“મળવા જેવા માણસ” – 1 વિનોદ ગણાત્રા

P K Davda

આદરણીય શ્રી P  K  Davda  ગુજરાતી નેટ જગતનું જાણીતું અને માનીતું નામ . તેઓ  પાસે  હંમેશા મિત્રો સાથે શેર કરવા માટે કંઈક નવું હોય છે . તેઓના જુના અનુભવો, યાદ, જાણકારી, કાવ્યો, વાતો , તો ક્યારેક કાવ્યો ને ક્યારેક ફોટો . તો વળી  ક્યારેક You Tube ઉપર અપલોડ કરેલા સ્વરચિત વિડીયો .  હમણાં થોડા સમય થી તેઓએ તેમના જાણીતા મિત્રોનો પરિચય નેટ જગત ના અન્ય મિત્રો સાથે કરાવવાનું ચાલુ કર્યું છે, આવું ભગીરથ કાર્ય પણ ખુબજ સરળ રીતે માત્ર બે વાક્યની પ્રસ્તાવના થી શરુ કર્યું  ………. ” હું થોડી એવી વ્યક્તિઓને ઓળખું છું કે જે લોકો મારા મતે મળવા જેવા માણસો છે. આવા લોકોને પરિચય હું મારા મિત્રોને કરાવવા ઈચ્છું છે. આ હારમાળાનો પહેલો પત્ર મોકલું છું, આશા છે કે તમને સૌને ગમશે.”   આજે તેમની  “મળવા જેવા માણસ ”  લેખમાળા ના લગભગ 22 અંકો પ્રગટ થઇ ચુક્યા છે.   એ તમામ લેખોનું સંકલન અહી “પિયુની ના પમરાટ” ઉપર પ્રગટ કરતા અતિ આનંદ અનુભવું છું.

 

 

વિનોદ ગણાત્રા

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહુ લાઈમલાઈટમાં નહીં આવેલી એક પ્રતિભા છે વિનોદ ગણાત્રા. કદાચ ભારતમાં તેમને, તેમની ફિલ્મોને ઓળખનારા હશે તેના કરતાં વિદેશોમાં વધારે હશે. તેમની ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સ ગજાવે છે. તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં જયુરીના સભ્ય તરીકે પણ આમંત્રણ મળે છે.

‘હેડા હૂડા’, ‘લુક્કાછુપ્પી’ અને ‘હારુન-અરુણ’. આવી ફિલ્મોનાં નામ સાંભળ્યાં છે? નથી સાંભળ્યાં ને? તોજાણી લો કે ‘હેડા હૂડા’ પંચાવન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ ચૂકી છે, તો ‘લુક્કા છુપ્પી’ બાવીસ અને ‘હારુન-અરુણ’ બે ડઝન ફેસ્ટિવલની શોભા બની ચૂકી છે. આત્રણેય ફિલ્મોના દિગ્દર્શક છે આપણા ગુજરાતી વિનોદ ગણાત્રા. ‘હારુન-અરુણ’ તો ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં શૂટ થયેલી ફિલ્મ છે, જેને શિકાગોઆંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સુપ્રતિષ્ઠિત ‘લીવ ઉલમાન પીસ પ્રાઈઝ’ મળેલ છે.

કેતન મહેતાની ફિલ્મ ‘ભવની ભવાઈ’ (૧૯૮૦) પછી આટલું મોટું આંતરરાષ્ટ્રીયસન્માન કોઈ ગુજરાતી ફિલ્મને મળ્યું હોય તેવો આ પહેલો પ્રસંગ છે.
વિનોદ ગણાત્રા એ.દિગ્દર્શક તરીકે ફિલ્મો તો તેમણે ત્રણ જ બનાવી છે ‘હેડા હૂડા’, ‘લુક્કા છુપ્પી’ અને ‘હારુન-અરુણ’, (ત્રણેય ફિલ્મોનું નિર્માણ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયા’એકરેલું છે) પરંતુ આ ત્રણ ફિલ્મો બનાવતા અગાઉ તેઓ ૪૦૦ જેટલી ડોકયુમેન્ટરી અનેન્યૂઝરીલનું દિગ્દર્શન-એડિટિંગ કરી ચૂક્યા છે તથા ૨૫ જેટલા જુદા-જુદા ટીવીકાર્યક્રમો પણ બનાવી ચૂક્યા છે.
ચાલો જાણીએ કે કેવી રીતે શરૂ થઈ તેમની આ દિગ્દર્શક તરીકેની યાત્રાતેમના જ શબ્દોમાં.

