મારા વિષે થોડું..

“જીવન પિયુનીએ એવું જીવ્યું”

જીવન મેં કંઈ એવું જીવ્યું ,
એક અનોખું સ્વપ્નું સેવ્યું ,
પ્રેમનું ઝરણું બની વહ્યું ,
લાગણીઓની લહેરખીએ ચઢી,
ઇન્દ્રધનુષને આંબવાને ચાહ્યું .
ખુદને ઓગાળીને રહેવાને ચાહ્યું ,
પ્રિયજનોમાં એકરસ થવાને ચાહ્યું .
આદર્શોને દિલમાં આરુઢી ,
આદ્રતાથી આરાધવાને ચાહ્યું .
સ્વજનોના હ્રદય મહીં,
મોગરો બનીને મહેકવાને ચાહ્યું .
પિયુને આધીન રહીને ,
આભલું મેં તો આંબવાને ચાહ્યું .
અભિલાષાઓ અનાવિલ મનમાં ધરીને ,
પ્રેમ અમૃત મેં તો ચાખવાને ચાહ્યું .
પ્રાર્થુ હમેંશા હું તો પ્રભુને,
ન તૂટે આ સુખ સ્વપ્ન ,
ન છુટે આ મીઠી તંદ્રા ,
લાગે કદીના જરૂર મુજને ‘મારી’ ,
ચાહું નવ હું અસ્તિત્વ ‘મારું’ ,
રહે પ્રસન્ન સદા અસ્તિત્વ ‘અમારું’ !
પારૂ કૃષ્ણકાંત…….. “પિયુની”

73 Responses to મારા વિષે થોડું..

 1. ગુજરાતી બ્લોગ જગત માં ખુબજ સ્વાગત છે
  ખુબ ખુબ અભિનદન

  Like

 2. Rupen patel says:

  પારૂબહેન આપનું બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત છે .

  પારૂબહેન આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  પારૂબહેન આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  Like

 3. પારુ બહેનશ્રી,
  પધારો,વેલકમ,,ખુબ ખુબ સ્વાગત સાથે અભિનંદન,,,,

  Like

 4. Hetav Pandya says:

  great work. all the best!!

  Like

 5. laaganee says:

  પારૂબહેન,
  સુસ્વાગતમ….., હુંફાળા દિલથી આપનું સ્વાગત છે….
  તમારો સુંદર બ્લોગ જોઈ મજા આવી .મને આમ પણ તમારું લખાણ અને તેની શૈલી ખુબ ગમે છે. હવે તો મળતાજ રહીશું ને એક-બીજાને માણતા રહીશું…..
  મૌસમી મકવાણા – ‘સખી’

  Like

 6. chandravadan says:

  Dear Paru,
  1st time visiting your Blog !
  Congratualations !
  Welcome to GujaratiWebJagat !
  All the Best ALWAYS !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  Thanks for your recent VISIT/COMMENT on Chandrapukar !
  New Post …Please do REVISIT !

  Like

 7. Reading says:

  Dear Piyunu,
  welcome to blog world,All article and poem of your blog are best.
  Ghanshyam Vaghasiya
  http://ghanshyam69.wordpress.com

  Like

 8. Mahishi says:

  આપની જેમ આપની દરેક રચનાઓ ખુબજ સુંદર અને પ્રભાવશાળી છે એમાં કોઈ શક નથી…

  Like

 9. પીયુની નો પમરાટ(બ્લોગ) જાણે એક મંદાક્રાન્તા ગાતું જતું ખળખળ વહેતું ઝરણું.

  Like

  • raol1810pr says:

   what is” manda kanta”,please explain,

   Like

   • મંદાક્રાન્તા = 1 એક છંદ
    2 पुं. ( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અત્યવિષ્ટ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં મગણ, ભગણ, નગણ, બે તગણ અને બે ગુરુ મળી સત્તર અક્ષર હોય છે. તેમાં ચોથે, છઠ્ઠે ને સાતમે અક્ષરે યતિ આવે છે. તે ગાવામાં રાગ મંદમંદ ચડતો જાય છે તેથઈ મંદાક્રાંતા એવું નામ પડ્યું છે. મંદાક્રાંતા, શ્રૃતિ ષડ હ યે, મા ભ ના તા ત ગા ગે. – રણપિંગળ
    3 वि. स्त्री. ગાંડી ને ગભરાયેલી અથવા હળવી ને ઉતાવળી.

