“જીવન”…… ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું !

   “જીવન”jiwan 5

ક્યારેક વળી મને લાગતું એવું,

નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું !

ક્યારેક વળી મને આશ્ચર્ય એવું,

સુખમય ધન્ય જીવન આવું !

ક્યારેક વળી પરિક્ષણ એવું,

પ્રતિકૂળ સમયે શીખવ્યું કેવું !

ક્યારેક વળી મને વિસ્મય જેવું,

પ્રબળ મનોબળ મારું કેવું !

ક્યારેક વળી અન્વીક્ષા જેવું,

અહી આ જગમાં મુજનું હોવું !

ક્યારેક વળી પરમ સ્વીકાર જેવું,

કોઈ કલ્યાણ ઉદ્દેશે મારું હોવું !

ક્યારેક વળી પજવતું પ્રશ્ન જેવું ,

અસ્પષ્ટ અલૌકિક આભાસે એવું !

ક્યારેક વળી સ્પષ્ટતા ગોતતું ,

કંઈક સૌમ્ય પરમ પ્રકાશે ધીમું !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , . Bookmark the permalink.

2 Responses to “જીવન”…… ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું !

  1. P.K.Davda says:

    આવી આવી અનુભૂતિ એટલે જ જીવન.

    Like

  2. aataawaani says:

    પ્રિય પારૂબેન “પીયુની ”
    તમારું જીવન વિશેનું કાવ્ય પ્રશંશા કરવા યોગ્ય છે . એક કચ્છી દોહરો યાદ આવી ગયો .
    (મન ) ઘડીક્મે કીડી ઘડીક્મે મકોડી ઘડીક્મે કેસરી શી
    હૈડો હકડી ધારણે ન રહે સજો ડી

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s