્દ્રનગર:  ભાભીના ભજીયા, રાજેશના સમોસા, જગદંબના પરોઠા, ઉકાનું પૂરી-શાક, સિકંદરની સિંગ,જલારામના વાળા-પાંવ, નોવેલ્ટીના પરોઠા -શાક, પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ, ચેતનાની દાબેલી, દાળમિલમાં સાગરની ખસતા કચોરી, એસ્ટ્રોનનું પાન, કિસ્મતની સોડા, સૂર્યાના ભાજી પાંવ, ગોકુલનું સીઝલર, ગોપાલના મસાલા પાંવ

અમરેલી :ચક્કાભાઈની ચા, જયહિન્દના ગોટા, ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી, હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ, શિતલનુ કોલ્ડપાન

જુનાગઢ :મોર્ડનની લસ્સી, બાપુના ભજિયા, સાગરના બટર પફ, જનતાની ભેળ, ચામુંડાની મેંગો લસ્સી, હરિઓમના થાબડી-પેંડા, કાળવા ચોકની બાસુંદી, મહારાજના ભજિયા

ભૂજ :બાસૂદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા, વાણિયાવાડ ખાવડાના સાટા, પકવાન અને ગુલાબપાક, ગોવિંદજીના પેંડા,મધુની ભેળ, ધીરૂભાઈની રોટી, શંકરના વડાપાંવ

મહેસાણા:  સહયોગના પેંડા, મુરલીના વડા પાંવ, પટેલની ખમણી, સ્ટેશનની ચા, રામપુરા ચોકડીની દાબેલી, ક્રિષ્નાની દાબેલી

બારડોલી :જલારામના પાંતરા, જલારામના ખમણ, જલારામની ખીચડી, મહારાણાના દાણા-ચણા, ભરકાદેવીનું આઈસ્ક્રીમ,જેઠાની પાંવભાજી

પાટણ :  નવરંગનો ગોળો, ભગવતીનું ચવાણું

વલસાડ :રાજારાણીના વડાપાંવ, બનારસની ભેળપૂરી, જલારામાના ખમણ, દ્વારકાના ભાજી પાંવ

વેરાવળ :કાકાની સેન્ડવીચ, રાજેન્દ્રની સોડા

નવસારી :  વિકાસના સમોસા, મામાની પેટીસ, ચીખલીના જલારામના ખમણ

ઊંઝા :કાકાના ગોટા, એ-વનના સમોસા, સુરતીના પેંડા, ઉમિયાના ભાજી-પાંવ

જેતપુર :વજુગીરીના ભજિયા, દિપકની દાબેલી, નાથબાપાના લસણિયા સેવ મમરા, ભગતના પેંડા

દાહોદા :બાદશાહ કૂલ્ફી

ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા, ગાયત્રીની લસ્સી, શંકરની ભાજી-પાવ, ગોપાલનો ગોટો

બોટાદ :જેરામભાઈનો ચેવડો

મોરબી‍‍ :પકાના ભૂંગરા બટાટા, કાનાની દાબેલી, ભારતની પાણી પુરી, મયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા, જૈનના ખમણ

ધારી:કનૈયા ડેરીનો શીખંડ

મહુવા:વરિયાળીનું સરબત

નડિયાદ:સિંધી બજારનું ગળિયું ચવાણું, વસોગામના પત્તરવેલિયા

”ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે? ”

અમદવાદનામસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ

સુરતનુંજમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું અને લોચો

રાજકોટનીચીકી, પેંડા, બ્રેડ કટકા અને રંગીલી પ્રજા

વડોદરાનોલીલો ચેવડો, ભાખરવડી અને નવરાત્રિ

જામનગરનીબાંધણી, કચોરી, તાળા, આંજણ અને પાન

કચ્છનીદાબેલી, ગુલાબપાક, કળા કાળિગીરી અને ખુમારી

મોરબીનાતળીયા (ટાઇલ્સ), નળિયા અને ઘડીયાલ

ભરુચનીખારી શિંગ

સુરેન્દ્રનગરનાસેવમમરા, કચીરીયું અને શીંગ

ભાવનગરનાગાંડા, ગટર, ગાંઠિયા અને ફૂલવડી

પાલનપુરનુંઅત્તર, પેંડા, ખાખરા અને હીરાના વેપારી

સોરઠનોસાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર

પાટણની રેવડી, દેવડા અને પટોળા

પોરબંદરનીખાજલી, ગોટી સોડા અને માફિયા

નવસારીની નાનખટાઇ

ખંભાતનું હલવાસન

ડાંગનોચોખ્ખાનો રોટલો, નાગલી, વાંસનું શાક અને ડાંગ દરબાર

વલસાડનાચીકુ અને હાફૂસ

ડાકોરનાગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ

પંચમહાલનીતાડી અને મહુડો

અહીં અમે ગુજરાતના ક્યા શહેરનું શું વખણાય તેની યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં તમે પણ નીચે ફીડબેક બોક્સ દ્વારા યાદીમાં સામેલ ન હોય તેવી વસ્તુ અમને જાણાવી શકો છો. જેને અમે વાચકોના નામ સાથે અહીં પ્રસિધ્ધ કરીશું.

વાચકોએ સુચવેલી યાદી

વૈશાલી રાવલ-અમેરિકા : નડિયાદનોલીલો ચેવડો

કૃણાલ-અમેરિકા : વડોદરાનુંસેવ-ઉસળ

મનન ચૌધરી-લંડન :  અમદાવાદનીકટિંગ ચા

વિપુલ શાહ-જામનગર : જામનગરનાઘુઘરા

મનસુખભાઈ પટેલ-સુરત :સુરતનોપોંખ અને દોરાનો માંજો

પી. રાઠોડ-જર્મની : બોટાદનાબટેટા-ભૂંગળા

હીમાંશુ પટેલ-યુએસ : બારડોલીના ખમણ

વિષ્ણુ ચૌધરી-યુએસ: મહુડીનીસુખડી

રોનક (રાજકોટ) : રાજકોટનું ચાપડી ઉઘીયું


ઉપેન્દ્ર જોષી (પનામા) – ભરૂચનાલાલ ઝમરૂખ

વિશાલ (દુબઈ)- બિલિમોરાના  જલારામ ખમણ

અતુલ પટેલ- (યુએસએ)- આણંદનાગોટા, અમુલ ડેરીની બનાવટ અને એગ્રિકલ્સર કોલેજ

નૈમિશ ગવારવાલા(યુએસએ)- અમદાવાદના રાયપુરના ભજીયા

જય ગોહિલ-અમદાવાદ : જામનગરનો એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા

કેવલ-યુગાન્ડા : સોજીત્રાનાશાહુના સમોસા, ખોડિયારની પાંવ ભાજી

સ્વપ્નીલ યાદવ-મુંબઈ: તલોદના ગોટા

જવલંત દેસાઈ-સુરત : બારોડોલીના જલારામના પાત્રા

દુર્ગેશ-વડોદરા : વડોદરાનાદુલ્હીરામના પેંડા

પ્રફુલ્લ પટેલ-ટોરોન્ટો  : આણંદના રેલવે સ્ટેશનની દાબેલી

અલ્પેશ-યુએઇ : વડોદરાની નાળિયરે પાણીની સિંગ

વિજય પટેલ-લંડન : મહેસાણાની પટેલ ખમણી, કિષ્ના દાબેલી

અયાઝ સૈયદ-અમદાવાદ: મહુવાનું વરિયાળીનું સરબત

સુકેતુ શાહ- અમદાવાદ: અમદાવાદના ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, જનતાનો કોકો, ઝવેરીવાડની દાળિયાની ચટણી

શૈલેષ પ્રજાપતિ-અમદાવાદ: અમદાવાદના ખોખરાના ચાર રસ્તાની ઇડલી

સંજય કચોટ-અમદાવાદ: જામનગરનીડાયફ્રુટની કચોરી

મનોજ કારિયા-અમદાવાદ:  અમદાવાદમાં અંકુરના આણંદ દાલવડા

અતુલ ડાયાણી-સુરત :  સુરતમાંવરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ

કૃણાલ પેઠે-વડોદરા:વડોદરામાંરાજમહેલ રોડ પર રાજુના ખમણ, અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ

સૌજન્ય દિવ્યભાસ્કર.