    Like

 10. પિયુની નો પમરાટ જાણે,શબ્દો ના આકાશ મહી તારલિયાં નું હૃદય ધબકતું.

  Like

 11. kiransinh chauhan says:

  આપના બ્લોગ પર આવીને બહુ શીતળતા અનુભવાઇ. બહુ હ્રદયપૂર્વક બ્લોગ સજાવી રહ્યાં છો. અભિનંદન.

  Like

 12. nilam doshi says:

  congrats and welcome in blog world…

  Like

 13. vijayshah says:

  Gujarati blog jagatmaa madh miTho aavakaar

  Please visit http://www.netjagat.wordpress.com and brouse through Achar sanhita of a blogger for better blogging

  Thanks

  Like

 14. Kundalini says:

  Too gud parufui. keep up the gud job…
  all the best wishes, 4 d coming bright future…

  Like

 15. Neela says:

  Welcome to Guj. blog Jagat.

  Like

 16. Govind Maru says:

  વહાલા બહેન,
  આપનો સુંદર બ્લોગ ‘પીયુની નો પમરાટ‘ની રચનાઓ પણ એટલી જ સુંદર અને સચોટ માણીને ખુબ જ મજા આવી. અભીનંદન…
  ગોવીન્દ મારુ..
  http://govindmaru.wordpress.com/

  Like

 17. Govind Maru says:

  વહાલા બહેન,

  આપનો સુંદર બ્લોગ ‘પીયુની નો પમરાટ‘ની રચનાઓ પણ એટલી જ સુંદર અને સચોટ માણીને ખુબ જ મજા આવી. અભીનંદન…

  ગોવીન્દ મારુ

  Like

 18. raol1810pr says:

  DEAR PIYUNI,
  What a good poem! The best line I think is “Khud ne ogaline rahevanu chahyu”.If all people learn to live like this, {sant kabir} this planet will become a beautiful place to live in.”Na tute aa sukh swapna, again there is deep desire to live in harmony and with the feeling of togetherness .wonderful poem and what purity of heart and the mind as well. I think if you really want to judge anyone it is possible through poetry. Because it comes from the heart directly. Prose can be manipulated, just like politician’s written speechs.on the other hand poetry is an art and is GOD given, near to the GOD. This is what I think. If poetry is manipulated then it will have no charm, there won’t be any fragrance in it. Being and engineer, poetry is my weak terrain but I can sense and smell MADH (honey) in it. Prose is like surfing or sailing on the surface, while poetry is like diving in to the very depths of an ocean. So I suggest other friends to read it, if you want to go in to the unfathomable depths of human mind and heart.
  Piyuni keep it up, you are good at it. One day we may find a real pearl lying for us to be discovered at the bottom of an ocean. By p.r.raol

  Like

  • Thanks a lot Mr. Raol…. no Raolbhai… ok… that sounds better…. (let me know your first name please..) I am really honored to receive such a nice comment from you. You really boosted my spirits…. please keep visiting as time permits. I would love to receive such encouraging words from you.

   Like

   • raol1810pr says:

    Dear piyuni/paruben,(whichever goes well with you)
    Thank you for good feed back.If i encourage you ,you will write better and better and we will also have the benefit
    of class poems.This blog funda is true for everyone.people who donot know each other share their views and interact.
    this is a healthy sign for development of human mind.Also lot of information and knowledge is gained. I am still learning
    ng to improve my blog.All people with active mind needs “mansik khorak” otherwise it will prove to be harmful. this
    could be in the form of futile talking,good or bad discussion,reading,watching movies and so on,the list is long.So it is
    always good to indulge one’s self in to a good activity like this.I also enjoy my brother’s blog a lot. His kadavi vani( not
    to me) has broken many myths. And then there is your MADHUR VANI to enjoy. I think both are needed and deserv
    ve a place. I like karelanu sak and doodhpak along with chapatis.whatever medium or language one chooses either
    poetry or prose if he/she is truthful and has purity of heart the readers will surely appreciate.—by pradip raol

    Like

 19. પારુ બેન,
  આ રાઓલભાઈ છે,પ્રદીપસિંહ રાઓલ,મારા નાનાભાઈ છે.જામનગર માં જે.એમ સી.માં ડેપ્યુટી એન્જીનીયર હતા.હમણા પ્રાય્વેટ બીજનેસ કરે છે.પીલાનિ બીટ્સ મા એમ.એસ સી અને બી.ઈ સિવીલ થયેલા છે.જામનગર મા જ રહેછે.

