“વ્હાલો દીકરો …. મીઠડો દિલ નો લુંટારુ …..”

*************************************************************************

“વ્હાલો દીકરો …. મીઠડો દિલ નો લુંટારુ …..”

હેતવ ….હા બિલકુલ અનોખું અર્થસભર નામ શોધ્યું હતું તારા માટે …… ત્યારે ક્યાં જાણ્યું હતું કે તું પણતો એવોજ થઈ બતાવીશ !!!!! હજી ત્રણ .. વર્ષનીજ તો તારી ઉમર હતી …. શાળાઓ માં ઉનાળુ વેકેશન હતું. આપણે ત્યારે બરોડા ગયા હતા, મોટા (નાના) મોટી (નાની) પાસે રોકાવા. કાનનમાસી પણ અસ્મીને લઇને ત્યાંજ હતા. ઘરમાં મોટા મોટી તો હતાજ ને તમને ત્રણે બાળકોને સાચવવા માટે .. વળી અમને બંને બહેનોને પણ ક્યાં આવા મોકા વારે વારે મળે, એટલે અમે બંને બહેનોએ તો શોપિંગનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો, એમાં અમારે ક્યાં કોઈ ની રજા લેવાની હતી? મમ્મી ..પપ્પા તો કંઈ ના ક્હેવાનાજ ના હતા અમે બંને તો તૈયાર થઇને નીકળવાની તૈયારીમાં હતા એટલે તે કહ્યું મને પણ આવવું છે … ઉનાળા નો તાપ, અને વળી બજારની ભીડ એમાં તમને ક્યાં લઇ જવા? … એટલે અમે તમને સમજાવી દીધું … બહાર બહુ તાપ લાગે છે અને બજારમાં તું થાકી જઈશ, ત્યાં બહુ અવાજ અને તાપ હોય માથું દુખી જાય અને માંદા પડાય એટલે તમે ઘરમાં જ રમો. આમે તમને બધાય બાળકોને મોટા મોટી હોય પછી કોઈ બીજાની જરૂર પણ ક્યાં પડતી ? એટલે તમે બધાએતો તમારી ફરમાઇશ અમને આપી દીધી અને બાય બાય ટાટા કરી દીધું.

તે દિવસે, મોટાને પણ કંઈ કામ અંગે બહાર જવું પડ્યું, એટલે ઘરમાં રહ્યા તમે ત્રણે બાળકો અને મમ્મી. ઘરમાંતો બરોબરની ધમાચકડી મચી હતી, તમારા રમકડાનો આખો કબાટ ખાલી હતો …..બધીજ ગેમ્સ અને બધાજ રમકડા રૂમમાં પથરાયેલા હતા, અલબત્ત બરોબર લાઈનમાં બેઠેલા હતા …બિલકુલ ડાહ્યા વિદ્યાર્થી બનીને ! તારી ઋજુતાદીદી અને અસ્મી અમારા દુપટ્ટા ઓઢીને ટીચર બન્યા હતાને !!!! તમારી સ્કુલના રીસેસ ટાઈમ વખતે મોટીએ તમને જમવાનું પીરસીને જમાડી દીધા હતા. તું ડોક્ટર બન્યો હતો, અને પછી તમારી સાથે રમતા રમતા મોટીનો ચહેરો જરા ઝંખવાયેલો હતો. તે જોઈ અને તે તરતજ પૂછ્યું, “મોટી તમને શું થાયછે?” મોટી કહે “મારું બહું માથું દુખે છે, સાચેજ” તે તારા નાનકડા હાથ મોટીના કપાળે મુક્યા પછી કહે “બહુ ગલમ(ગરમ) છે. મોટી તને સાચેજ દાઈ થયી છે.” પછી તું મોટીનો હાથપકડી ને અંદર બેડરૂમમાં લઈ ગયો અને કહે અહી સુઈ જાઓ. પછી તે પલંગ ઉપર ચઢીને પરદા ખેંચી ને બંધ કર્યા, પંખો ચાલુ કર્યો, બાથરૂમમાં જઈને નેપકીન પાણીમાં પલાળીને ભીનો કરી લાવ્યો, અને તે મોટી ના કપાળ ઉપર હળવેથી મુકી દીધો. પછી પલોઠી વાળીને પલંગમાં જ મોટીના ઓશીકે બેસી ગયો, પછી કહે હમણાંજ મટી જશે હં.. સુઈ જાઓ…. વળી પાંચ મિનીટ થઈ ત્યાં ફરી પૂછે હવે મટી ગયું? મોટીએ હા કહ્યું એટલે એની પાસેજ લાંબો થઇને એને વળગીને સુઈ ગયો તું પણ …. કદાચએ નાની અને તેના દોહિત્રની દુનિયાની સૌથી સુખમય નીંદર હશે …… નાનીને તો સ્વર્ગસમું સુખ લાધી ગયું હતુંને!… રમતો રમી રમીને, તારી પાછળ પાછળ ફરીફરીને તને ભરાવેલા એક એક કોળીયાઓ જાણે વસુલ હતા….. !!!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Posted in “મીઠા સંભારણા” | Leave a comment

