“માનવી નું જીવન”

મન, વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ,

માનવ જીવન જાણે કે હાથ વણાટની જાજમ!

ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ,

તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત!

ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર,

ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર!

ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ,

તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી!

ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ,

તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ!

જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,

પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,

ને ઝાઝી ના લઈએ મન પર વાત,

નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ;

ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન!

જો જાય છૂટી મનની આંટી,

તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી!

બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Paru Krishnakant "Piyuni". Bookmark the permalink.

Leave a comment