  Like

 20. nishitjoshi says:

  બન્યા બહેન તો ભાઇને સાંચવજો,

  આપના તાંતણામા અમને બાંધજો,

  નિમંત્રણ આપી ધન્ય કર્યા અમને,

  આ રીતે હમેંશા અમને આવકારજો,

  નથી આવળતી શબ્દોની બાંધણી,

  પ્રેમ સમા શબ્દોને આપ સ્વીકારજો,

  ગદ્ય પદ્ય જોડણી નુ નથી કોઇ જ્ઞાન,

  હ્રદયના શબ્દોને હ્રદયમા સમાવજો,

  ‘પીયુની પમરાટ’મા છે થનગનાટ,

  ગુજરાતી સાહિત્યનો ધ્વજ ફરકાવજો.

  નીશીત જોશી

  Like

 21. પારૂબેન , બ્લોગજગતમાં આપનું ભાવભર્યું સ્વાગત. મોડો છું કારણ કે દોઢેક મહિનાથી ગેરહાજર હતો.

  Like

 22. ૧૧.૦૯.૨૦૧૦
  સ્નેહી પારૂબહેન,
  અદભુત,અતિ સુંદર બ્લોગ,બ્લોગ ની સફર થી આનંદ ની અનુભુતી થઇ.અભિનંદન,શુભેચ્છાઓ
  નિરુપમ અવાશિયા

  Like

 23. aaje j tamara blog ni mulakat thai have thati raheshe.
  khub khub abhinandan.

  Like

 24. Ramesh Patel says:

  સાહિત્યની સુગંધ અને માનવીય સંબંધ અને વિચાર સેતુ
  સઘળું તમારી કવિત્ત્વ શક્તિનો પરિચય દેતું મહેકી રહ્યું છે.
  મુલાકાત એક વિશિષ્ઠ છાપ છોડી ગઈ.સરસ બ્લોગ,ગમી ગયો.
  આપની ‘આકાશદીપ”ની મુલાકાત બદલ આભાર.
  રમેશ પટેલ(આકાશદીપ)
  nabhakashdeep.wordpress.com

  Like

 25. મારી પૌત્રીનું નામ ‘પ’ પરથી પાડવાનું છે અને ‘પીયુની’ નામ ગમે છે તેથી પૂછું છું કે ‘પીયુની’ શબ્દનો અર્થ જણાવશો?

  Like

 26. Dr Mukesh Desai says:

  Paru,

  Shun shun vakhanu? kadach etlu j kahish to paryapta thashe ke ghana arasa baad khoob saru gujarati sahitya convent-medium-girl rachit vachava no avasar malyo. Please keep it up, good wishes to piyuni.

  -Mukesh

  Like

 27. સુંદર બ્લોગ…,આનંદ ની અનુભુતી થઇ….

  congratulations

  do visit our blog : http://www.drsudhirshah.wordpress.com

  and web site : http://www.shreenathjibhakti.org

  Like

 28. hansvahini says:

  પીયુની,
  આટલા સુંદર હૃદયના ભાવસભર ઝરણું વહેવા સરજાનું છે, બ્લોગનો રસાસ્વાદ જરૂરથી માણશું.
  તમારી અંતર યાત્રા મગલ્મય હો!

  Like

 29. pravinshah47 says:

  ઘર-કુટુંબ સાથે પ્રેમથી રહેવાની આપની ભાવના હૃદયને સ્પર્શી ગઈ.
  બીજાને સુખી કરીને આનંદમાં રહેવાની મઝા મનને ગમી ગઈ

  પ્રવીણ શાહ

  Like

 30. Anshu Joshi says:

  Really a very nice blog Piyuni please do visit my blog and give me your opinion as you have a deep knowledge of literature my link is http://aavovaatokarie.blogspot.com/

  Like

 31. readsetu says:

  I am joining with others to welcome you !!!

  Lata Hirani

  Like

 32. hirals says:

  ખૂબ ર્હ્દયસ્પર્શી.

  મને એવું લાગ્યું જાણે હું મારું જ સ્વપ્ન કોઇ બીજાની આંખે જોઇ રહી છું.
  GOD Bless you and your family. Keep it up.