Sri B.V Narasimha Swamiji

Source: Sri B.V Narasimha Swamiji

Posted in Uncategorized | Leave a comment

Life’s Canvas

Life’s Canvas

Sunshine and shadow and laughter and tears,
These are forever the paints of the years,
Splashed on the canvas of life day by day,
We are the artists, the colors are they.
We are the painters, the pigments we use
Never we’re wholly permitted to chose.
Grief with its gray tint and joy with its red
Come from life’s tubes to be blended and spread.

Here at the easel, the brushes at hand,
Each for a time is permitted to stand.
White was the canvas when first we began,
Ready to picture the life of a man.
Now we are splashing the pigments about,
Knowing the reds and blues must give out,
Soon we must turn to the dull hues and gray,
Painting the sorrows that darken the way.

Now with the sunshine and now with the shade
Slowly but surely the picture is made.
Even the gray tints with beauty may glow
Recalling the joy of the lost long ago.
Let me not daub it with doubt and despair,
Deeds that are hasty, unkind and unfair,
But when the last bit of pigment is dried
Let me look back at my canvas with pride

Posted in Uncategorized | Leave a comment

“ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ

“ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ”

કોઈ પણ વિષય કે કાર્યક્ષેત્ર માં, કોઈ સારો અને સહ્રદયી , હોશિયાર શીખવનાર મળી જાય તો તે વિષય માં કે કાર્યક્ષેત્ર માંકુશળતા મેળવવી, શીખનાર માટે ઘણીજ સહેલી થઇ પડે છે . સંસાર માં જ્યાં જ્યાં નજર નાખીશું ત્યાં સમજાય જાશે કે, દરેક વ્યક્તિ કોઈ ને કોઈ શીખવનાર પાસે થી પોતાને જરૂરી એવું શીખીજ લે છે. અજાણ્યા જંગલમાર્ગે(trekking ) આપણે ભૂલા ના પડીએ , અને સંકટ માંથી ઉગરી જઈએ તે માટે આપણે ભોમિયા ને સાથે લઇ જઈએ છીએ તેવુજ, આધ્યાત્મ માર્ગે પણ છે. જેઓને પ્રભુ ના માર્ગે વળવું છે, અને જીવન માં ઊધ્વૅગામી થવું છે તેને એવા કોઈક નો સંપર્ક રાખવો જરૂરી છે, કે જેથી કરીનેતેઓના સંપર્ક ને કારણેપોતાનામાં પણ એવાજ સુંદર વિચારો નો સંચાર થાય અને એવીજ ચેતનાશક્તિ કેળવાય. શરત બસ એટલીજ કે ગુરુ તરીકે સ્થાપીએ તે વ્યક્તિ યોગ્ય હોવી જોઈએ.

