” ચિંતા અને તણાવ પ્રત્યે …..”

“ચિંતા અને તણાવ પ્રત્યે …..”

“ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે શરીરનું  નૂર!

 ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.”

અથવા

‘ચિંતા બડી અભાગણી, ચિંતા સબકો ખા ગઈ,

 ચિંતા સબકા પીર, ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ-જ્ઞાન.’

માનવ  જીવનની મહામૂલી સફરમાં  ચિંતા અને અસ્વસ્થતાનો મારગ લેવાને  બદલે શાંતિ અને સ્વસ્થતાનો મારગ લેવો સલાહ ભરેલો છે, પસંદગી આપના ઉપર નિર્ભર રહે છે .
માનવ જીવનમાં કેટલાય એવા સંજોગ આવે છે,  અમુક એવી પરિસ્થિતિ જે વાદ વિવાદ ઉભા કરે છે, અને તેને કારણે મનની શાંતિ ડહોળાઈ જાય છે અને માનવી સખત ચિંતા અને ગ્લાનીનો અનુભવ કરે છે.  આર્થિક પ્રશ્નો, ભવિષ્યનું પ્લાનિંગ કે આર્થિક સુરક્ષા, કે પછી સંબંધમાં તણાવ ….  જેવા મુદ્દાઓ અને પ્રશ્નોને કારણે સતત ગમગીની અને તણાવ રહે છે. આવનાર પરિસ્થિતિ અંગેની ચિંતા કે કોઈ અજાણ વાતનો ડર મનને નબળું બનાવી ને અસ્વસ્થ કરી મૂકે છે .  ભવિષ્યમાં થઈ શકે એવું, સંભવનીય પરિસ્થિતિના વિચારો, ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ, અને તેની વર્તમાન ઉપરની અસર, વિગેરે એવી વાતો છે જે તણાવ અને ગ્લાની પ્રેરનારા બની રહે છે …અને જો આવી લાગણીને ઉદ્દેશી તે અંગે કોઈ પગલા લેવામાં ના આવે તો તે અજ્ઞાત ડર અને વહેમનું કારણ બની અને જીવનનો આનંદ અભડાવી જાય છે.
તણાવનું સાચું કારણ એ છે, કે જીવનમાં એવી પરિસ્થિતિનો સામનો થાય છે જે અંગે તમે કશુંજ કરી નથી શકતા કે નથી તેને તમે બદલી  શકતા !   આપણાં જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિ ઉપર કાબુ ધરાવવો અશક્ય છે . દરેક સંજોગ અને સ્થિતિને બદલીને મચડીને સ્વયં ને માટે અનુકુળ બનાવવી શક્ય નથી . સ્વયંની લાગણીઓ અને ભાવનાઓ ઉપર પણ સંપૂર્ણ કાબુ ધરાવવો લગભગ અશક્ય છે આપણે એ પણ સ્વીકારવું જરૂરી છે.  માટે, જીવનમાં જ્યારે તમે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા હો ત્યારે, વ્યક્તિગત આદર્શ અને પોતાની લાગણીઓને અનુસરવાની કોશિશ કરો છો . પરંતુ જરૂરી નથી હોતું કે તમારી લાગણીઓ અને આદર્શ સાચાજ  હોય અને ધારેલા પરિણામ અપાવે !

જીવન કેટલું  સરળ હોત જો જીવન સફરમાં કોઈ એવો સાથી … કોઈ એવો ભોમિયો,  સાથે હોય જે સતત સાચો અને સરળ મારગ ચીંધે અને દરેક ચિંતા અને ઉપાધિની ઉપર પ્રભુત્વ મેળવી અને તણાવ અને ગ્લાનીમાંથી  બહાર કાઢી અને સંપૂર્ણ શાંતિ અને સ્વસ્થતાનો અહેસાસ આપે! એ સાથી છે આપણા અંતરમાં  બિરાજેલા પ્રભુજી !
“પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ નારાયણ દેવ, દયા કર દેવા દયા કરજે , મારી ચિંતાઓ અને ગ્લાની હરી લેજે , મને શાંતિ અને સ્વસ્થતા બક્ષી જે.  મારી ભૂલો માફ કરી અને મને સાચો રાહ ચીંધજે. પ્રભુ મને તારા ચરણોમાં સ્થાન આપજે.  શ્રદ્ધા ભક્તિ અને સદ્દબુદ્ધિ આપજે “

પારૂ કૃષ્ણકાંત “પિયુની”
૩૧.૩.૨૦૧૨

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Inspirational and tagged , , , , , , , , , . Bookmark the permalink.