*************************************************

 

 

વાચક મિત્રોએ મોકલેલી યાદીમાંથી થોડો ઉમેરો


Pradeep Thaker

વડતાલ મંદિરનું મરચાનું અથાણું,
ભાદરણના મગ,
વૌઠાનો મેળો (ગધેડા ખરીદ-વેચાણ માટેસ્જ તો!!)Abbas Igatpuriwala SURAT NI SAGLABAGLA NI MITHAI & GHARI.
AMDAVAD NA ROGNIBISCUIT.
KAPADVANJ NO KALIYO,SAREMDA ANE ANTROLIWALA NO CHEVDO. skumari hkumar shah
honest no bhajipav,maharj no chevdo,purohit ni sandwitch,raipurna nylon khaman,bhattha babubhai no baraf no golo, bachubhai k.rudani
junagadh na rokadiya na bhajiya yogeshwar nu khaman હરીશ માંકડMesub Kandoi Trikam Bechar, Jamnagar……………..Harish Mankad harikrishna nandava talaja ma janata ni cha and rahimbhai ni paubhaji vakhnay છેkamal.v.jhala

Bhavnagar:- Badamni puri, Kajuni puri on Ghogha gate road .
Manoj Sheth
Kesar Mohanthar of Kandoi Bhogilal Mulchand (Ahmedabad)
himanshu jani
ankur-ahmedabad akshar ni khichadi-કાઢી
Raghav M.atel
વડતાલ સ્વામિનારાયણ મંદિરનું ચવાણુ અને મગસ અને આણ6દ ગરબડદાસ બાપુજીનુ ચવાણુ
harishchandra jibhau bhadane
NADIAD NO GARBAD DAS NO CHAVANO NE, SUKHADIYA NA PENDA NE શ્રીખંડ
oza punita m
ઓઝા પુનિતા – વેરાવળ: ભુરાના બટેટા રામ ભરોસાનો શ્રીખંડ
Pradeep Thaker
સોજીત્રાનો લસણીયા ચેવડો
Pramila Kapadia,
સુરત Jamnadas Ghariwala, Chauta Bridge’s Ghari, Ghebar and pure ghee sweets
SHAH DEVEN RAJENDRAKUMAR
ખંભાતનો હલવાસન અને સુતરફેણી
dr mehul d modh
ડીસાના બટાકા અને દીલબહાર માવો
Deejay
રાધનપુરના પેંડા.મુંબઇ ચોપાટીની ભેળ.
HITESH DANGARWALA સંગમની ખારીસીંગ ભરૂચ , ઠક્કરની સેવખમણી
Gunwant વઢવાણના મરચા , શિવાના ભજીયા , ભીમાના ભજીયા , સીમલાના ભજીયા , અકબરના ખમણ પાતરા ,

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું .... and tagged , , , , , . Bookmark the permalink.

14 Responses to તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર….

 1. શ્રી પારુબહેન,

  ખંભાતનું હલવાસન અને સુતરફેણી

  ધર્મજ ચોકડી- રાજ ( બીપીન કાળી )ની પાઉંભાજી

  Like

 2. વાહ ! વાહ ! પારૂબહેન, સારૂં શોધી લાવ્યા. જૂનાગઢની યાદીમાં થોડું ઉમેરણ કરૂં:
  જૂનાગઢ = જલારામનું ખમણ, વ્યાસના પિઝા, દાસારામના ભજીયા, રાજુભાઇ મદ્રાસીના મસાલાઢોસા, બોસ્કીની સેન્ડવીચ.

  Like

 3. chandravadan કહે છે:

  વાહ,,,આ તો ખાવાનો ખજાનો મુક્યો છે…વાંચી મોમાં પાણી !

  નવસારી શહેર એટલે ત્રણ ચીજો….વલ્લભ મીઠાની “સેવ ખમણી” ..કોલાનું “આઈસક્રીમ”…અને મામાની “પેતીસ” આ ના ભુલવી…તમે મામાની પેટીસનો ઉલ્લેખ કર્યો છે.

  અને જ્યારે સમય હોય ત્યારે ગરમ ગરમ ઉબાડીયું……સવારે જલેબી-ફાફડા અને તીથા તળેલા મરચા કેમ ભુલી શકાય ?

  તાજી ગલેલી પણ યાદ આવી જાય છે !

  અરે ! આ તો જીબના છે ચટાકા,

  ગુજરાતમાં મળે એવા જાત જાતના ચટાકા !

  ……ચંદ્રવદન
  Paru….Nice Post !
  Enjoyed it !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Samay male avish Chandrapukar Par !