સાચા સદગુરુ ની પરખ કરવી તે તો બુટ ની દોરી વડે હિમાલય ને માપવા જેવું કઠીન કામ છે. તે છતાંય આજકાલ જ્યાં ને ત્યાં બિલાડી ની ટોપ પેઠે આશ્રમો અને મહાત્મા ઓ ફૂટી નીકળે છે અને આવા કહેવાતા પાખંડી સાધુઓ અને ગુરુ ઓ પોતાના ભક્તો નાં ખર્ચે સ્વનું આર્થિક કલ્યાણ કરે છે . જે લોકો પોતાને ભગવાન કે ઈશ્વર માને છે ,કે મનાવે છે ,તે સાચા નથી તેનાથી દુર રહેવું, કોઈ પણ માણસ ગમે તેટલો સમર્થ હોય તો પણ તેની ઈશ્વર સ્વરૂપે પૂજા કરવી નહિ . વ્યક્તિ પૂજા અધમ છે માટે તેનાથી બચવું. ઈશ્વર સાક્ષાત્કાર નો દાવો કરનાર કે સાક્ષાત્કાર કરાવી આપનાર ની વાતો પર વિશ્વાસ કરવો નહિ. જે ખરેખર ઈશ્વર સાક્ષાત્કારી હોય તે આવો દાવો કરતો ફરેજ નહિ. કર્તવ્ય ત્યાગ ને ત્યાગ ન કહેવાય તે તો પલાયનવાદ છે .પરંતુ મોટે ભાગે કર્તવ્ય ત્યાગી ઓ નેજ મહાન માનવામાં આવે છે. કર્તવ્યત્યાગી કરતા કર્તવ્યપારાયણ વધારે મહાન છે. વાળી ધાર્મિક શોષણ કરનાર ગુરુ ઓ ને પણ સહન ના કરાય, જે લોકો ધર્મ ને નામે આર્થિક કે યૌન શોષણ કરતા હોય તેમનો અંધ વિશ્વાસ ન કરતા તેમને પડકારવા . હંમેશા યાદ રાખવું માનવતાજ મોટો ધર્મ છે , માટે જે ગુરુ ધર્મ ને નામે ઘર તોડાવતો હોય કે સંસાર ઉજ્જડ કરતો હોય તેને મહત્વ નાં આપતા તેનાથી હંમેશા દુર રહેવું.વળી જે ગુરુ, ધર્મ ને નામે લોકો ને કામધંધા છોડાવી ને પરાવલંબી કરતો હોય તે સદગુરુ હોય શકેજ નહિ. જે ગુરુ ઓ એ આશ્રમ કે મંદિર ને ધંધા ની જગા બનાવી ને તેને કોમર્શીયલ રૂપ આપ્યું હોય ત્યાં ન જવું. બધું નશ્વર છે,અને ક્ષણભંગુર છે, આજ છે અને કાલે નથી, કાલે મારી જવાનું છે અને સાથે કઈ આવવાનું નથી, બધું અહી નું અહીજ રહી જશે….. વગેરે ઉપદેશ આપી ને લોકો ને ભય બતાવી ને જીવન પ્રત્યે વૈરાગ જન્માવે તે સાચા સદગુરુ હોય શકેજ નહિ. પરમસુખ, અખંડસુખ, આત્મસુખ….. વગેરે શબ્દો ની જાળ રચ્યા વિના , વર્તમાન પરિસ્થિતિ માં જીવન પ્રત્યે ની સાચી સમજણ અને અભિગમ કેળવવામાં મદદ કરે તેજ સાચા સદગુરુ.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

 

Posted in મનનીય, સદ્ ગુરુ, Paru Krishnakant "Piyuni", Uncategorized | Tagged , , | Leave a comment

Love and Possessivness

Love and Possessiveness

Possessiveness in relationship is often understood to be wrong but the fact is that two individuals come into a relationship because they posses each other with the feeling of love. This can prove to be either a boon or a curse! The right amount of possessiveness in a relationship makes one feel special and cared. To love and to be loved is the most beautiful feeling in the world. Too much of Possessiveness in a relationship may grow up to be a curse when it becomes a kind of ownership.

Being possessive means, calling up the loved one number of times…may be almost every hour at work: Inquiring “where are you? Who are you with? What are you doing? Keeping a check on their belongings, wallet, purse, or briefcase, pockets and shelves; eavesdropping on conversations; resentment on the time spent with his friends and family. In such situations just to keep peace at home the partner keeps on giving in just to realize that he/she has lost freedom to have thoughts, likes and dislikes of his/her own!

The dominant nature of relationships is kind of violence….!! This is due to poor self-confidence, a low-level of creativity, and deep feelings of being unloved. Such people are very insecure and are afraid of others’ freedom. They assume that unless they bind their loved ones, they will be left behind, or not loved in return. So they suffocate them with their possessive violent love.

Possessiveness in relationships is all about who wants to control whom. Controlling another person often means a power struggle, dominance and inflicting another lifestyle on the less aggressive person. It leaves the possessive person with constant pangs of anxiety and the need to be on guard. This tension does not give room for liberated mind and ‘let go’ values.

