માંસાહાર વિષે ગાંધીજીએ કહેલી વાત, સિંગાપોરની એક સાઉથ ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં …..!

વડીલશ્રી સુરેશભાઈ આપને આદુ કચરતા વિચારવાયુ ઉભરાયો અને તેના વમળમાં બીજા ઘણાયે તણાયા…!
શું જીવનના પાયામાં જ હીંસા છે? કેવળ અહીંસા શક્ય છે ખરી?  …આપનો આ પ્રશ્ન અને તે અંગે વડીલશ્રી જુગલકીશોરકાકા ,  સુનીલભાઈ, રાજેન્દ્રભાઈ, અને ચિરાગભાઈ ના મંતવ્યો વાંચતા , મને માંસાહાર વિષે ગાંધીજીએ કહેલી વાત યાદ આવી ગઈ. સિંગાપોરની એક સાઉથ ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં આ અંગેનાં મોટા મોટા બોર્ડ લગાડેલા છે …મેં તેના ફોટા પાડી લીધેલા તે અહી અપલોડ કરું છું. તે જોવા વિનંતી .

Paru Krishnakant “Piyuni”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Food for thought and tagged , , , , , , , . Bookmark the permalink.

8 Responses to માંસાહાર વિષે ગાંધીજીએ કહેલી વાત, સિંગાપોરની એક સાઉથ ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં …..!

 1. हिन्दी ब्लॉग-जगत में कई जगह इस विषय पर विवाद होते रहे हैं।

  Like

 2. સુરેશ કહે છે:

  આ બાબત ચર્ચા કરવા મન થતું નથી.
  કારણ કે, તે બિન ઉત્પાદક જ બની રહેવાની!

  Like

 3. venunad કહે છે:

  Very useful information given. Must be quoted by all vegetarians to stress their point when time comes reinforce this view.

  Like

 4. Bhupendrasinh Raol કહે છે:

  હું કોઈ માંસાહારની તરફેણ કરતો નથી,પણ એક કેટેગરી આપ અને ગાંધીજી ભૂલી ગયા.માનવ જાત કાર્નીવોરસ નથી,તેમજ હર્બી વોરસ પણ નથી,માનવ જાત છે ઓમનીવોરસ છે.એટલે હર્બી અને કાર્નીવોરસ બંનેની વચમાં તેનું પાચન તંત્ર છે.હર્બીવોરસ પાસે ચાર જઠર હોય છે,બેના આપણી પાસે એકજ છે.ઘાસ પચાવે તેવા બેક્ટેરિયા આપણી પાસે નથી.આપણે ઘાસ ખાઈ ના શકીએ.આપણે સલાડ,ફ્રુટ અને માંસ જ પચાવી શકીએ.કાચા ઘઉં કે એનો લોટ પણ પચાવી શકતા નથી.મંકી કોઈ શાકાહારી હોતા નથી,તેઓ પણ પ્રોટીન માટે જીવજંતુ ઝાપટતા હોય છે.આપણાં જિન્સ ચિમ્પાન્ઝીને મળતા છે,ફક્ત આશરે ૨ % કરતા ઓછો ફરક છે.૯૮.૫%જિન્સ ચિમ્પને મળતા આવે છે.અને ચિમ્પ બધુજ ખાય છે.માનવજાતને પેદા થયે ૨૫ લાખ વર્ષ થયા તે આજ સુધી માંસ ખાતો આવ્યો છે.શુદ્ધ શાકાહારીઓમાં કેલ્શિયમ,પ્રોટીન,આયર્નની ખામી ખૂબ હોય છે.

  Like

  • pramath કહે છે:

   મોટા ભાગના એઇપ મોટા ભાગના સમય માટે શાકાહારી હોય છે. આપણે અપવાદ થવાની જરૂર નથી.
   એઇપનો માંસાહાર મોટાભાગે કીટકો ખાવાનો હોય છે. ક્યારેય ચિમ્પાન્ઝીને માછલી કે મરઘી કે ભૂંડ કે ગાય કે બકરી ખાતા જોયા? એ પ્રાણીઓ કીડી-મંકોડા જરૂર ખાય છે.
   માણસ તેની જગ્યાએ પૃષ્ઠવંશી પ્રાણીઓ ખાય છે તે અનૈસર્ગિક છે.

