એક સંવાદ ….એક યાદ …”4

એક સંવાદ ….એક યાદ …”4

હજીયે દીકરાનું માથું મારા ખભેજ ટેકવેલું હતું , તેના ઉપર વ્હાલથી મારું માથું નમાવીને અડાડતા પૂછ્યું, “કેવો રહ્યો આજનો દિવસ? શું કર્યું આજે સ્કુલમાં?” બસ પછી તો અમારી માં દીકરાની વાતો ચાલી … રોજની જેમ જ! વાતો કરતા કરતા તે દિવસે તો કલાક ક્યાં નીકળી ગયો ધ્યાન ના રહ્યું…! ઓહ…હો…. ઘડિયાળમાં જોયું તો સાડાત્રણની ઉપર કાંટો ચાલતો હતો! આજે તો પિયુજીને બહુ મોડું થયું, તેને પણ ભૂખ પણ લાગી ગઈ હશે! અરે.. રે.. મેં સવારે મોડું કરાવ્યું તેથીજ હશે.   મનમાં જરા ચચરાટ થયો

“અરે બેટા, બહુ મોડું થઇ ગયું .. ચલ તને તો પીરસી દઉં, તું જમી લે ..”

“ના માં , પપ્પા આવતાજ હશે ..બધા સાથેજ જમીશું”

ટીક … ત્યાંજ ગાડી લોક બંધ થવાનો અવાજ આવ્યો….પિયુજી આવી ગયા! ફટાફટ ઓવેનની સ્વીચ ઓન કરી ને …છાશ રાઇતું  ચટણી …પીરસવા લાગી .

દીકરાએ દોડીને બારણું ખોલ્યું .

“પપ્પા … આટલું લેટ કરવાનું?”  દીકરાએ ફરિયાદ કરી .

“હા બેટા … શું કરું બહુજ પેશન્ટ્સ હતા”

“પણ … સાંજના ના બોલાવાય?  જમવાનો ટાઈમ તો  જોઈએને ?”

“ના બેટા … બિચારા ક્યાં ક્યાંથી ભાડા ખર્ચીને  આવ્યા હોય … ગામડાના પેશન્ટ હોય તો એ લોકોને  સાંજના પાછા જવાની બસ પકડવી હોય, એમાં આપણે સાંજ સુધી બેસાડી રાખીએ તો એલોકો ને તો રાત પડી જાય , અને પછી રાતના કંઈ વાહન ના મળે તો પછી ક્યાં રોકાય ? આપણી થોડી સગવડતા માટે એમ કોઈને હેરાન ના કરાય !”

પિયુજી હાથ મોઢું ધોઈ ને ફ્રેશ  થયા તે દરમ્યાન બાપ દીકરાઓ સંવાદ ચાલ્યો. બન્ને બહાર આવ્યા ત્યાં સુધીમાં તો પ્લેટસમાં જમવાનું રેડી હતું .

“w..w..ow !!! માં, આજે તો શું વાત છે !”  … ચીઝ ગાર્લિક ટોસ્ટ જોઇને દીકરો ખુશ થઇ ગયો.

“આજે પણ ચાર વાગી ગયા … બહુ લેટ થઇ ગયું નહિ?” …  મેં કહ્યું.

પિયુજી  : “હમમ …. પણ આજે તો એક સરસ વાત બની મન ખુશ થઇ ગયું !”

હું : “કેમ શું થયું?”

પિયુજી : “આજે એક સાવ ગરીબ દેખાતું …એકદમ મજૂર  જેવું પેશન્ટ આવ્યું … અને એની સાથે એક એકદમ વેલડ્રેસ્ડ .. અપટુડેટ ..ભાઈ આવ્યા અને સામે બેઠા, જેવો પેશન્ટને તપાસી ને હું એકઝામિનેશન રૂમમાંથી બહાર આવ્યો તો કહે .. શું લાગે છે સાહેબ? એટલે હું જરા એલર્ટ થઈ ગયો”…..

ક્રમશ:

પારૂ કૃષ્ણકાંત (પિયુની)

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મીઠા સંભારણા” and tagged , , , , . Bookmark the permalink.

2 Responses to એક સંવાદ ….એક યાદ …”4

  1. chandravadan says:

    પિયુજી : “આજે એક સાવ ગરીબ દેખાતું …એકદમ મજૂર જેવું પેશન્ટ આવ્યું … અને એની સાથે એક એકદમ વેલડ્રેસ્ડ .. અપટુડેટ ..ભાઈ આવ્યા અને સામે બેઠા, જેવો પેશન્ટને તપાસી ને હું એકઝામિનેશન રૂમમાંથી બહાર આવ્યો તો કહે .. શું લાગે છે સાહેબ? એટલે હું જરા એલર્ટ થઈ ગયો”…..
    This is the Doctor talking… You need to continue the Samvad !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo Chandrapukar Par !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s