This just struck me when I was taking Frizbee….my sister’s doggy for a walk. When we start possessing someone, we bind ourselves also! It is kind of walking holding your dog’s leash, we have to be very clear that we are also bound. Don’t think only the dog is bound. You are also bound. Don’t think that only the dog cannot run away, you too cannot run away! We may think that we are holding the rope and the dog may be thinking that he is holding the rope. Who knows? 🙂

It’s a human nature to place our attention in the wrong space and miss the truth. When we place our attention on an object…….that’s the beloved person. We miss out on the inner experience of love that happens. We misunderstand that the excitement and the joy of love happens because of the object…the beloved person. We need to understand that the excitement or the joy of love happens not because of the person but because of our feelings towards that person. It is an energy that happens in us. It is related to our experience.

Good relationships — whether between friends, spouses or partners — are about nurturing, caring, and loving each other without putting limits on the other. To grow, one needs sincere affection and constant dialogue to make sure they don’t fall into the possessive trap.

Both men and women can become possessive in relationships, often to the detriment of the union. Ironically, the more possessive a person becomes, the more their partner will likely struggle to be free, hence making the person feel an even greater need to control the situation. It is a vicious and emotionally draining situation. Feeling possessiveness toward another is based on feelings of scarcity and insecurity, Possessiveness also often stems from feelings of jealously, and fear that a partner does not love them. People who are self-confident and happy with themselves typically have faith that their partner will love them too, and don’t feel a need to control the relationship or their partner.

TO conclude we can say, Possessiveness is an important factor in love; it enhances love & gives your love partner a feeling of importance & security. But in certain cases possessiveness creates interference. Your partner may feel that he/she is in a cage of love, and a cage of anything is not good!

Any relationship is important for a particular individual. Some are very intimate ones like Parent-Child relationships, love relations and relationships between good friends.

All these relationships are very sweet, delicate & very sensitive.

Trust is the glue which ties any relationship and makes it stronger day by day.

Reaffirm your love. Sometimes all a person needs to get over a possessive or jealous nature is reassurance that they’re loved. Taking the time to rekindle the love in your relationship will increase your overall happiness and peace of mind.

Paru Krishnakant “Piyuni

Posted in All about Love, Paru Krishnakant "Piyuni" | Tagged | Leave a comment

લગ્નમાંગલ્ય

લગ્ન

લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે.

લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે ? શું રહસ્ય છે ? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે ? તે વિશે વિચાર કરીએ.

લગ્ન : બે વિજાતીય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા, એનાથી પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરું લગ્ન છે.

વરઘોડો : ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.

પોંખણું : વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઈયો, મુશળ, ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે તેનો અર્થ જોઇએ..

રવઈયો : માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.

મુશળ : અતિ વાસનાઓને મુશળ (સાંબેલા)થી ખાંડી નાખી પ્રેમ પ્રગટાવવાનો છે.

ઘુંસરી : સંસાર રૂપી રથના પતિ પત્ની રૂપી બે ચાલકો છે, આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો જ સુખી થવાય છે તેમ કહેવા માગે છે.

તરાક : લગ્ન જીવન રેટિંયા જેવું છે.પતિ પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે એમ કહેવાનો ભાવ છે. આમ પોંખવા આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા સાવધાન કરે છે એનો જવાબ વર સંપુટ તોડીને આપે છે.

સંપુટ : વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માંયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહીં ભાંગીને ભુક્કો કરું છું હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.

વરમાળા : ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.

હસ્તમેળાપ : લગ્ન વિધિનું આ મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર (ગ્રહણ) કરે છે. આ વિધિને પાણિગ્રહણ ૫ણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને હૈયામાં આત્મીયતા પ્રગટે છે. સાથો સાથ જાનૈયા માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

મંગળ ફેરા : લગ્નના ચાર ફેરા એ ચાર પુરૂષાર્થના ફેરા છે : ધર્મ, અર્થ કામ અને મોક્ષ.. એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ ? પ્રથમ ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ
(૧) ધર્મ-ધર્મ પાળવો અને પળાવવો.
(૨) અર્થ-ગૃહસ્થ જીવન ચલાવવા ધન કમાવું.
(૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો. આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને તેને પત્ની અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો

(૧) ધર્મ : સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો… વગેરે ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળવાના છે.
(૨) અર્થ :પતિ કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મી કહેવાય છે. ઘરની લક્ષ્મી પણ આપણે કહીએ છીએ.
(૩) કામ : સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે. લગ્ન જીવન માટે વંશવૃદ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે. આ ત્રણેય… ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. જ્યારે ચોથો ફેરો
(૪) મોક્ષ… એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા શુશ્રૂષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ વગેરે ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે. પતિ, સાસુ, સસરા, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા, મમતા – આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.