‘હું તો ભાઈ, મુંબઈના ઘાટકોપરમાં આવેલી ઝુનઝુનવાલા કોલેજમાંકલર્ક હતો, પણ એક રોંગ નંબરે મારી જિંદગી જ બદલી નાખી અને એ રોંગ નંબરને લીધે જ હુંફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ચઢ્યો. બાકી અમારા કચ્છી પરિવારમાંથી ફિલ્મમાં કોઈ નહીં.વળી, કચ્છી લોકોમાં તો ફિલ્મલાઈન ખરાબ લાઈન તરીકે જ ઓળખાય, પણ મને રસ ખરો. બીજું કેહું લોઅર મિડલ કલાસનું બાળક. મારા પિતાજી ડોક પર ક્લિયરિંગ એજન્ટનું કામ કરતા. મનેગમે તેટલો રસ હોય તો પણ ફિલ્મોનાં સપનાં જોવાં આપણું ગજું નહીં કારણ કે સારો સ્ટીલફોટોગ્રાફીનો કેમેરા પણ ખરીદવાના વેંત નહોતા.

આર્થિક કારણોસર જ કોમર્શિયલઆર્ટનો અભ્યાસ અધૂરો મૂકીને નોકરી પર લાગી જવું પડ્યું હતું. ઝુનઝુનવાલા કોલેજમાંકલર્ક તરીકે કામ કરતો. સાંજની કોલેજમાં મારી ડ્યૂટી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડતોહતો. કોલેજમાં હું એકલો જ હતો ત્યારે એક ભાઈનો ફોન આવ્યો, એ ભાઈએ કહ્યું કેતમારી કોલેજની સામે જ હુંરહું છું. ત્યાં મારી વાઈફ પ્રેગ્નન્ટ છે અને એકલી છે.પ્લીઝ તમે મારીવાઈફને મેસેજ આપો કે હું સલામત છું અને મારી ચિંતા ના કરે. હું કાલે જ ઘરે આવીશકીશ. મને એ ભાઈની વાતમાં સચ્ચાઈ લાગી એટલે મેં સામે ઝૂંપડપટ્ટીમાં તેનું ઘર શોધીનેતેની પત્નીને મેસેજ આપ્યો કે તારો પતિ કાલે આવી જશે, તું ચિંતા ના કરીશ. એ પછી પેલાભાઈ મારો આભાર માનવા માટે મળવા આવ્યા અને કહ્યું કે, તમારે શુટિંગ જોવું હોય તોકહેજો. મને શોખ તો હતો જ, પણ પહેલા ક્યારેય મોકો નહીં મળેલો, એટલે મેં તો એ ભાઈનુંતરણું પકડી લીધું. એક દિવસ તેણે કહેલા મોડર્ન સ્ટુડિયો પર ગયો. ત્યાંખબર પડી કે તે ભાઈ ઓફિસમાં પ્યૂન હતા. એમની ઓળખાણથીહું સ્ટુડિયોના ચક્કર કાપવા લાગ્યો. એક દિવસ મીનાકુમારીની ફિલ્મ ‘અભિલાષા’માં પ્રોડક્શન યુનિટમાં કોઈ વ્યક્તિની જરૂર હતી, એટલે મને એ જોબ ઓફર મળી. હું તો નોકરી છોડી પ્રોડક્શનના કામમાં લાગી ગયો.

