“પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”

   “પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”

 આજ ના જાણે થયું શું એકાએક ?
મન માંહી શમણાંની શું જમાવટ ?
કોઈ મહેક પમરે છે હવામાં ,
ખુશીઓથી ભરી જમીન છે !

વાદળીએ  પ્રસારી પાંખડી ,
ખુશનુમા નવેલી  સવાર છે !
ચાંદલિયો ટહુકતો કાનમાં ,
થશે પુરા શમણાઓ જે સેવ્યા છે !

રાહોમાં ખુશીઓની સવારી , 
ને નેનોમાં ડોકાતી ખુમારી છે !
લાંબી તરસતી તલાશોની  ,
હવે બસ મંઝીલ દીસે ઢુકડી છે ! 

ધરીને રાખી હતી ધીરજ  જે ,
હવે બસ ફળ તેના મધમીઠા છે !
ઉમ્રભર હતું પ્રારથ્યું  જે ,
પ્રારબ્ધ હવેતથાસ્તું છે !

આજ ના જાણે થયું શું એકાએક ?
મન માંહી શમણાંની શું જમાવટ ?
કોઈ મહેક પમરે છે હવામાં ,
ખુશીઓથી ભરી જમીન છે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to “પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”

  1. P.K.Davda કહે છે:

    ઘણી ખુશીની વાત છે. બસ તો હવે સારા સમાચાર પણ જણાવી દો !! ઃ)

    Like

  2. Atul Jani (Agantuk) કહે છે:

    સારી રચના છે.
    તથાત્સું ને બદલે તથાસ્તું હોવું ન જોઈએ?

    Liked by 1 person

  3. શ્રી પારુ બહેન

    આજ ના જાણે થયું શું એકાએક ?
    મન માંહી શમણાંની શું જમાવટ ?
    કોઈ મહેક પમરે છે હવામાં ,
    ખુશીઓથી ભરી જમીન છે !

    ઘણા સમયે પાવન પગલાથી એક અનેરો ઉત્સાહ ભર્યો સંદેશ લાવ્યા છો.

    ખુબ અભિનંદન.

    Like

  4. Jayshree કહે છે:

    ઘણા વખતે તમારી રચના વાચીને આનંદ થયો . WELCOME BACK

    Like

Leave a comment