મંગલાષ્ટક : લગ્નવિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે.

રામ દીવડો : કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દીકરી ! તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્‍ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે.

મા માટલું : માતાનો પ્રેમ, માતાની મમતા, માતાનો જીવ અજોડ છે. તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીકરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મીઠાઈને માટલામાં ભરે છે. આમાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ વગેરે પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે.

સપ્તપદી : આ શ્લોકો બ્રાહ્મણ બોલતા હોય છે, એના દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના વચન અપાય છે.

સપ્તપદીના સાત વચનો –

લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે… સપ્‍તપદી

જેમાં કન્‍યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞામાં વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે અને આ સૌભાગ્‍યના પ્રતીક પોતાના કપાળે ચાંલ્‍લો કરવાનું શરૂ કરે છે.

સપ્‍તપદીની બીજી પ્રતિજ્ઞામાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. તદ્ઉપરાંત તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે, જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે જે સરવાળે સમગ્ર પરિવારને નુકશાનકર્તા નીવડે.

જયારે ત્રીજી પ્રતિજ્ઞામાં કન્‍યા તેના પતિની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે.

સપ્‍તપદીની ચોથી પ્રતિજ્ઞામાં વધુ સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચારવાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

જયારે પાંચમી પ્રતિજ્ઞામાં કન્‍યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.

સપ્‍તપદીના છઠ્ઠા વચનમાં વધુ તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્‍ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

સાતમી અને છેલ્‍લી પ્રતિજ્ઞામાં કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદ્ઉપરાંત ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે. આમ,સપ્‍તપદીમાં કન્‍યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે.

શાસ્ત્રોક્ત રીતે સપ્તપદીની વિધિ દ્વારા કન્યા દુલ્હારાજાનો પોતાના પતિ તરીકે સ્વીકાર કરે છે. બીજી રીતે જ્યાં સુધી સપ્તપદીની વિધિ પાર પાડવામાં ન આવે ત્યાં સુધી કન્યાને પરણેતર નહીં પણ કુંવારી જ માનવામાં આવે છે. લગ્નપ્રસંગ સામાજિક રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધ બાંધતા બે પરિવારો માટે એક ઉત્સવ હોય છે. વર પક્ષ અને કન્યા પક્ષ એમ બે પરિવારો વચ્ચેના આ નવ સંબંધ દ્વારા એક નવું સામાજિક ઘુ્વીકરણ રચાય છે. વર-વધૂને માટે તો આ પ્રસંગ મહાઉત્સવ અને નવજીવનના મહાયજ્ઞ સમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રી અને પુરુષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ તેમનો બીજો જન્મ હોય છે. જેમાં પુરુષે અને સ્ત્રીએ એકબીજાના વ્યક્તિત્વને સમજી જાણીને પરસ્પર પ્રેમ દ્વારા એકમેક પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ પાર પાડવાની હોય છે. આ જવાબદારીઓને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સપ્તપદીની સાત શરતોમાં આવરી લેવાઈ છે. લગ્ન પ્રસંગે હસ્તમેળાપ બાદ વર અને વધૂ પવિત્ર અગ્નિ સમક્ષ સાત ડગલા ચાલીને પરસ્પર પ્રેમ દ્વારા એકબીજા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાના શપથ ગ્રહણ કરે છે. આ શાસ્ત્રોક્ત વિધિને સપ્તપદી એવું સુંદર નામ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. પ્રત્યેક સ્ત્રી અને પુરુષ માટે લગ્ન જોડાણ બાદ સુમેળભર્યા જીવન નિર્વાહ માટે આ વિધિ અત્યંત આવશ્યક છે.