  Like

 33. દિગંબરભાઇ સ્વાદિયા says:

  નામ કાવ્યમય…સર્જન કાવ્યમય…તો પછી અનુભૂતિ પણ કાવ્યમય જ હોય એમાં શી નવાઇ?
  તમે મધપૂડોમાં સૂચવ્યું એટલે તમારા બ્લોગમાં જઇ ચડ્યો અને તેની ભૂલભૂલામણીમાં
  અટવાઇ ગયો….આદાન-પ્રદાન ચાલુ રાખશું ને?

  Like

 34. Hiral Vyas says:

  Really Nice poems and writings….

  Reading readsetu and get your link. Keep it up.

  Like

 35. પારૂબેન ..!! આપના આંગણા ની આભા અને આપની અનેરી રચનાઓ આપની આગવી ઓળખ રજુ કરે છે ..અવારનવાર આવવું ગમશે ..!! આભાર

  Like

 36. Dear Paruben,
  welcome to Gujarati blog world. it’s nice written blog.keep up the good work. you may add your blog by visiting “Urmi no sager” and Urmi will add your blog in
  “Gujarati blogs Jagat”
  Take care.
  Good luck.

  Like

 37. deep says:

  ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત છે
  ખુબ ખુબ અભિનદન

  Like

 38. Dinesh Pandya says:

  પારુબેન
  કેટલાક સમયથી પમરાટ પામું છું. તમારો બ્લોગ બહુ સુંદર છે. આજનું “બસ તું રાજી” ત્થા ગઈકાલનાં “હિંમત” ગમ્યાં.
  તમારા વિષે થોડું જાણવા તે વિભાગ ખોલતા તો શું મળ્યું? મંદાક્રાંતા છંદ અને તમે કરેલું તેનું વિવરણ અને આપેલી સમજ બહુ
  રસપ્રદ લાગ્યાં. તેથી આ મારો પ્રતિભાવ!
  આપણાં પ્રસિધ્ધ કવિ ઉમાશંકર જોશી(આ તેમનું જન્મશતાબ્દી વર્ષ છે)એ “છ ઋતુઓ” નું એક કાવ્ય લખેલું છે. છએ ઋતુનાં વર્ણન છ જુદા જુદા છંદોમા કરેલું છે. જેમાં ગ્રિષ્મ ઋતુ માટે મંદાક્રાંતામાં છંદમાં કરેલું છેઃ
  આવ્યો આવ્યો બળ બળ થતો દેવ જોગી ઉનાળો;
  વા વૈશાખી પ્રબળ વહતા ઊડતી અગ્નિઝાળો.
  ઝોળા ખાતી રસદ ફળની લૂમ લૂ વાય ઊની;
  પાણી ડૂક્યા સજળ સરિતાઓ થઈ વારિસૂની.
  કવિતા-ગીતોનો શોખ મને ખરો પણ છંદોનું જ્ઞાન નથી. મને ગાવાનો, ખાસ કરીને સંસ્ક્રુત શ્લોકો અને સ્તોત્રોનો શોખ હોવાથી અનુષ્ટુપ, ઉપજાતિ, વસંતતિલકા, શિખરિણી, શાર્દુલ વિક્રિડીત અને મંદાક્રાંતા વગેરે છંદો ગાતા આવડે છે. ક્યારેક શક્ય હોય તો આ બધા
  છંદોની સમજ આપશો તો આનંદ આવશે.
  અભિનંદન અને ધન્યવાદ!

  દિનેશ

  Like

 39. HEMANT says:

  SUPERB BLOG …………NO WORDS TO SAY………KEEP IT UP.

  Like

 40. આજે જ આ બ્લોગ જોયો. એક વરસથીય વધારે મોડો છું!

  અભિનંદન.
  ખૂબ સર્જન કરો. અંતરનો આનંદ અને અનેક સાચા મિત્રો પામો, એવી શુભેચ્છા.

  Like

 41. bakul shah says:

  પારુ બહેનશ્રી
  અભિનંદન.આપ નો બ્લોગ ખુબજ રસાળ છે. આપ ના બ્લોગ માંથી ઘણું નવું શીખવાનું મળ્યું અને મળશે. જો આપ મારા બ્લોગ ની મુલાકાત લઇ યોગ્ય માર્ગદર્શન પૂરી પડી શકો તો મને ખુબજ આનદ થશે

  બકુલ શાહ

  Like

 42. Pradeep H. Desai says:

  Paruben,

  It is very beautiful peom. I have really enjoyed it.

  THanks so much.

