“કોણ?”

“કોણ?”

મારા અંતરમાં  જંતરી વગાડે છે કોણ?

મારા  સૂતેલા સોણલા  જગાડે છે કોણ?

મારા મનડામા ગીતો પ્રગટાવે છે કોણ?

મારા  હ્રુદિયાને ધીમે ધબકાવે છે કોણ?

મારી  કાયાને  શક્તિ અપાવે  છે કોણ?

આ  સૄષ્ટીમા  માયા  ફેલાવે  છે  કોણ?

તું કણ કણમા બિરાજે તો ય પૂછું છું કોણ?

-પી. કે. દાવડા

Posted in મને ગમતું .... | Tagged , , , , , , , | 4 Comments

પરમ કૃપાળુ,

 પરમાત્મા,

 શ્રી હરી નારાયણ દેવ,

પ્રભુ પરમેશ્વર,

મહામુલુ તારું સ્મરણ,

અદ્ભુત તારી લીલા,

જેમ રણ માંહી રેતીના કણ!

એમ તારી કૃપા અપરંપાર છે!

કેમ કરીને હું તને શોધું ?

દયા કર દેવા, દયા કરજે,

તુજ મને શોધી લેજે !

સર્વનું કલ્યાણ કરજે,

શ્રધ્ધા, ભક્તિ અને સદબુદ્ધિ આપજે.

મુજ પ્રેમલ હ્રદયે તું આવી વસજે !

મન માંહી પરિમલ બની તું પમરજે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

11.11.11

Posted on by | 3 Comments

શોક બોજારૂપ, પ્રેમ પ્રાબલ્ય

 

Posted in મનનીય | Tagged , , , , , , , | Leave a comment

સંપૂર્ણ, ક્ષતિ રહિત સ્પષ્ટતા ધરાવતા સ્વપ્નો

Posted in મને ગમતું .... | Tagged , , , , , | Leave a comment

“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”


“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”

પામવું હતું સખ્ય તારું તે જ તો આશ હતી મારી,
પામવો હતો તારો પ્રેમ એજ તો સ્વપ્ન હતું મારું.

પ્રેમતો જાણે આપણી દોસ્તીને લાગેલો દવ છે,
હ્રદય મારું તારી સરભરા માટે સદાય તત્પર છે.

ક્યારેક તારું સામીપ્ય મારા હોંશ ઉડાવી જાય છે ,
કહેવાની જે હોય છે વાતો, તે ભૂલાય જાય છે.

શ્વાસોની ઘુંટાતી ગરમીમાં શબ્દો ઓગળી જાયછે,
મૌનની મ્હેક્તી નરમીમાં આંખો ચહેકી જાય છે.

પ્રેમ થકી મારો તુજ મહીં મુજનોજ આવિષ્કાર છે,
તુજ મહી મને મળીને, મુજને અનોખો આહ્લાદ છે.

તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે,
ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!

સ્વપ્ન જે થયું સાકાર, તે અકલ્પ્ય અનુભવ છે.
પ્રેમ થકી સ્વર્ગલોક પામ્યાનો જ અહેસાસ છે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

   ****************

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , | 7 Comments

કહાની મહામુલા મુલ્યવાનની!

 

Posted in મને ગમતું .... | Tagged , , , , , , , , | Leave a comment

* નૂતન વર્ષાભિનંદન *

 

Posted in મને ગમતું .... | Tagged , , , , , , | 3 Comments

ખોવાઈ નિર્દોષતા પ્રેમમાં,

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , | 1 Comment

સરી જતું સૌન્દર્ય

Posted in Uncategorized | Tagged , , , , | 5 Comments

મન, વચન ને કરમ કેરી હાથસાળ અગમ, માનવીનું જીવન હાથ વણાટની જાજમ!


“માનવીનું જીવન”

“માનવીનું જીવન”

મન, વચન ને કરમ કેરી હાથસાળ અગમ,

માનવીનું જીવન હાથ વણાટની જાજમ!

ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ,

તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત!

ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર,

ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર!

ક્યાંક સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ,

ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી!

ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ,

તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ!

જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર.

પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,

ને ઝાઝી ના લઈએ મન પર વાત,

નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ,

ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન,

જાય જો છૂટી મનની આંટી,

સંબંધોમાં રહે રેશમની ગાંઠી!

બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન.

પારૂ કૃષ્ણકાંત   “પિયુની

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , | 7 Comments