વિવાહ સંસ્કારથી પવિત્ર વર-વધૂ પોતાના ગૃહસ્થજીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મદત્સર એ ષડ્ રિપુઓને વ્રતાચરણો દ્વારા મહાત કરીને બદલામાં પ્રેમ અને સંતોષ પ્રાપ્ત કરે છે એટલે જ લગ્ન દ્વારા મનુષ્યને ઋણમુક્ત થવાનું ધર્મશાસ્ત્ર સૂચવે છે. આ સંસ્કારનો હેતુ જીવને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. સદાચરણ અને સમ્યક્ ચારિત્ર્યથી સંસારને માણીને પુરુષે પોતાની પત્ની સાથે પરમપદને પંથે સંચરવાનું છે.

સાભાર, અજ્ઞાત

Posted in લગ્નમાંગલ્ય | Tagged , , , , , | 2 ટિપ્પણીઓ

પ્રિય ‘ગુજરાતી’

પ્રિય ‘ગુજરાતી’

ચાનક લાગી પ્રિય મુજને “ગુજરાતી” ભાષાની,
સંસારના કર્તવ્યમાં, વ્યહવારીઓના સાથમાં,
સહુ કામમાં, ખાતાં, પીતા, ઉઠતા અને બોલતા,
જે જે કરતા બધાની સાથ વર્તતા સદાય,
ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત પ્રેરણા મહી,
અમ લાગણીમાં, પ્રેમમાં, ચેતનામાં,
જીવન તણા સહુ રંગમાં, જીવન તણા સહુ ભંગમાં,
જીવન તણા અટપટા, આડા ઉભા તારમાં,
અંતર મહી ત્યાં વણાયા કરતું નામ, “અનુભવવાણી” કેરું, તેથીજ, નાનાં મોટાં નિજ જીવનના સાંપડતા જે પ્રસંગો, નકામાં નવ તે લેખતી, જરૂર હશે ગુઢ સંકેત પ્રભુનો,

તેમ હંમેશા હું જાણતી! રાખી હ્રદયે દઢતા,
નિત નવી શીખ લેવા હું મથતી,
સ્વભાવે દોરાઈને, નિજ જીવન ઘડવાના,
પ્રસંગો નવ હું ગુમાવતી !
ઘડવાને પાકું આ જીવતર,
મળતી આધી વ્યાધીને ઉપાધી!
જીવી શકો એમાં જીવન કેવું, એટલીજ તો છે કસોટી !
એવી થઇ પાકી સમજણ મારી,
વ્હાલી મુજને માતૃભાષા મારી “ગુજરાતી” જે થકી કંડારી મુજની “અનુભવવાણી”
વર્ષાવું આશિષ ઊંડી ઉરની, ફૂલે ફાલે અને પ્રમરે હંમેશા,
“ગુજરાતી” અને તેના ગુજરાતીઓ.

પારૂ કૃષ્ણકાંત “પિયુની

Posted in Uncategorized | Leave a comment

મલકાટ….  ફરી મમળાવિયે …..

મલકાટ….  ફરી મમળાવિયે …..

એક વાર એક નાનકડા ગામના ફરિયાદી પક્ષના વકીલે, પોતાના કેસની સાક્ષી માટે એક ૮૫ વર્ષના માજીને કોર્ટમાં તેડાવ્યા. આ ઉમરેય માજી હતા કડેધડે ને કકરા અડીખમ . તેઓને સાક્ષીના કઠેડામાં બોલાવી અને તેમને પૂછ્યું …” કેમ માડી મનેતો ઓળખો છો ને?”  માજી કહે  ” હા ભાઈ તનેતે કોણ નથી ઓળખતું ? તને આવડો નાનકો હતો, હજી ચડ્ડીએ  પહેરતા નોતું આવડતું ત્યારથી જાણું  છું , આખો દિ તારી માની વાહે વાહે ફરતો, તી અમને ઈમ કે આતો સાવ સીધો , ભગવાનનું માણહ થાહે પણ ભૈ તે તી ખરેખરા રંગ બદલ્યા …. તારા માટેતો સાચું ખોટું સંધુય એક, લોકો ને કેમ કરી ને સીસા મૈ ઉતારવા ઈ તો તારા થી હારું કોઈને નો આવડે , લોકોને મૂઢામૂઢ  મીઠી જબાન રાખશને, પછી વાહેથી વેતરી નાખશ …. હા બાપલા હા તને તો  બવ હારી રીતે જાણું છું .” કોર્ટમાં ઝીણી ઝીણી હસાહસ અને ગણગણાટ….  ભરી કોર્ટમાં માજીનાં પ્રલાપ થકી મૂઢ થઇને શું કરવુંતે ના સમજાતા, વકીલે  સામે બચાવ પક્ષના વકીલ સામું આંગળી ચીંધીને કહ્યું, એ સામા પક્ષના વકીલ સાહેબ છે, એમને …. ત્યાંતો માજી કહે ” અરે ઈ વળી શાનો સાહેબ? એ તો ઓલી શાન્તુડીની ગગીનો ગગો, એનીતો છઠ્ઠી એ જાણું છું, બાપલા. ..એ વળી બીજો કલાકાર છે … બેબે બાયડીઓ કરીને નો ધરાણો તે હવે ઓલી લતુંની ગગી ને ભોળવે છે ! ને બંને બાયડીઓને મૂરખ બનાવે છે. એક નંબરનો દારુડીયો ને દગાબાજ છે.” ……!!!!……………

