પ્રીતિના પ્રયત્નો મુલત્વી રાખજો પિયુજી, પહેલા, પ્રેમનો અર્થ સમજો તો માનું!

“તો માનું”

પ્રીતિના પ્રયત્નો મુલત્વી રાખજો પિયુજી,

પહેલા, પ્રેમનો અર્થ સમજો તો માનું!

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! …. ૨

ઇન્દ્રધનુષી ખ્વાબોમાં પછી રાચજો પિયુજી,

પહેલા ફૂલોના રંગો જણાવો તો માનું રે!

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે!…..૨ 

પ્રેમગીત તણાં સુરો પછી આલાપજો પિયુજી !

પહેલા લાગણીનાં છંદો સીખો તો માનું રે !

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! ……૨

પ્રણયની રોશની પછી ઝગાવજો પિયુજી !

પહેલા પ્રેમદીપક જલાવો તો માનું રે!

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! ……૨

પ્રણય મસ્તીની સતામણી પછી રાખજો પિયુજી!  

પહેલા પ્રેમથી મનાવો તો માનું રે !

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! …..૨

શમણામાં સાથ પછી માંગજો પિયુજી !

પહેલા રાતભર તારા ગણો તો માનું રે!

હુંતો ના માનું, ના માનું, ના માનું રે!

પ્રિયા ના માને  ના માને , ના માને રે! …..૨

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો, Uncategorized and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to પ્રીતિના પ્રયત્નો મુલત્વી રાખજો પિયુજી, પહેલા, પ્રેમનો અર્થ સમજો તો માનું!

  1. P.K.Davda કહે છે:

    આટલી બધી અઘરી અઘરી શરતો મૂકો તો પછી એ કેમ માને? ઃ)
    (ખરેખર બહુ સારી રચના છે)

    Like

  2. Daxesh Contractor કહે છે:

    સરસ ભાવો ગુંથ્યા છે ..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s