“હોય ભલે ને ….. “

“હોય ભલે ને “

હોય ભલેને મીઠી તકરાર છે
સાજન સજની વચ્ચે પ્રીતિ બરકરાર છે !

હોય ભલે ને ઝડી ધારાસાર છે
મધુવને મહેકતા પુષ્પો જાનદાર છે!

હોય ભલે ને તડકો બેસુમાર છે
જીવન બગીયા દિશે શાનદાર છે !

હોય ભલેને મુશ્કિલ આસાર છે
હતું જે સ્વપ્ન થયું સાકાર છે !

હોય ભલે ને સંસાર અસાર છે
પ્રભુજી આપની કૃપા પારાવાર છે!

હોય ભલે ને પ્રભુ નિરાકાર છે
હયાતી નાં પુરાવા અપરંપાર છે !

પારુ કૃષ્ણકાંત “પિયુની”
૬.૯.૨૦૧૧ 

Friends, please opine, what seems better, the above one or the following version?

“હોય ભલે ને “

હોય ભલેને મીઠી તકરાર ,
સાજન સજની વચ્ચે પ્રીતિ બરકરાર છે !

હોય ભલે ને ઝડી ધારાસાર,
મધુવને મહેકતા પુષ્પો જાનદાર છે!

હોય ભલે ને તડકો બેસુમાર,
જીવન બગીયા દિશે શાનદાર છે !

હોય ભલેને મુશ્કિલ આસાર,
હતું જે સ્વપ્ન થયું સાકાર છે !

હોય ભલે ને સંસાર અસાર,
પ્રભુજી આપની કૃપા પારાવાર છે!

હોય ભલે ને પ્રભુ નિરાકાર,
હયાતી નાં પુરાવા અપરંપાર છે !

પારુ કૃષ્ણકાંત “પિયુની”
૬.૯.૨૦૧૧ 


Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

12 Responses to “હોય ભલે ને ….. “

 1. શ્રી પારૂબહેન,
  સુંદર રચના. એક શબ્દમાં કહું તો ’જાનદાર’ !

  Like

 2. Dilip Gajjar કહે છે:

  હોય ભલે ને સંસાર અસાર છે
  પ્રભુજી આપની કૃપા પારાવાર છે!
  હોય ભલે ને પ્રભુ નિરાકાર છે
  હયાતી નાં પુરાવા અપરંપાર છે !
  Parujee…Khub j sunder rachana..aa panktio pan gami..

  Like

 3. શ્રી પારુબહેન,

  હોય ભલે ને પ્રભુ નિરાકાર,
  હયાતી નાં પુરાવા અપરંપાર છે !

  એકદમ સુન્દર રચના અને એટલા જ સુનદર ભાવ દરેક

  પંક્તિમાં શબ્દે શબ્દે પ્રગટ થાય છે. ધન્યવાદ સુનદર કૃતિ માટે.

  Like

 4. Narendra Desai કહે છે:

  વહાલી પારુ ,

  જીવનના સત્યો ને શાબ્દિક રૂપ આપી ખુબજ સુંદર રીતે રજુ કરવા માટે ખુબ ખુબ અભિનંદન , છેલ્લી બે પંક્તિઓ તો શિરમોર છે.

  ગૌરવ અનુભવતા
  પપ્પા / Mammi

  Like

 5. Yashodhara કહે છે:

  beautifully expressed …. liked it.

  Like

 6. Shriya કહે છે:

  Oh ma’m , this one is too good ..as always!

  Like

 7. chandravadan કહે છે:

  હોય ભલેને મુશ્કિલ આસાર,
  હતું જે સ્વપ્ન થયું સાકાર છે !
  In both Rachana, I see these Words……….then I look at the Post & I ask “Why the Picture of the House ?”
  May be a connection ?
  A New or Renewed Home of a Dream ?
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  Like

 8. venunad કહે છે:

  “હોય ભલેને પ્રભુ નિરાકાર છે,
  હયાતીના પુરાવા અપરંમ્પાર છે.”
  જેને આ સત્ય સમજાય તે ધન્યભાગી કહેવાય!

  Like

 9. Ramesh Patel કહે છે:

  એકએક શબ્દમાં સ્નેહની સુગંધ વણી છે. એક સુંદર રચના માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 10. ashokkrathod કહે છે:

  શ્રી પારૂબહેન,
  સુંદર રચનાઓ નું સંગ્રહસ્થાન એટેલે https://piyuninopamrat.wordpress.com
  ખરેખર ગુજરાતી ભાષા ઉપર ઘણું ખરું પ્રભુત્વ છે આપનું…….
  આપના દરિયા માં નદીઓ નું વહેણ વહેતું રહે તેવી શુભેચ્છા……….

  અશોક રાઠોડ

  Like

 11. bakul shah કહે છે:

  માનનીય પારુ બહેન
  આપની ‘હોય ભલે ને’ કૃતિના બંને version વાંચ્યા . મને બીજું વધારે લયબદ્ધ લાગે છે . અવરોધો છતાં હકારાત્મક વલણ કેટલું સારું દ્રશ્ય સર્જી શકે છે તે આપે ખુબ સરસ રીતે ગૂંથ્યું છે . ખુબ ખુબ અભિનંદન.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s