11 Responses to ” ચિંતા અને તણાવ પ્રત્યે …..”

  1. P.K.Davda કહે છે:

    બહેન, તમારી વાત સાચી છે.
    There can not be a question, which has no answer. There can not be problem, which has no solution. It is a matter of time.

    બહુ સરસ લેખ છે.

    Like

  2. nabhakashdeep કહે છે:

    સમસ્યા અને સમાધાન માટે જ આ સંસારની લીલાઓ છે. લેખ દ્વારા આપે
    મનનીય વિચારોને ગુંથ્યા છે. સુશ્રી પારુબેન ..ખૂબ જ સરસ લેખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. આદરણીય બહેનશ્રી. પિયુનીબેન

    માનવ જાત માટે આપે સુંદર લેખ મુકેલ છે.

    લેખ ખુબ જ ગમ્યો

    Like

  4. Dr. Sudhir Shah કહે છે:

    Do visit this Shreenathji Darshan Application..
    Its Directed by Me.

    Link : http://www.youtube.com/user/shreenathjibhakti?feature=watch

    Dr Sudhir Shah

    Like

  5. Pradeep H. Desai કહે છે:

    It is 100% true. If we lower our expectations & deisres in our life then, worries can be lowered. Understanding of life & faith in Lord is requiredto overcome worrries.

    Thanks for this good artice.
    Pradeep H. Desai
    USA

    Like

  6. chandravadan કહે છે:

    “ચીન્તા ચીન્તા “તો મન કહે,
    મનને હૈયું ત્યારે કહે….
    “દુર જા તું ! શાને પરેશાન મને ?”
    ત્યારે, આત્મવિશ્વાસ સહાય કરે તને,
    બસ,ચંદ્રવાણી તો આવી રહી,
    ના જાણું, “પીયુ”ને એ ગમે કે નહી ?
    >>>>ચંદ્રવદન
    Paru…
    I had been to your Blog….* I am back !
    Not seeing you on Chandrapukar.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you on my Blog !

    Like

  7. chandravadan કહે છે:

    Paru,
    Back to your Blog & see the Post of March….So it seems you are busy or away from Home.
    Anyhow….I wanted to leave my “prints” of this visit…& so another comment for the Post !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

    Like

  8. pravinshah47 કહે છે:

    લેખ વાંચીને ખુબ આનંદ થયો. ચિંતા કરીએ તો પણ જે પ્રશ્ન છે, તે તો ઉભો જ રહેવાનો છે.
    એને બદલે એ પ્રશ્નને સ્વીકારી એનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો.
    પ્રવીણ શાહ

    Like

  9. hansvahini કહે છે:

    પરુબેને ચિંતા અને તણાવના સંદર્ભમાં બહુજ સરસ રીતે સમજાવ્યું છે કે જીવનમાં હળવાશ અને આનંદપૂર્ણ રહેવા માટે કેવી રીતે સાચી સમજણ કેળવવી. તેમણે સમજાવેલા દરેક મુદ્દાનું મનન અને ચિંતન કરીને દરેકે પોતાની સમસ્યાઓના સંદર્ભમાં એક જુદીજ દ્રષ્ટિ કેળવીને હમેંશ પ્રસ્સન રહેવા માટેની ગુરુ ચાવી બતાવી છે.

    Like

  10. bhattji કહે છે:

    મજાનું લખોછો, વાંચવાથી આનંદ થાય તેવું

    Like

  11. Ram Virani કહે છે:

    ખુબ જ સારું લખ્યું છે તમે : પારુ કૃષ્ણકાંત “પિયુની”

    Like

Leave a reply to chandravadan જવાબ રદ કરો