“એક સંવાદ ….એક યાદ …” 2

 

“હા..ઈ  પારૂ … કેમ છે?” નો લહેકો સંભળાયો . જરા એક અળધી સેકન્ડ રહીને અવાજ પારખવાની કોશિશ કરતા મેં જરા ટુકું ….  ( એને કદાચ કોરું લાગ્યું હશે !)   “હંમ … હાઈ!” કર્યું. એટલે એણે વળી આગળ ચલાવ્યું …  “શું કાંઈ ઓળખાણ પડે છે કે નહિ?” હવે હું ફસાઈ … સૂપ માટે દુધી, ટામેટા અને ગાજર ધોતા ધોતા … ખભા અને કાન વચ્ચે મોબાઈલ દાબીને થોડું બોદું હસતા હસતા … વિચારવાનો સમય ચોર્યો પણ યાદશક્તિ અને કલ્પનાશક્તિ એ સાથ આપ્યો નહિ !!! ખરે ટાઈમે દગો દીધો!  હવે સીધી રીતે હાર સ્વીકારવીજ રહી !  એટલે હળવેથી ગિલ્ટી ફિલ કરતા પૂછ્યું ..    “અં સોરી… આપ કોણ?”  હવે તો સામેથી જોરદાર હુમલો આવ્યો …   “લે ! ખરી છે તું તો ! સાવ ભૂલીજ ગઈ ને ? અને ખરી છે પાછી મોબાઈલમાં નંબર પણ સેવ નથી કરતી ?”   હવે …. જરા મેળ આવ્યોને લહેકો પકડાયો, એટલે મેં અવાજમાં જરા ઉષ્મા ભેળવતા કહ્યું “ઓહ અંકિતાને? sorry હું જરા કૂકિંગમાં preoccupied હતી એટલે …! બોલ બોલ કેમ છે ?”

તે પણ જરૂરીયાત માટે નહિ પણ મન મરજીથી ક્રિએટિવ વર્ક સેટીસફેક્શન માટે કામ કરતી. ખુબજ વેલઓફ ફેમીલી … સોસાઈટીના ટોપ ક્રીમ ક્લાસમાનું એક કહી શકાય. અમે સ્કુલમાં સાથે હતા જોકે અમારા એરિયા ઓફ વર્ક …..અને કદાચ ….interest અને thinking જરા અલગજ હોવાથી કદાચ વધુ ક્લોઝ ફ્રેન્ડશીપનો મોકો રહ્યો નહિ. પરંતુ હા દરેક કોમન ફંન્કશન્સ વખતે સાથે મળવાનું થતું.  હવે તો મને સ્કુલ છોડ્યાને પણ પાંચ વર્ષ ઉપર થયા .  હકીકતમાં તેનો અવાજ સાંભળ્યાને એકાદ વર્ષ થઇ ગયું હશે… છેલ્લે તેનો ફોન આવ્યો હતો ત્યારે એના દીકરાને કન્સલટેશન માટે લઇ જવાનો હતો. તે અંગે મારે પિયુજીને ભલામણ કરવાની હતી. 

….. અંકિતા: “શું છે શું કરે છે? તું તો કઈ ફોનજ નથી કરતી ને? .. લે હવે મારો નંબર સેવ કરી લેજે.”

“હમ.. હા હા …બોલ ..” મારું સૂપનું શાક સમારવાનું ચાલુજ હતું …વાંકી ગરદન રાખીને મેં વાત ચાલુ રાખી …હજી વાતનું હાર્દ પકડાયું નહોતું … કેમ આજે અચાનક ??? શું હશે?

 અંકિતા : “હમણાંજ મારે રુચિતા સાથે વાત થઇ હતી ..તે કહેતી હતી કે તું તો કાઈ બહુજ મઝા કરે છે … કંઈ બ્લોગ ઉપર poems અને એવું બધું લખે છે ..ને તે પણ પાછુ ગુજરાતીમાં ! તું તો ખરી છે !”

“હમ હા… બસ થોડી ટ્રાય કરું છું. મને ગમે છે ને મનને આનંદ આવે છે”

 અંકિતા :  “ભાઈ તને તો ખરું ખરું સુજે છે …કંઈ ને કાંઈ કરતીજ હોય છે .ફેસબુક પર લીંક જોતી હોઉં છું પણ..You know I am not interested much in all that … મને તો એવું બધું કંઈ ફાવે નહિ અને એવો ટાઈમ પણ નાં હોય એટલે મેં તો પછી કંઈ તારી બ્લોગ સાઈટ ખોલી નથી!!!! …”

“વાંધો નહિ … બોલ બોલ શું કંઈ કામ હતું?”

અંકિતા :  “અરે હા …જો એક ખાસ કામ હતું … સ્કુલના એક આયાબેન છેને …એની ડોટરને કાંઈ બહુજ પ્રોબ્લેમ છે ..આમ તો એ મેરીડ છે પણ હમણાં એના મમ્મી પાસે રોકવા આવી છે . તો મેં એને કહ્યું કે તમે અહીજ ડો. સાહેબ પાસે જતા રહો. એ આયાબેન છે ને મારું ખુબજ રાખે છે સ્કુલમાં પણ અને ઘરે પણ …કંઈ પણ extra કામ હોય ને તો કરી આપતા હોય છે! તો તું જરા કૃષ્ણકાંતભાઈને કહીને એને ફ્રી કરાવી દેજે ને !”

હું :  “જો અંકિતા … એમાં મારે કહી કહેવાની જરુરજ નથી …બેન પોતેજ કહેશે ને કે તે SNK સ્કુલનો staff છે .. તો તેને રાહત મળીજ જશે . કૃષ્ણકાંત સ્કુલના કોઈ પણ સ્ટાફને ૫૦% આપેજ છે.” {૨૦૦૦ થી વધુ ટીચર્સ, આયાબેનો. ડ્રાઈવરભાઈઓ, અને security થઈને લગભગ ૪૦૦૦ સ્કુલનો staff છે}

અંકિતા : “yeah I know પારૂ  … એ તો એમને પણ ખબરજ છે એ પહેલા પણ એના કોઈ સગાને લઇને ત્યાં જઈજ આવ્યા છે …. પણ you know …  મેં એને કહી દીધું છે કે હું સાવ ફ્રી કરાવી દઈશ અને સાહેબ  પાસે દવા પણ અપાવી દઈશ …તમારે ખરીદવી પણ નહિ પડે . ….અને હા ત્યાં છેને બહુજ ગિરદી હોય છે, અને બહુજ waiting હોય છે તો જરા તમારા staff ને કહી એમને જલ્દી કરાવી દેજે ને … એની ડોટર છેને હવે ૨ દિવસજ રોકાવાની છે એટલે એ લોકોને પછી બજારમાં જવું છે, કાંઈ સાડીને એવું બધું લેવા!!!”

હું :  “ઓકે હું વાત કરીશ …     (ક્રમશ:)

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મીઠા સંભારણા” and tagged , , , , , , . Bookmark the permalink.

3 Responses to “એક સંવાદ ….એક યાદ …” 2

  1. SHAKIL MUNSHI કહે છે:

    “એક સંવાદ ….એક યાદ …” 1 , 2 , સ_રસ 3 નો ઇન્તેજાર.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s