  Like

 4. રૂપેન પટેલ કહે છે:

  પારૂબેન સરસ સંકલન કર્યું છે . તમારા સંકલનમાં હું પણ થોડું ઉમેરો કરું . અમદાવાદ ગોતામાં ગોપીની દાલબાટી , નવરંગપુરા જલારામની છાસ , એચ એલ કોલેજ સામે શંભુનો કોકો , નવરંગપુરા છ રસ્તા જગ્ગુની દાબેલી , ડ્રાયવિન બહાર મસ્કાબન , લો ગાર્ડન ત્રિપાઠીની ચા , લો ગાર્ડન લક્કીની સેન્ડવીચ , ગાંધીગ્રામ સ્ટેશન ખાડાવાળાના દાળવડા , ગાંધીરોડ ચન્દ્ર્વીલાસના ફાફડા જલેબી અને સ્પેશ્યલ ગુજરાતી દાલ , ઓસ્વાલના ફાફડા જલેબી , નવતાડના સમોસા , મીઠાખળી નેચરલનો આઇશક્રીમ , ખોરજ શિવ શક્તિના પરોઠા શાક , વી એસ હોસ્પિટલ જલારામના પરોઠા શાક , શાહીબાગ ડફનાળા ટી કે નું શિંગોડા પાન , વસ્ત્રાપુર અને ગાંધીરોડ ઘંટવાળાનું પાન ,માણેકચોકમાં ગુલાલવાડીના ભાજીપાઉં , ડાહ્યાની ભેલ , અસર્ફીની કુલ્ફી , માણેકની ચોકલેટ ચીઝ જામ સેન્ડવીચ .
  પારૂબેન છત્રભૂજની સેન્ડવીચ ભૂલ લાગે છે , તે સુધારીને ચારભુજાની સેન્ડવીચ હોય તેવું લાગે છે .

  Like

 5. વિનય ખત્રી કહે છે:

  દિવ્ય ભાસ્કર કરેલા સંકલનની લિન્ક આપી દીધી તે જ પૂરતી હતી, દિવ્ય ભાસકરના કૉપીરાઈટનો ઉલંઘન કરી અહીં કૉપી-પેસ્ટ કરવાને બદલે આપનો કોઈ અનુભવ કે આપના તરફથી કોઈ વાનગી/જોઇન્ટ્નો ઉમેરો કર્યો હોત તો ખરેખર મજા આવી હોત.

  બીજું દિવ્ય ભાસ્કરની આ યાદી સતત અપડેટ થઈ રહી છે અને અહીં કૉપી કર્યા પછી પણ કેટલીક વાનગીઓ/જોઇન્ટ ઉમેરાયા છે તે દિવ્ય ભાસ્કરની લિન્ક પર ક્લિક કરી જાણી શકાય છે.

  હંમેશ પ્રમાણે ભુજની જોડણી ખોટી (ભૂજ) કરવામાં આવી છે અને માધુની ભેળને બદલે મધુની ભેળ લખી છે અને ધીરુભાઈની દાબેલીની મને ખબર નથી અથવા તો ભૂલ છે.

  Like

  • પ્રિય વિનયભાઈ,
   આપનો ઇમેલ વાંચ્યો અને બ્લોગ ઉપરની આપની કોમેન્ટ પણ વાંચી, જરા દુઃખ થયું . આમાં કોપી પેસ્ટ કરી અને વાહ વાહ મેળવવાનો કોઈ આશય છેજ નહિ. પોસ્ટ માં સૌ થી પહેલાજ આ વાત લખી છે .
   “આજે એક સરસ મજાનો ફોર્વર્ડેડ ઈમેલ મળ્યો. વાંચી ને મજાતો આવી સાથે મોમાં પાણી પણ ! તો થયું ચાલો મિત્રો સાથે વહેચી લઉં . બ્લોગ ઉપર મૂકતા પહેલા થયું આનો ઓરીજીનલ સોર્સ શોધી જોઉં . તો દિવ્યભાસ્કરની સાઈટ મળી .
   http://bollywood.divyabhaskar.co.in/article/GUJ-famous-itemss-of-gujarat-state-2218894.html

   અને હા આપે સૂચવ્યા મુજબ થોડા ઉમેરા …આજે કર્યા છે .
   પારૂ કૃષ્ણકાંત .

