હા રે તે તો પ્રભુ તુજ ……..

” હા રે પ્રભુ તુજ ”

હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
પૃથ્વી તણો સર્જનહાર.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
ઉગમે ઉર્વીનો ઉદ્દભવનાર.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
માતૃકુખે મુજ બીજનો રોપનાર.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
મુજમાં અવિનાશી આતમરામ.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
જગ તણો સુકાનીને પાલનહાર.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
નિર્ધનને નિરાધારનો આધાર.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
સમગ્ર સૃષ્ટી તણો સર્જનહાર.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
નિયંતા નિરુપમ નિરાકાર.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
ભવસાગરમાં ડૂબતાનો તારણહાર.
હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
શ્યામ સુંદર મુરલી મનોહર.
તારા તે શા શા કરું ગુણગાન !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , . Bookmark the permalink.

4 Responses to હા રે તે તો પ્રભુ તુજ ……..

  1. શ્રી પારુબહેન,
    ભવસાગરમાં ડૂબતાનો તારણહાર.
    હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે,
    શ્યામ સુંદર મુરલી મનોહર.
    તારા તે શા શા કરું ગુણગાન !
    વાહ …વાહ.. સર્જનહારની અકળ લીલાઓ વર્ણન સરસ છે.

    આવી તો સુંદર રચના રચનાર ને પીરસનાર,
    મારી લાડલી બહેના તું જ છે…..તું જ છે.

    Like

  2. venunad કહે છે:

    Excellent poem and nicely worded lyrical creation, Paruben. You have done a unique dedicated prayer to Lord Krishna.

    Like

  3. nimisha5 કહે છે:

    સુંદર રચના…
    કોઇ ભજન વાંચતી હતી એવું લાગ્યું….વાહ….!!

    Like

Leave a comment