વળી કોર્ટમાં ઝીણી ઝીણી હસાહસ અને ગણગણાટ શરુ થયો … બંને વકીલોતો એકદમ સ્તબ્ધ … પણ જજ સાહેબ તરતજ એકદમ સતર્ક થઈ ગયા ….. “શાંતિ શાંતિ ..” નો ઓર્ડર જારી કરી અને બંને વકીલોને પાસે બોલાવીને એકદમ ધીમા પરંતુ એકદમ કડક અવાજમાં ..”હવેજો આ માડીને મારા વિશે એકપણ શબ્દ  પૂછ્યો કે કહ્યોછે ને તો,   કેસનું તો પછી વિચારીશ, પણ તમને બંનેને ચોક્કસ જેલ ભેગા કરીશ ….!!!”

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Posted in Uncategorized | 1 ટીકા

“વર્ષા”


“વર્ષા”

વહાલભરી વર્ષાની વૃષ્ટિ, 
સૃષ્ટી તણી તે જીવાદોરી,
અંતરીક્ષ તણું તે તો અમૃત,
પીવું તે તો અંજલિભરી 
અમોલા અનાજનાં જે દાણા ,
વર્ષા તણા તે તો નજરાણા ,
અરે! અંબુદ તણીઓ અરવા, 
તું વરસે માનવીની તૃષા ઠારવા.
વહાલે જો તું નવ વરસે,
વીટી હો ભલેને સાગરે ધરા, 
જાતી ક્ષુધાગ્નીએ ભરખાય. 
અરે! સાગર ખુદ દુર્ગંધે ભરાય,
અંતરિક્ષે મેઘો જો ના છાય.
રીઝેતો અંતરીક્ષ તણી ઝરા,
કોપેતો થાય વિનાશધારા.
વર્ષા થકીજ નવજીવનની આશા,
વર્ષાતો સ્નેહની ધારા,
વર્ષા થકીજ જગમા દયા ને માયા.

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Posted in Uncategorized | Tagged , , , , | Leave a comment

“તે હજી યાદ છે”

“તે હજી યાદ છે”

તોફાની નદીની જેમ હું ,
ધસમસતી આવતી ને ,
તમે સાગરની જેમ મને ,
ઉરમાં સમાવી લેતા તે હજી યાદ છે .

બળબળતી બપોરે હું ,
વૈશાખી વાયરાની જેમ લહેરાતી ,
ને તમે ગુલમહોર સમા ,
ખીલી ઉઠતા તે હજી યાદ છે .

કોઈ ભીની સાંજે તમે
ઝરમરિયા શ્રાવણ સમું વરસતા ,
ને હું રોમ રોમ ભીંજાતી તે હજી યાદ છે.

આજે, તોફાની નદી બની શાંત સરિતા ,
ઘૂઘવતો સાગર બન્યો રત્નાકર ,
બપોર બની જીવન સંધ્યા સલૂણી !

વાતિ શીતલ સુગંધિત પવન લહેર ,
ગુલમહોર મહોર્યો છે ઘટાટોપ !
પ્રેમહેલી પ્રીતમ કેરી વરસે અનરાધાર ,
પ્રેમઘેલી પ્રિયા તેમાં ભીંજાય તરબતર !

પારૂ કૃષ્ણકાંત. ‘પિયુની’

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