   Like

   • વિનય ખત્રી કહે છે:

    પારૂબેન, તમને કઈ વાતનું દુખ થયું? મને એ વાતનું દુખ થયું, એક તરફ તમે કૉપીસ્કેપ અને ક્રિએટિવ કમેન્સ લાયસન્સની નોટિસ મૂકી લોકોને લખાણ કૉપી કરવાની મનાઈ કરો છો અને બીજી તરફ તમે પોતે જાણતા હોવા છતાં એ આ લખાણ દિવ્ય ભાસ્કરનું છે અને તો પણ અહીં કૉપી-પેસ્ટ કરો છો!

    કોઈ પણ લખાણ કોઈનું પણ લખાણ કોઈને પણ કોઈ પણ માધ્યમ દ્વારા મળી ગયું તો તે તેનું થઈ જતું નથી કે તેને પ્રસિદ્ધ કરવાના હક્ક મળી જતા નથી. લખાણ પર જેતે સર્જકના કૉપીરાઈટ હોય છે.

    બીજું મેં કોઈ સુધારા સૂચવ્યા નથી. ભુજની જોડણી વગેરેની વાત કરી છે તે તેમની તેમ જ છે! હા મેં એ કહ્યું છે કે, દિવ્ય ભાસ્કરની આ યાદી સતત અપડેટ થઈ રહી છે અને અહીં કૉપી કર્યા પછી પણ કેટલીક વાનગીઓ/જોઇન્ટ ઉમેરાયા છે તે દિવ્ય ભાસ્કરની લિન્ક પર ક્લિક કરી જાણી શકાય છે.

    Like

 6. Shriya કહે છે:

  Hey Ma’m, this is too good …!

  Like

 7. Yashodhara કહે છે:

  I love this….!

  Like

 8. Prabhulal Tataria "dhufari" કહે છે:

  દીકરી પારૂલ
  જે લોકો જે ગામમાં રહેતા હશે તેઓએ નીચે જણાવેલ શહેરની દાબેલી સરસ એવી મહોર મારી દીધી છે પણ અફસોસ જે શહેરમાં દાબેલીની ઉત્પતિ થઇ એવી માંડવી-કચ્છનું નામ કોઇ જાણતું નથી આ માટે “દાબેલીનો ફાઉન્ડર કોણ?”એ શિર્ષક હેઠળનો લેખ મારા ગુજરાતી બ્લોગ
  http://dhufari.wordpress.com જરૂર વાંચી જવો
  આણંદની રેલ્વેસ્ટેશનની દાબેલી
  વડોદરાની ભાઇભાઇની દાબેલી
  સુરેન્દ્રાનગરની ચેતનાની દાબેલી
  મહેસાણાની ક્રિષ્ણાની દાબેલી
  આભાર

  Like

 9. pramath કહે છે:

  કોઈ યાદ કરાવો તો કે આ ગીત કઈ ફ઼િલમનું છે? કિશોરકુમારે ગાયું છે કદાચ:

  ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર, ખાટી-મીઠી વાનગી! (૨)
  વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી,
  રાજકોટના પેંડા જેવી, તું છે કામણગારી

  હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન, એ શરબતનો તરસ્યો છું હું રંગીલો જુવાન (૨)

  જીભ તારી, મરચું ગોંડલનું, બોલે બોલે તીખું તમતમ,
  ભેજું છે નડિઆદી ભૂંસું, સાવ ખાલીખમ,
  તું વડોદરાનો લીલો ચેવડો, ખાતાં આવે તાજગી… તું.

  જામનગરના ગુલાઉબજાંબુ જેવી સૂરત વાળી
  માવા જેવી માદક જાણે મહોબતની મિજબાનગી!… તું.

  ભાવનગરના ગાંઠિયા જેવી આંગળીઓ અનેરી
  મોળો માનવી આરોગે તો આવી જાય મરદાનગી!… તું.

  એ મારા જૂનાગઢના સીતાફળ, મારા ધોળકાના દાડમ્મ, આવ આલેલે, આલે-આલેલે, આલે-આલેલે એ‍એ‍એ!

  Like

 10. Harikrishna mohanbhai nandava કહે છે:

  Talajaa ma rahimbhai no bhaji famous
  Hari nandava 7201015458

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s