જિંદગી…. શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ!

“ જિંદગી ”
આવતી જો રીમઝીમ વર્ષાની હેલી,
સોહામણા ભવિષની કરતી આગાહી,
ક્યારેક વળી ગમની શ્યામલ વાદળી.
રહેતું નથી કાંઈ  હંમેશા સમૂળ,
સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર!
શ્યામલ વાદળી માંહી વર્ષા,
ને વર્ષા માંહીજ મેઘધનૂષ!
ઝટ સરી જતી પળો ખુશીની,
આનંદે તે ભોગવી રહેવું પ્રભુનાં આભારી.
ક્યારેક જો વળી આવે આપત્તિ,
આસ્તિક કદી નવ થાજો આશાહીન,
એજ તો છે આપણી આસમાની સુલતાની!
જો વળી કદી સુખ થતું દુઃખને આધીન,
જાણવી જુક્તિ એ સર્જનહારની,
જાતકની  જિજીવિષા પ્રબળ ઘણી,
રહેતી અખંડિત અમર આશા ઘણી!
ઉદ્વિગ્ન ઉરમાં તે ભરતી ઉત્સાહનો ઉછરંગ,
ખમીખમી ને પછડાટ અડીખમ રહેતી જિંદગી!
પ્રસારીને સોનેરી પાંખો વળી ઉડવાને તૈયાર જિંદગી !
થઇ સાહસિક વહેવાને બોજ તૈયાર જિંદગી !
થતી કદીના આશાહીન જિંદગી !
ધૈર્ય અને શૌર્યથી વિજયાંકિત જિંદગી!
પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

 

 

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Uncategorized and tagged , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to જિંદગી…. શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ!

  1. venunad કહે છે:

    “થતી કદીના આશાહીન જિંદગી ”
    અતિ સુંદર વિચરો નિરુપાયા છે. ખૂબજ ગમ્યું.

    Like

  2. venunad કહે છે:

    “થતી કદીના આશાહીન જિંદગી ”
    ખુબજ સુંદર અભિવ્યક્તિ થઈ છે.

    Like

  3. aataawaani કહે છે:

    પ્રિય પારૂબેન
    તમારી કાવ્ય કરવાની આવડત ની હું ખરા હૃદય થી પ્રશંશા કરું છું . આતા નાં ઘણા આશિષ પ્રગતિ કરતા રહો

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s