દિગ્દર્શકકાંતિલાલ દવેએ મને એડિટિંગ શીખવા કહ્યું, એટલે હું એડિટિંગ શીખવા લાગ્યો. પછી સહાયકદિગ્દર્શક તરીકે પણ કામ કર્યું અને પછી દિગ્દર્શક-એડિટર તરીકે ડોકયુમેન્ટરી કરવાલાગ્યો. અમદાવાદ દૂરદર્શન માટે ધીરુબહેનની વાર્તા પરથી ‘નાગરદાસની હવેલી’  સિરિયલ બનાવી હતી. દિલ્હી દૂરદર્શન માટે ‘બેંગનદાદા’ બનાવી. મરાઠીમાં પણ ચાર સિરિયલો બનાવી. જીવનના બાવનમા વર્ષે મેં ફિલ્મમાં ઝંપલાવ્યું અને ‘હેડાહૂડા’થી શરૂઆતકરી.’

વિનોદભાઈની ફિલ્મોમાં બાળકો કેન્દ્રિયસ્થાને હોય છે. તેમનીત્રણમાંથી બે ફિલ્મોનું બેક ડ્રોપ કચ્છ છે. તેઓ કહે છે કે, ‘મને બાળકોના પ્રોગ્રામો અને તેમની વાતો વધારે ગમે છે. બે દાયકા કરતાં વધુ સમયથી હુંબાળકોની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું, મારી ‘બેંગનદાદા’ સિરિયલ દૂરદર્શન પર ૧૭ વારપ્રસારિત થઈ છે. ત્યારથી છોકરાઓ સાથે કામ કરવાની મજા પડે છે. વળી છેલ્લાં વીસ વર્ષથી હું આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ સાથે સંકળાયેલો છું.બીજી વાત કે કચ્છ એ મારું મૂળ વતન છે. બાળપણથી કચ્છ સાથેનો મારો ગાઢ નાતો રહ્યો છે. એટલે જ મારી ફિલ્મોમાં પણ કચ્છ જોવા મળે છે.’

તેમની ‘હેડા હૂડા’ ફિલ્મ દુનિયાના ૫૮ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવી.
તેઓ કહે છે કે, “જીવનભર મારે તો બાળકો માટે સારી સારી ફિલ્મો બનાવતા રહેવું છે, એ જમારો ધ્યેય છે, પરંતુ બાળકોના વાલીઓને હું એક વાત ખાસ કહેવા માગું છું કે, મા-બાપબાળકોને સારી ફિલ્મો બતાવવા માટે જાગૃત થાય તે બહુ જરૂરી છે. બાળકને સારું જમવાનું આપવા માટે, સારાં કપડાં આપવા કટિબદ્ધ હો તો બાળકને સારું મનોરંજન આપવા પ્રત્યે પણ કટિબદ્ધ બનો.”

P K Davda

Advertisements

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મળવા જેવા માણસ” P K Davda and tagged , , , . Bookmark the permalink.

2 Responses to “મળવા જેવા માણસ” – 1 વિનોદ ગણાત્રા

 1. આદરણીય વડિલ દાવડા સાહેબની કલમના પ્રતાપે જીવનભર

  ક્યારેય ન મળી શકાય એવા મહામુલાં રત્નો કેરી જીવન ઝરમર માણવા મળી

  શ્રી પારુબહેન આપે સર્વે લેખોને એકત્ર કરી “પિયુનીના પરમાટે ” મહેકાવ્યા તે

  બદલ આપનો ખુબ જ આભાર

  Like

 2. આદરણીય વિનોદભાઇ ગણાત્રા એટલે જેમનુ બહુમાન ૩૪ દેશોમાં થયુ

  એવો ગર્વિલો ગુજરાતી ને ગુજરાતનું ગૌરવ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s