“ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ

“ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ”

કોઈ પણ વિષય કે કાર્યક્ષેત્ર માં, કોઈ સારો અને સહ્રદયી , હોશિયાર શીખવનાર મળી જાય તો તે વિષય માં કે કાર્યક્ષેત્ર માંકુશળતા મેળવવી, શીખનાર માટે ઘણીજ સહેલી થઇ પડે છે . સંસાર માં જ્યાં જ્યાં નજર નાખીશું ત્યાં સમજાય જાશે કે, દરેક વ્યક્તિ કોઈ ને કોઈ શીખવનાર પાસે થી પોતાને જરૂરી એવું શીખીજ લે છે. અજાણ્યા જંગલમાર્ગે(trekking ) આપણે ભૂલા ના પડીએ , અને સંકટ માંથી ઉગરી જઈએ તે માટે આપણે ભોમિયા ને સાથે લઇ જઈએ છીએ તેવુજ, આધ્યાત્મ માર્ગે પણ છે. જેઓને પ્રભુ ના માર્ગે વળવું છે, અને જીવન માં ઊધ્વૅગામી થવું છે તેને એવા કોઈક નો સંપર્ક રાખવો જરૂરી છે, કે જેથી કરીનેતેઓના સંપર્ક ને કારણેપોતાનામાં પણ એવાજ સુંદર વિચારો નો સંચાર થાય અને એવીજ ચેતનાશક્તિ કેળવાય. શરત બસ એટલીજ કે ગુરુ તરીકે સ્થાપીએ તે વ્યક્તિ યોગ્ય હોવી જોઈએ.

સાચા સદગુરુ ની પરખ કરવી તે તો બુટ ની દોરી વડે હિમાલય ને માપવા જેવું કઠીન કામ છે. તે છતાંય આજકાલ જ્યાં ને ત્યાં બિલાડી ની ટોપ પેઠે આશ્રમો અને મહાત્મા ઓ ફૂટી નીકળે છે અને આવા કહેવાતા પાખંડી સાધુઓ અને ગુરુ ઓ પોતાના ભક્તો નાં ખર્ચે સ્વનું આર્થિક કલ્યાણ કરે છે . જે લોકો પોતાને ભગવાન કે ઈશ્વર માને છે ,કે મનાવે છે ,તે સાચા નથી તેનાથી દુર રહેવું, કોઈ પણ માણસ ગમે તેટલો સમર્થ હોય તો પણ તેની ઈશ્વર સ્વરૂપે પૂજા કરવી નહિ . વ્યક્તિ પૂજા અધમ છે માટે તેનાથી બચવું. ઈશ્વર સાક્ષાત્કાર નો દાવો કરનાર કે સાક્ષાત્કાર કરાવી આપનાર ની વાતો પર વિશ્વાસ કરવો નહિ. જે ખરેખર ઈશ્વર સાક્ષાત્કારી હોય તે આવો દાવો કરતો ફરેજ નહિ. કર્તવ્ય ત્યાગ ને ત્યાગ ન કહેવાય તે તો પલાયનવાદ છે .પરંતુ મોટે ભાગે કર્તવ્ય ત્યાગી ઓ નેજ મહાન માનવામાં આવે છે. કર્તવ્યત્યાગી કરતા કર્તવ્યપારાયણ વધારે મહાન છે. વાળી ધાર્મિક શોષણ કરનાર ગુરુ ઓ ને પણ સહન ના કરાય, જે લોકો ધર્મ ને નામે આર્થિક કે યૌન શોષણ કરતા હોય તેમનો અંધ વિશ્વાસ ન કરતા તેમને પડકારવા . હંમેશા યાદ રાખવું માનવતાજ મોટો ધર્મ છે , માટે જે ગુરુ ધર્મ ને નામે ઘર તોડાવતો હોય કે સંસાર ઉજ્જડ કરતો હોય તેને મહત્વ નાં આપતા તેનાથી હંમેશા દુર રહેવું.વળી જે ગુરુ, ધર્મ ને નામે લોકો ને કામધંધા છોડાવી ને પરાવલંબી કરતો હોય તે સદગુરુ હોય શકેજ નહિ. જે ગુરુ ઓ એ આશ્રમ કે મંદિર ને ધંધા ની જગા બનાવી ને તેને કોમર્શીયલ રૂપ આપ્યું હોય ત્યાં ન જવું. બધું નશ્વર છે,અને ક્ષણભંગુર છે, આજ છે અને કાલે નથી, કાલે મારી જવાનું છે અને સાથે કઈ આવવાનું નથી, બધું અહી નું અહીજ રહી જશે….. વગેરે ઉપદેશ આપી ને લોકો ને ભય બતાવી ને જીવન પ્રત્યે વૈરાગ જન્માવે તે સાચા સદગુરુ હોય શકેજ નહિ. પરમસુખ, અખંડસુખ, આત્મસુખ….. વગેરે શબ્દો ની જાળ રચ્યા વિના , વર્તમાન પરિસ્થિતિ માં જીવન પ્રત્યે ની સાચી સમજણ અને અભિગમ કેળવવામાં મદદ કરે તેજ સાચા સદગુરુ.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

 

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મનનીય, સદ્ ગુરુ, Paru Krishnakant "Piyuni", Uncategorized and tagged , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s