“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”


“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”

પામવું હતું સખ્ય તારું તે જ તો આશ હતી મારી,
પામવો હતો તારો પ્રેમ એજ તો સ્વપ્ન હતું મારું.

પ્રેમતો જાણે આપણી દોસ્તીને લાગેલો દવ છે,
હ્રદય મારું તારી સરભરા માટે સદાય તત્પર છે.

ક્યારેક તારું સામીપ્ય મારા હોંશ ઉડાવી જાય છે ,
કહેવાની જે હોય છે વાતો, તે ભૂલાય જાય છે.

શ્વાસોની ઘુંટાતી ગરમીમાં શબ્દો ઓગળી જાયછે,
મૌનની મ્હેક્તી નરમીમાં આંખો ચહેકી જાય છે.

પ્રેમ થકી મારો તુજ મહીં મુજનોજ આવિષ્કાર છે,
તુજ મહી મને મળીને, મુજને અનોખો આહ્લાદ છે.

તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે,
ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!

સ્વપ્ન જે થયું સાકાર, તે અકલ્પ્ય અનુભવ છે.
પ્રેમ થકી સ્વર્ગલોક પામ્યાનો જ અહેસાસ છે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

   ****************

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to “પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”

  1. Shrinivas Rao કહે છે:

    Great one, Paru! Keep the good going!!

    Like

  2. nabhakashdeep કહે છે:

    પ્રેમ થકી મારો તુજ મહીં મુજનોજ આવિષ્કાર છે,
    તુજ મહી મને મળીને, મુજને અનોખો આહ્લાદ છે.
    ……………………………………………
    Enjoyed…nice one.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  3. Hetav Pandya કહે છે:

    Nice…!!!!!!
    :))

    Like

  4. P.K.Davda કહે છે:

    “પ્રેમ થકી મારો તુજ મહીં મુજનોજ આવિષ્કાર છે,
    તુજ મહી મને મળીને, મુજને અનોખો આહ્લાદ છે.

    તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે,
    ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!”

    સોઅહમ
    તત્વમસી
    આ બે શબ્દોનો સરસ વિસ્તાર.
    -પી.કે. દાવડા

    Like

  5. venunad કહે છે:

    સાચો પ્રેમ એ પ્રભુનીજ દેન છે, અને છેવટેતો પ્રભુનીજ પ્રતિતિ કરાવે છે. સુન્દર સરસ ગઝલિય ભાવ સાથેની રચના.

    Like

  6. chandravadan કહે છે:

    તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે,
    ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!

    સ્વપ્ન જે થયું સાકાર, તે અકલ્પ્ય અનુભવ છે.
    પ્રેમ થકી સ્વર્ગલોક પામ્યાનો જ અહેસાસ છે !

    પારૂ કૃષ્ણકાંત “પિયુની”
    The Words of “LOVE” (Prem) are born in the Heart.
    Such Words only makes the the “DREAMS” into the “REALITY”
    Liked your Rachana !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Paru….See you on Chandrapukar !

    Like

  7. jayshree કહે છે:

    પ્રેમ થકી મારો તુજ મહીં મુજનોજ આવિષ્કાર છે,
    તુજ મહી મને મળીને, મુજને અનોખો આહ્લાદ છે.
    તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે,
    ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!
    Very nice, such a meaningful poem

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s