   વળી, માણસ માણસને ખાય તો ભક્ષ્યનો રોગ ભક્ષકને સરળતાથી લાગુ પડે – કારણકે બન્નેનું શરીરબંધારણ લગભગ સમાન છે. એ જ રીતે જો માનવજાત સંપૂર્ણ રીતે શાકાહારી હોત તો મૅડ કાઉ ડિસીઝ કે બર્ડ ફ઼્લૂ કે સ્વાઇન ફ઼્લૂ માનવજાતમાં આવ્યા ન હોત. હજુ કોકોનટ રૅબિઝ સાંભળ્યો નથી કારણકે નારિયેળના જનીનો આપણાથી બહુ જુદા છે.
   આમ માંસાહાર જોખમી છે.

   એક ગાય રાંધી ખાઓ તો કદાચ અઠવાડિયું ચાલે. તેની સામે તે ગાય મારી ખાવા જેટલી મોટી કરવામાં અડધો દાયકો ચાલે તેટલું અનાજ/ઘાસ જોઇએ.
   આમ માંસાહાર બગાડ છે.

   ઉપરાંત, માણસ રાંધીને ખાય છે આથી એને તો ઓછી કેલરી જોઇએ પણ વધુ ખાય છે. અન્ય એઇપને રોજ એકધારો કેલરીપૂર્ણ ખોરાક નથી મળતો. માણસે ખેતી વિકસાવીને એ નિશ્ચિત કરી લીધો છે આથી પણ વધુ કેલરીની જરૂર ખરેખર તો નથી.
   એક સરખી જટિલ રીતે બનેલ માંસાહાર અને શાકાહારને સરખાવીએ તો માંસાહારમાં એક ગ્રામ દીઠ અનેકગણી વધુ કેલરી હોય છે.
   (ગુલાબજાંબુ કરતાં થોડી રાંધેલી માછલી કદાચ ઓછી કેલરી પણ આપતી હશે. આથી એક સરખી જટિલતા મહત્ત્વની છે.)
   આમ માંસાહાર અત્યાહાર છે.

   Like

 5. બીના કહે છે:

  This is not an issue for debate. It is a matter of personal choice.
  But the last photograph says it all. Vegeterianism is “The heathier food choice”
  I liked your post a lot.

  Like

 6. સુરેશ કહે છે:

  અચાનક જ અહીં ફરી લટાર મારી.
  હું માંસાહારી નથી પણ…મારા આ પ્રશ્નોના જવાબ હજી સુધી મળ્યા નથી….

  જો આખી માનવજાતિ આવાં પ્રેરક લખાણો વાંચી શાકાહારી બની જાય તો…….
  ૧. કતલખાને ન ગયેલાં પ્રાણીઓ અને પક્ષીઓ ક્યાં રહેશે અને શું ખાશે?
  ૨. એમની વધતી જતી વસ્તી રસ્તાઓ પર ભટકવા લાગે તો, આપણાં વાહનો આપણે ક્યાં ચલાવીશું?
  ૩. અનેકગણી વધી ગયેલી શાકાહારી પેદાશોના ઉત્પાદન માટે વધારાની જમીન ક્યાં છે?
  ૪. જાપાન, ઇન્ગ્લેન્ડ જેવા ટાપુ દેશો દરિયાઈ ખોરાક વિના શી રીતે જીવશે?

  Liked by 1 person

 7. સુરેશ કહે છે:

  સોરી …૩ નમ્બરની બાબતમાં થોડોક સુધારો…

  અનેકગણી વધી ગયેલી શાકાહારી પેદાશોની જરૂરિયાતના ના ઉત્પાદન માટે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s