“પુરુષની સંપૂર્ણતા”

“પુરુષની સંપૂર્ણતા” 

 નથી હોતી,  ખભાની પહોળાઈમાં કોઈ  પુરુષની પૂર્ણતા ,

પરંતુ ગાઢ આલિંગનની  દૃઢતામાં  એક  પુરુષની  સંપૂર્ણતા !

 નથી હોતી, ઘટ્ટ અવાજની ખરજમાં  કોઈ પુરુષની પૂર્ણતા ,

પરંતુ દરકાર ભરી મૃદુ વાણીમાં એક પુરુષની  સંપૂર્ણતા !

નથી હોતી,  મોટી મિત્રોની મંડળીમાં કોઈ પુરુષની પૂર્ણતા ,

પરંતુ સંતાનો સાથેની મીઠી  મિત્રાચારીમાં એક પુરુષની સંપૂર્ણતા !

 નથી હોતી, ધંધા વ્યવસાયના માનસન્માનમાં, કોઈ પુરુષની પૂર્ણતા ,

પરંતુ કુટુંબમાં મળતા પ્રેમ ને આદરસમ્માનમાં એક પુરુષની સંપૂર્ણતા !

નથી હોતી,  બાજુઓનાં બળ અને કૌવતમાં કોઈ પુરુષની પૂર્ણતા ,

પરંતુ હેતાળ ને કાળજીભર્યા સ્પર્શમાં એક પુરુષની  સંપૂર્ણતા !

હોતી નથી, ઘણી સ્ત્રીમિત્રો ને સ્ત્રીસંગમાં કોઈ પુરુષની પૂર્ણતા ,

પરંતુ અવિચલ  વફાદારીમાં એક પુરુષની  સંપૂર્ણતા !

નથી હોતી, વજન ઉપાડવાની તાકાતમાં કોઈ પુરુષની પૂર્ણતા ,

પરંતુ જવાબદારી  વહન કરવાની  ક્ષમતામાં એક પુરુષની  સંપૂર્ણતા !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

27 Responses to “પુરુષની સંપૂર્ણતા”

 1. SHAKIL MUNSHI કહે છે:

  સરસ રચના બધીજ પંકિતઓ સરસ છે,આપે સાચા પુરુષની સંપૂર્ણ પહેચાન કરાવી,
  “નથી હોતી, ધંધા વ્યવસાયના માનસન્માનમાં, કોઈ પુરુષની પૂર્ણતા ,
  પરંતુ કુટુંબમાં મળતા પ્રેમ ને આદરસમ્માનમાં એક પુરુષની સંપૂર્ણતા ! “

  Like

 2. Dilip Gajjar કહે છે:

  khub sunder aadarshyukt rachana..
  પરંતુ અવિચલ વફાદારીમાં એક પુરુષની સંપૂર્ણતા !

  Like

 3. Raghav Upadhyay કહે છે:

  વાહ, અદભૂત રચના. પણપુરુષ ની આ સાચી ઓળખ સમજનાર, આજ ની ઝાક્ઝમળ અન દેખાડા ની દુનિયા મા કેટલાં છે

  Like

 4. nirupam કહે છે:

  અતિ સુંદર રચના …પૂર્ણ પુરુષ ની સાચી ઓળખાણ કરાવી ……જીવન માં ઉતારવા જેવી વાત આ કાવ્ય માં કહી છે……નિરુપમ

  Like

 5. himanshupatel555 કહે છે:

  સરસ વ્યાખ્યા અને ડીમાન્ડ સંભળાય છે તમારા શબ્દોમાં,પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરતાં પૂર્ણ શેષ રહે એ ન્યાયે પણ સંપૂર્ણ મળવો અઘરો કે અશ્ક્ય છે but wish for something and you may get something..

  Like

 6. Preeti કહે છે:

  એક પુરુષની પૂર્ણતાનું સરસ રીતે આલેખન કર્યું છે.

