“માનવી નું જીવન”

 “માનવી નું જીવન”

મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,HoldingHands-300x452
ને માનવ જીવન જાણે કે હાથ વણાટ ની જાજમ .
ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ ,
તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત .
ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર ,
ને વળી અજોડ એવી દાંપત્યની સોનેરી કોર .
ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ ,
તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી .
ક્યાંક વળી સામાજિક બંધનોની ગૂંચવણ ,
તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ .
જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,
પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ ,
ને ઝાઝી ના લઈએ મન પર વાત ,
નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,
ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,
જો જાય છૂટી મનની આંટી ,
તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી ,
બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન .

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
Image | This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to “માનવી નું જીવન”

  1. P.K.Davda says:

    મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,
    ને માનવ જીવન જાણે કે હાથ વણાટ ની જાજમ .

    સપનાનો વાણૉ ને સ્નેહનો તાણો
    બે નું બનેલું જીવન જાણૉ,
    આની કોરે રમણા, ને પેલી કોરે ભ્રમણા,
    વચ્ચે વહ્યા જાય જીવન જમના.

    Like

  2. સહ્જીવન અને સાયુજ્યની અતિ સામાન્ય વાત,”.ઘર ઘરકી કહાની” જેવી તમારી વાત !
    “…………….દાંપત્યની સોનેરી કોર .
    ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ ,
    તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી .
    ક્યાંક વળી સામાજિક બંધનોની ગૂંચવણ ,
    તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ .
    જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,
    પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ ,
    ને ઝાઝી ના લઈએ મન પર વાત ,
    નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,
    ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન ,”
    …………………………………………………………………
    ” કુમુદ પટવાની હ્રદયમં અંકાયેલી બે પંક્તિઓ સહજ યાદ આવી જાય છે !
    ” આંસૂઓના પડે પ્રતિબિમ્બ એવા દર્પણ ક્યાં છે?
    કહ્યા વિનાયે સઘળું સમજે એવા સગપણ ક્યાં છે ?”
    આપસમાં જો એક સમજણપૂર્વકનો સહ-સંવાદ હોય, તો સમસ્યાના સમાધાન-નિરાકરણ સહેલાં …..
    આવાજ ‘કઈંક’ મુદ્દદ્દાઓની તરફ ઈશારો કરતી મારી એક ક્રુતિની લાઈનો ટાંકવાની લાલચ રોકી શકતો નથી !

    “આપી આપીને સહેજ હસીને પ્રેમપત્ર આપો!
    સ્મિતભર્યો ચમકતો ચહેરો આપો તો જાણીએ.
    લખેલી લાગણી બધી, સમજુડા વાંચી લે, ખરું!
    વણલખ્યું આહ્ લાદક વાંચવા મળે તો માણીએ,
    કાનો,માતર અનુસ્વારના અર્થ તો લોકો ઉકેલે ,
    ટેરવાંના ટપકાંની ભાષા ઉકેલો તો પ્રમાણીએ,
    વાજાં, શરણાઈ, ઢોલ તો સૌ સાંભળે, સંભળાવે ,
    સ્પર્શના રણઝણ સ્પંદન સંભળાવો તો જાણીએ .
    સામે બેઠા રહો,તમને એકટક નીરખતા જોઈએ ,
    શ્વાસોની આવન-જાવનને સરખાવીએ,માણીએ
    ચાલો મેળ પડે તો, મેળવીએ,પારખી,જમાવીએ,
    સૂર-લય , તાલ મળતા મળી જાય,અજમાવીએ,

    -લા’ કાંત / ૭.૭.૧૪

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s