  Pradeep H. Desai
  USA

  Like

 43. jayshree says:

  very nice….i’m visiting yr blog 4 first time.i’ll keep reading it.

  Like

 44. jayshree says:

  paruben,
  why there is no new things in your blog since dec’11. I hope everything is fine.please keep wtitting.Its very motivating.
  jayshree

  Like

 45. Krishnakumar says:

  પારૂ બહેન,
  આપનો બ્લોગ ખુબ સુંદર છે, વાંચવાની બહૂ મજા આવી, સામાન્ય રીતે આપણો માનવ સ્વભાવ એવો વિચીત્ર છે કે આપણે કોઇની અણગમતી વાત વીષે ટીકા તરત જ કરીએ છીએ પણ સારી વાત ની પ્રશંશા માં વીલંબ કરતા હોઇએ છીએ અને ઘણી વખત વીલંબ ને કારણે ચુકી પણ જતા હોઇએ છીએ, એ ભુલ ન થાય માટે આપને આજેજ અભીનંદન આપી અને પ્રભુ પાંસે પ્રાર્થના કરૂછું કે આપની પાંસેથી આવી સુંદર રચનાઓ નો લાભ નિયમીત દીર્ઘકાળ સુધી મળતો રહે.

  Like

 46. JAYSHREE BHATT says:

  PARULBEN I HAVE NOT READ ANY THING NEW RECENTLY.I HOPE U R FINE .

  Like

 47. Dr. Samir Parik says:

  Dear Paru,
  Surprising ! Never known about this aspect of your personality !!
  Look forward to see many more things on your blog.
  Samir

  Like

 48. Vilas says:

  Sweet web site , superb poems, beautiful and touchy. ❤

  Like

 49. Ritesh Mokasana says:

  Nice blog and nice literature helps to holding the eyes on blog pages..thanks alot to sharing …Ritesh

  Like

 50. મારી જીંદગી ની ચેતના says:

  નમસ્તે બેન ,,,,ખુબ સરસ બ્લોગ છે તમારો

  Like

 51. પારૂબેન,
  આપની કલમની ઉજ્વળકેડી મને સાચો માર્ગ ચીંધી રહી છે.આપનો ઘણો જ આભાર કે આપ
  મારી કલમની કેડીને સાચા રસ્તે દોરી રહ્યા છો. સરસ્વતી સંતાન તરીકે ઉજ્વળ રાહ દોરી રહ્યા છો.
  આભાર  લી. પ્રદીપબ્રહ્મભટ્ટ (આણંદ) હ્યુસ્ટન ટેશાસ.

  Like

 52. jagdish48 says:

  નમસ્તે પારુબેન,
  મારા બ્લોગ પર ‘like’ ની ક્લીકમાં નવું નામ જોયું અને તેનો છેડો પકડી અહીં આવી પહોંચ્યો. ‘એક…. સંવાદ………’ ના અનુસંધાનો પણ વાંચી ગયો. એક સાહીત્યકાર સંબંધોની વાસ્તવિક ખેતી કરતી જમીન પર આવે એટલે નવાઈ તો લાગે, પણ આપના બ્લોગ પર કેટલીક પોસ્ટ પ્રસંગોનું નિરુપણ કરી સંબંધોનું ‘ચિત્રણ’ કરે છે, તફાવત ફક્ત એ જ કે વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે હું સંબંધોનું ‘ડીસેક્શન’ કરું છું અને સમજવાનો પ્રયત્ન કરું છું.
  બ્લોગજગતમાં મળતા રહીશું.

  Like

 53. ​ ​”ઘણા સમય પહેલાં ક્યાંક તમારી પોસ્ટ વાંચી ‘કૈંક’ કોમેંટ કર્યાનુ યાદ આવે છે , આજે પી.કે.દાવડાએ ” મળવા જેવા માણસ” અંતર્ગત તેમનો લેખ અને લિંક આપી.
  ” પ્રેમ નું ઝરણું બની વહેવું મુજને , સ્વજનો ના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બની ને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદય થી સ્વાગત છે. – ‘પિયુની’ [ મેં ક્યાંક ક્યારેક મારી ‘“પુષ્પા”ને ” પિયુપિયુ ” સમ્બોધી હતી …]
  ઉપર મારા વિશે થોડુંકમાં -પરિચય-કાવ્ય-ક્રુતિ વાંચી . આપણે સમસુખિયાં ! [અંતર-યાત્રી]
  આ લ્યો, ”કઈંક” ! [ મારા કાવ્ય-સંગ્રહ -” પરમ આનંદ” ને છેલ્લે પાને છપાયેલી પ્રશસ્તિ ( તમારી જેમજ
  સમગ્ર તયા સમર્પિત આદર્શ સમજુડી ભારતીય નારીની યોગ્ય તે કદર/ એકરાર/ રેકગ્નિશનની થોડીક વાત)
  પ્રદર્શિત કરે છે . ]

