“આવ સખા સાથે સાંજ વિતાવીયે”

“આવ સખા સાથે સાંજ વિતાવીયે”     

આવ સખા સાથે સાંજ વિતાવીયે !
નરમ લીલા ઘાસ પર બેસી ડૂબતો સૂર્ય નિહાળીએ
મૌન સુસ્તીમાં મસ્ત રહી એકબીજાને ગમતા રહીએ !

આવ સખા સાથે સાંજ વિતાવીયે !
હોય ભલેને જીવન સફર, જરા મુકામ કરતા જઈએ !
દેશ જોયા, પરદેશ જોયા, જરા ઘરનો મહિમા કરતા જઈએ !

આવ સખા સાથે સાંજ વિતાવીયે !
સરતો સમય આવે નહિ ફરી, હરપળને જીવતા જઈએ!
મને તુજ પર ને તને મુજ પર ગર્વ ઘણો તે ગાતા જઈએ !

આવ સખા સાથે સાંજ વિતાવીયે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to “આવ સખા સાથે સાંજ વિતાવીયે”

 1. venunad કહે છે:

  માનનિય પારુબેન,
  તમારી કલ્પના શક્તિ અને લાગણીસભર સ્વભાવ દરેકે દરેક રચનામાં દેખાઈ આવે છે, અભિનંદન!

  Like

 2. bakulvshah કહે છે:

  વાહ ! પારુ બહેન આપે આપે આપની લાગણી નો પમરાટ નો અહેસાસ કરાવ્યો છે . પારુ બહેન મને નીચેની પંક્તિ ખુબ ગમી. હૃદય સ્પર્શી લાગી .આપના ભાવ નીતરતા શબ્દો ના ફુવારા માંથી ઉઠતી છોળો માં ભીંજાવું ખુબ ગમ્યું .
  એક નાનકડું સુચન છે આમતો હું તો ઘણો નાનો છું આપને સુચન કરવા પણ નથી રોકી શકતો માટે એક સુચન કરું ?
  નીચેની બે પંક્તિ માં ઉપરોક્ત પંક્તિ માં આપે કુણા ઘાસ પર બેસી ઢળતા સૂર્ય ને જોવા ની વાત કરી છે અને બીજી પંક્તિ માં મૌન સુસ્તી / મસ્તી માં મસ્ત રહી એક બીજાને જોતા રહીએ ને બદલે ગમતા રહીએ શબ્દ પ્રયોજો તો !

  નરમ લીલા ઘાસ પર બેસી ડૂબતો સૂર્ય નિહાળીએ
  મૌન સુસ્તીમાં મસ્ત રહી એકબીજાને જોતા રહીએ !

  નીચેની પંક્તિ પણ ખુબ માણવા લાયક છે .જીવન ની દરેક પળ ને સંગીત ની જેમ માણવાની વાત લાવ્યા છો ! અદભૂત !

  સરતો સમય આવે નહિ ફરી, હરપળને જીવતા જઈએ!
  મને તુજ પર ને તને મુજ પર ગર્વ ઘણો તે ગાતા જઈએ !

  ધન્યવાદ !!
  આપનો
  બકુલ શાહ

  Like

 3. nabhakashdeep કહે છે:

  આવ સખા સાથે સાંજ વિતાવીયે !
  નરમ લીલા ઘાસ પર બેસી ડૂબતો સૂર્ય નિહાળીએ
  મૌન સુસ્તીમાં મસ્ત રહી એકબીજાને ગમતા રહીએ !
  a common song of our hearts…very nice.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 4. P.K.Davda કહે છે:

  બહેન,
  તમારા લખાણોમા પ્રેમની પરિભાષા છે, યુવાનીનો ઉત્સાહ છે, જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ છે અને વિષયોનું નાવિન્ય છે.
  કદાચ ઈશ્વરે તમને જીવનમા જે કંઈ બક્ષ્યું છે તેનો આ આવિષ્કાર છે.

  -પી.કે.દાવડા

  Like

 5. પારુબહેન,
  પ્રિયતમા સાથે સાંજ વિતાવવાની મજાની કવિતા…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s