“મળવા જેવા માણસ” – 7 હરિકૃષ્ણ મજમુંદાર

harikrshn Majmudar1

હરિકૃષ્ણ મજમુંદાર 

હરિકૃષ્ણનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસ વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.

૧૯૪૧માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩માંએમને મુંબઈમાં એકાઉન્ટન્ટજનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાંજ, ૧૯૪૮માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટજનરલનીઓફીસમાં કામકરતા હતા ત્યારે ૧૯૬૦માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭  સુધીત્યાં કામ કરીને નિવૃત્ત થયા.

નિવૃતિ બાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના  મોટાકામ કર્યા. ૧૯૮૫માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિ બાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ ન હતું,  સંજોગોને આધિન સમય વ્યતિત થતો હતો.”

૧૯૮૫માંતેઓઅમેરિકાઆવ્યા. અમેરિકામાં આવીને એમણે કોમ્યુનીટી કોલેજમાં કેલ્ક્યુલસ અને શેક્સપિયરનો ઊંડો અભ્યાસ કર્યો. કેલક્યુલસ વિષયમાં તોતેમણે “ફેકટરાઈકઝેસન” નામનું પુસ્તક પણ લખ્યું. ત્રણ વર્ષ સુધી ઈન્ડિયા પોસ્ટ નામના છાપા માટે કોલમ લખી.

અમેરિકામાં મોટી ઉંમરના ભારતીયોની વિટંબણાઓથી જેમજેમ પરિચિત થતા ગયા તેમતેમ તેનો ઉકેલ લાવવા સિનિયરોને લગતા કાયદાઓ અને સિનિયરોની અપાતી છૂટછાટનો અભ્યાસ કરતા ગયા. ભારતથી આવતા લોકોની સોશ્યલ સીક્યુરીટી, ઇમિગ્રેશન અને અન્ય વિષયની ગુંચો ઉકેલવાની મદદમાં લાગી ગયા. વડિલોની મુંઝવણો સમજી લઈને એનો સમાધાનપૂર્વક ઉકેલ લાવવામાં મદદરૂપ થવા લાગ્યા. ૨૦૦૨માં અમેરિકાની વેલ્ફેર યોજનાની માર્ગદર્શિકા “ભુલભુલામણીનો ભોમિયો” (Mapping of the Maze) પુસ્તક લખીને સિનિયરોને માર્ગદર્શન  આપ્યું. અનેક સ્થળૉએ સિનિયરોને માર્ગદર્શન આપવા વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. અમેરિકાના સેનેટરોને, અદાલતોને, પત્રકારોને અને નેતાઓને પત્રો અને પીટિશન્સ લખી લોકોને ન્યાય અપાવવા લાગ્યા. બસ લોકો તેમને દાદાના  હુલામણા નામથી ઓળખતા થયા.

એમણે સિનિયરોને સલાહ આપીકે સ્વાલંબીબનો, પરિવારમાં મદદરૂપ બનો, જીવન માત્ર જીવોજ નહિં પણ એને માણો. પોતે પોતાની પુત્રીના બેકયાર્ડમાં પોતાનો ઓરડો બાંધી સ્વાલંબી જીવનજીવીને ઉદાહરણ પૂરૂં પાડે છે.

તેમની સેવાની પ્રવુતિ માટે તેમને ઘણા એવોર્ડ મળ્યા છે, Santa Clara County ના Human Resources Commission તરફથી “Toni Sykes Memorial Award ” દાદાને મળ્યો છે. દાદા પોતે કાયમી વસવાટ માટે પરદેશથી આવેલ વસાહતી છે. 2011માં તેમણે”સાઉથ એશિયન સિનયર સર્વિસ એસોસીએશન” રચ્યું છે. આજની તારીખે દાદા છેલ્લાંમાં છેલ્લાં કાયદા અને નિયમો વિષે પોતાને માહિતગાર રાખે છે અને ઝીણવટ, સમજ અને અનુભવી કોઠાસુજથી લોકોના વણઉકેલ્યા કોયડાને ઉકેલે છે. દાદાજીની વાત સીનિયરોને અને ભવિષ્યની પેઢીને વિચારતા કરી મૂકે તેવી મૌલિક છે. દાદા કહે છે “અમેરિકામાં રહેનાર ભારતીય સીનિયરો પોતાના સાંકડા વર્તુળમાં પોતાનું જીવન જીવી નાખે, તેના કરતાં બહાર આવી અહીંનાં સમાજની વિશેષતા માણેતો આનંદપુર્ણ જીવન જીવી શકે. “સ્વ” પરથી નજર હટાવી “અમારા” પર નજર કરવાની જરૂર છે. હકારાત્મક જીવનમાં સુખી થવાનોઆ ગુરૂમંત્ર છે. દાદાની વડિલોને સલાહ છે કે બાળકો ઉપર તમારા સિધ્ધાન્તો અને તમારા અનુભવો ન થોપતા. શક્ય છે કે બદલાયલા સંજોગ અને બદલાયલા સમયમાં એ એમને ઉપયોગી ન પણ થાય.

દાદા કહેછે, “ અહીં અમેરિકામાં હું મારા જીવનનું નિયંત્રણ કરી શકું છું, કારણકે અહીં લોકો નૈસર્ગિક જીવનજીવે છે. લોકો અહીં માન અને પ્રેમના ભૂખ્યાછે, અને અન્યોને પણ તેઓ માન અને પ્રેમ આપે છે. મને મારા કાર્યના બદલામાં પૈસાની ભૂખ નથી, લોકો મને જાણે, મારા કાર્યની નોંધ લે, મારા માટે એજ પુરતું છે. અહીં તમે કંઈ પણ ન કરો તોજ તમારૂં કાર્ય વણનોંધ્યું રહે.”

-પી. કે. દાવડા

 

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in “મળવા જેવા માણસ” P K Davda and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s