મન, વચન ને કરમ કેરી હાથસાળ અગમ, માનવીનું જીવન હાથ વણાટની જાજમ!


“માનવીનું જીવન”

“માનવીનું જીવન”

મન, વચન ને કરમ કેરી હાથસાળ અગમ,

માનવીનું જીવન હાથ વણાટની જાજમ!

ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ,

તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત!

ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર,

ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર!

ક્યાંક સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ,

ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી!

ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ,

તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ!

જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર.

પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,

ને ઝાઝી ના લઈએ મન પર વાત,

નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ,

ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન,

જાય જો છૂટી મનની આંટી,

સંબંધોમાં રહે રેશમની ગાંઠી!

બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.

પારૂ કૃષ્ણકાંત   “પિયુની

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

7 Responses to મન, વચન ને કરમ કેરી હાથસાળ અગમ, માનવીનું જીવન હાથ વણાટની જાજમ!

  1. Narendra Desai કહે છે:

    ખરેજ સુંદર કૃતિ , જાજમ જેવી જીંદગી નું અર્થ સભર નિરૂપણ .
    નરેન્દ્ર

    Like

  2. venunad કહે છે:

    Really nice! Consistent and strong relations are important for meaningful living.

    Like

  3. “મન, વચન ને કરમ કેરી હાથસાળ અગમ,
    માનવીનું જીવન હાથ વણાટની જાજમ!”

    “જાય જો છૂટી મનની આંટી,
    સંબંધોમાં રહે રેશમની ગાંઠી!”
    સરસ રચના. કબીરજીની ’ચદરીયા જીની રે જીની’ની યાદ આવી.

    Like

  4. nabhakashdeep કહે છે:

    જાય જો છૂટી મનની આંટી,

    સંબંધોમાં રહે રેશમની ગાંઠી!

    બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.
    સુંદર કૃતિ
    Ramesh Patel(Aakashdeep)

    Like

  5. P.K.Davda કહે છે:

    એક એક પંક્તિમા સંદેશ છે.
    -પી.કે.દાવડા

    Like

  6. શ્રી પારુબહેન

    રેશમ જેવી અનોખી કૃતિ અને ઝરીકામ જેવી ઝળહળતી અનોખી પંક્તિઓ

    Like

  7. nabhakashdeep કહે છે:

    Happy Divali and very Happy New Yeay.

    Ramesh Patel(Aakashdeep)

    Like

Leave a comment