  [આત્મન ,

  તું મારો આયનો છે, “પુષ્પા”, મારા ખુશીના વાનાં ક્યાં છે છાનાં?
  એના ન હોય કરાર કોઈ ,દીધું, કર્યું, માણ્યું એ જ આનંદ-વાનાં !
  સદનસીબી છે,મારી કે તુજ સુધી પહોંચવા શબ્દો મળ્યા મઝાના,
  ઉજાળ્યો છે, સમૃદ્ધ કર્યો છે, મને અનેક રીતે, ‘ઑ’ જાન-એ-જાના’,
  આ જે ચમક છે,મારા અનોખા વ્યક્તિત્વની,છે તારા જ કારનામા,
  ખુદને તપાવી, કથીરમાંથી સુવર્ણ-મુદ્રા ઉપસાવી,’જાન-એ-જાના’.
  જ્યારથી સંબંધાયો સંગ તુજ , ભાળું સઘળે તું, તું ને તું જ જાના,
  તું આવીને વસી તો જો , આ આહલાદક અજબગજબ માહોલમાં,
  “હું છુ માત્ર”નો એહસાસ કઇંક જીવંત થઈ ગયો, હવે ક્ષણે ક્ષણમાં.
  છુટ્ટા છેડાનો અનંત વ્યાપ, પ્રસરતો રહ્યો, તો પમાયું ક્ષણમાત્રમાં]

  -લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ], ‘કઈંક’​

  Like

 54. પી.કે.દાવડાએ ” મળવા જેવા માણસ” અંતર્ગત તેમનો લેખ મોકલ્યો છે.

  Like

 55. Vipul Desai says:

  પારુબહેન, ઓળખાણ તો ઘણી જ જૂની છે પરંતુ ખબર આ દાવડા સાહેબના મળવા જેવા માણસ થકી પડી. તમારા વીશે જે લખ્યું તેના પરથી તમે એન.એમ.દેસાઈ સાહેબના દીકરી છો. ( જો કોઈ ભૂલ નહી થતી હોય તો) એકાદ બે વખત તમારા બ્લોગની મુલાકાત લીધી ત્યારે આ બધું ખબર ન હતું. તમારા લખાણ સુંદર હોય છે અને જયારે વાંચવા ટાઈમ મળે ત્યારે જોતો જઈશ. મારો બ્લોગ “સુરતીઉધીયું” છે. કોલંબસે ભૂલમાં અમેરિકા ખંડ શોધી કાઢ્યો તેમ મેં પણ અમેરિકામાં ઇન્ડિયાના ન્યુઝ પેપરો શોધવામાં આ બ્લોગ બનાવી દીધો. આજે મને પોતાને પણ લાગે છે કે “યે કહા આ ગયે હમ, પેપરો ધૂંધટે ધૂંધટે”. તમે લખો છો એવી કંઈ કેટલી વાતો જોઈ છે, અનુભવી છે, પરંતુ વખતના અભાવે અને “સબમેં ડીચ” બધે જ ફાંફા મારવામાં ટાઈમ નથી. ધોબીના કુતરા જેવો ઘાટ છે. છતાં આજે દશ લાખ વાચકો/૧૩૭૩ સભ્યો સુધી પહોંચી ગયો એ પણ નવાઈ લાગે છે. ખાસ તો મને એમ.એન.દેસાઈ સાહેબ જોડે ઘણા લાંબા વખતે વાત કરવી છે. તો વડોદરાનો ફોન નંબર મારા ઈમેલ desaivm50@gmail.com or desaivm50@yahoo.com મોકલશો તો ચાલશે. કહેજો કે “બ્લુસ્ટાર”વાળા વિપુલ દેસાઈ યાદ કરતાં હતા. આપને મારી ખુબ ખુબ શુભેચ્છાઓ!

  Like

 56. પારુબહેન મારા બ્લોગ પર પધારવા બદલ આપનો આભારી છું. અવાર નવાર પધારી માર્ગદર્શન આપતાં રહેશો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s