“તું અને હું”

“તું અને હું”

તું  સ્વતંત્ર  સ્વૈવિહારી  ,
હું વ્હાલપની હુંફમાં વિહરતી ,
તારો મારા હ્રદય માંહી વહાલસોયો  વિસામો .

હું  ભામા ભદ્રિક  ભાવોની ,
તું સંસ્કૃત  સમ્માનિત સદાચારી ,
તને આદરે આરુઢું  અણુ અણુ માંહી.

તું અને હું જીવ્યા કંઈ લાખ બંધનોમાં ,
તું મગ્ન માળી સુગંધિત મધુવનનો ,
હું તેમાં જીવન ભરતી સ્નેહલ  નિર્ઝરી .

તું મારો સમર્થ સહ્રદયી સાજન ,
હું તારી પ્રેમે સમર્પિત સજની ,
તુજમાં હું ને મુજમાં તું  એવુંજ  બની રહેવું !

પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Uncategorized and tagged , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to “તું અને હું”

 1. Ramesh Patel કહે છે:

  એક એક પંક્તિમાં અનોખાપણું…આગવી શૈલીની હૃદયવાણી અનુભવે જ વહે…ખૂબ જ સુંદર અભિવ્યક્તિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. P.K.Davda કહે છે:

  તું સ્વતંત્ર સ્વૈવિહારી ,
  હું વ્હાલપની હુંફમાં વિહરતી ,
  તારો મારા હ્રદય માંહી વહાલસોયો વિસામો .

  પ્રત્યેક પંક્તિમાં ભીનાશ.

  Like

 3. La Kant Thakkar કહે છે:

  “તુજમાં હું ને મુજમાં તું એવુંજ બની રહેવું ” આ પ્રકાર ની એકરુપતા જ ” પારસ્પરિક ‘સ્નેહ-સંબંધ બંધ ની ધ્યોતક-પ્રતીક ! આવાજ ભાવ સહિતની પંક્તિઓ ….

  “હું,તું/તમેની ભાષા તો સામાન્ય છે,બધાય બોલે ,
  ‘આપણે’ની સહિયારી ભાષા કેળવીએ,જાળવીએ,
  મારું, તારું/તમારું-સહિયારું ગોઠવીને,મિલાવીએ,
  આ નથી,તે નથી-ખૂટતાની બેઉ માં પૂર્તિ કરીએ.”
  …………………………………………………………………………………………………………………………………….
  તું હોય…
  =====
  “મારી ભીતર એક બીજ વિકસે ,ફળે,જ્યારે તેને મારું-તારું નામ મળે,
  નામનું સ્મરણ,નામનો ઉચ્ચાર,સ્પર્શ-રણઝણ કંપ ઘણુંબધું ખળભળે,
  નામની સુગંધ, અવનવા સ્પંદન આંદોલન અંતરમાં સળવળ્યા કરે!
  ઝાકળ-પોતનું,શીતલ-ભીનું ખુશ્ક મજાનું વાતાવરણ મને ઘેરી વળે ”
  ……………………………………………………………………………………………………………………………………

  -La’ Kant Thakkar ,” કઈંક “

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s