  Like

 7. Narendra Desai કહે છે:

  What is infinite ? you can never reach infinite ,but if you are very very near to infinite than also you are far away from it , but for all practical purpose you are there only . Likewise if you try to achieve
  “Sampurnata ” than also your family will enjoy the sweet fruits of it. Really good ideas and way of defining the same .
  Papa

  Like

 8. પિંગબેક: “પુરુષની સંપૂર્ણતા” (via Piyuninopamrat’s Blog) « વિજયનુ ચિંતન જગત

 9. Minesh Patel કહે છે:

  It’s nice to read a woman’s thoughts about a man. I A woman can’t believe that a lady can understand a man so nicely.

  Like

 10. Girish Desai કહે છે:

  I think if you substitute the word Purush with Manavi your beautiful poem would be Purna.

  Really nice Kruti. Danyavad.

  Like

 11. chandravadan કહે છે:

  પરંતુ હેતાળ ને કાળજીભર્યા સ્પર્શમાં એક પુરુષની સંપૂર્ણતા !

  હોતી નથી, ઘણી સ્ત્રીમિત્રો ને સ્ત્રીસંગમાં કોઈ પુરુષની પૂર્ણતા ,

  પરંતુ અવિચલ વફાદારીમાં એક પુરુષની સંપૂર્ણતા !
  Ek Kavyarupe Sundar Vaat !
  Gamyu !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Chandrapukar Par Sau Avjo !

  Like

 12. pratibhashah કહે છે:

  vartaman samayma purushane sacho jivansathi banavama aa kavyamathi jarur prerana mali shake .sundar vichar valu kavy /abhinandan

  Like

 13. Nirja Sheth કહે છે:

  Dear Paruben,
  Just wonderful!
  Marvelous way of expressing what a ‘Purushottam’ is.

  Like

 14. Subhash કહે છે:

  The man who is devoted to his FAMILY by all the aspects and helps others with on expectations,is aPERFECT MAN.

  Like

 15. Heena Parekh કહે છે:

  ઉત્તમ રચના. અભિનંદન.

  Like

 16. શ્રી પારુ બહેન,

  હરેક પંક્તિ ભાવ સભર રસ ભર્યાં ભાવથી ભરીને સુંદર શબ્દલેખન કર્યું છે.

  Like

 17. મહિલા દિવસે મહિલા સ્તુતી-અમારા સાથે તમારી ની જ્યારે રચના કરી ત્યારે એમાં રહેલું શાબ્દિક તત્વ અમારા સાથે કદાચ અમારો (પુરુષ સમાજનો) થોડો અહમ રજુ કરતો હતો.

  અહીં ખરેખર એક સ્ત્રી….. હા, બરાબર, એક સ્ત્રી એની નજરે કેવા પુરુષને પુર્ણ સમજે છે, એક સ્ત્રીની લાગણીઓ કેવા પુરુષને ઝંખે છે… ખુબ જ સરસ માગણી…

  સારું થશે જો આવું ખરેખર થશે….
  દરિયો મીઠો થશે તો નદીઓનુંય માન વધશે….

  આભાર…. 🙂

  Like

 18. pramath કહે છે:

  સુંદર વાત!
  સ્ત્રીવાદના ટૂંકા ગજથી નહીં માપું!
  અલબત્ત, થોડો મતભેદ પણ ખરો. બહારની સફળતા પણ પુરુષની પૂર્ણતાની કસોટી છે બાકી તો
  “બૈરી મૂઈ, ઘર સંપત્તિ નાસી,
  મુંડ મુંડાયે ભયે સંન્યાસી” જેવો દંભ નથી ચાલતો તેની શી ખાતરી?
  માંદલો મજનુ કે ચાલુ ચંગીઝખાન – બન્ને ખોટા.
  બન્ને સાચવે તે સાચો મરદ!

  Like

 19. jatin કહે છે:

  ati sundr wat kahi didhi. …khub srs arthsabhar rachna.

  Like

 20. shailesh patel કહે છે:

  સુંદર રચના. અભિનંદન.

  Like

 21. Chhaganbhai D. Savsaiya કહે છે:

  This poem is very good.

  Like

 22. Falguni કહે છે:

  Very nice explanation in a wonderful way….could not be any better than this..sache j arthsabhar.
  Congratulations..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s