“મસ્તી કાવ્ય”

અંતરંગ મિત્રો સાથે ની હળવી ક્ષણો માં રચાયું એક મસ્તી કાવ્ય

મારા પતિશ્રી ડો. કે બી પંડ્યા અને ડો. એસ આર રાવ બેઉ લંગોટિયા મિત્રો ,
Preprimary  School
થી છેક Medicine , MD અને MS પણ એક સાથેજ કર્યું .
ડો રાવ નાં પત્ની તે મારા અંતરંગ સખી અમે બન્ને પણ સાથેજ ભણેલા.
વળીં અમારા બાળકો વચ્ચે પણ અતુટ મિત્રતા .
કોઈ ને કોઈ વગર ચાલે નહિ અને બધાને એક બીજા ઉપર અતુટ વિશ્વાસ .
જયારે પણ ભેગા મળીયે એટલે મસ્તી મજાક નો દોર ચાલુ જ રહે. ડો. પંડ્યા અને ડો.રાવ
બન્ને નો સ્વભાવ ખુબ મજાકિયો તેથી અમારી મજાક કરવાની એક પણ તક ચુકે નહિ .
હમણાંથી વળી મારો ગુજરાતી કાવ્યો લખવાનો શોખ તેઓના નિશાન ઉપર રહે .
હમણાં વળી મારી કવિતા જુગલજોડી તેમની ઝપટ માં આવી ગયી ,

“જુગલજોડી”

જેમ શ્રી થકી શ્રીકાંત ,
ને શ્રીકાંત થકી શ્રી.
જેમ રાધા થકી શ્યામ ,
ને શ્યામ થકી રાધા .
જેમ સીતા થકી રામ ,
ને રામ થકી સીતા .
તેમ મુજ થકી તું ,
ને તુજ થકી હું .
પ્રેમીજનો ની જુગલજોડી .

પારૂ કૃષ્ણકાંત પિયુની’

મારા આ કાવ્ય ની છેલ્લી પંક્તિઓ વાચી અને ડો. રાવ કહે મેં પણ  કૈક આવુજ લખ્યું છે …..
અને આજ મસ્તી નાં સંવાદ માં રચાયું એક મસ્તી કાવ્ય .

“મસ્તી કાવ્ય”

ડો. રાવ : તમે ભલે ને કહો ,
મુજ થકી તું ,
ને તુજ થકી હું ,
પણ હું તો કહીશ ,
તારા થી થાક્યો  હું  ,
ને મારા થી થાકી તું ,
પારૂ : તે તમે ભલે ને જાઓ થાકી,
પણ હવે કોઈ નથી બાકી .
જાશો ક્યાં હવે ભાગી?
ડો. રાવ : તમને ભલે ને લાગે કે નથી રહ્યું કોઈ બાકી ,
અમે વાપરીશું અમારી ચાલાકી ,
અને તમારા છોકરા ઓ ને મળશે નવી કાકી !
પારૂ :જો તમે વાપરી ને તમારી ચાલાકી ,
મારા છોકરાઓની લાવશો જો નવી કાકી ,
ભોગવવી પડશે તમારે બડી હાલાકી ,
છે સો ટચ નાં સોના જેવી ,
મારા છોકરાઓ ની જૂની  કાકી,
જીવન માં તમારા  સુખ અને શાંતિ તેનાજ થકી .

અને ડો. રાવે  માની લીધી હાર ,અને પકડ્યા કાન , અને  બધાંય  હસી હસી ને બેવડ વળી ગયા. મિત્રતા ની આજ તો મજા છે ….

एक दुसरे को करते है प्यार हम ,

एक दुसरे के लिए बेकरार हम ,

एक दुसरे  के वास्ते लड़ना पड़े तो ,

है तैयार हम हे तैयार हम  ……

પારૂ  કૃષ્ણકાંત . ‘પિયુની’

**************************************************************

 

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

10 Responses to “મસ્તી કાવ્ય”

  1. chandravadan કહે છે:

    MASTI KAVYA is really nice !
    Is my Comment for that Post ?
    Hope so !
    DR. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Paru…Thanks for your visits to Chandrapukar !

    Like

  2. chandravadan કહે છે:

    Now that the comment is for the intended Post,….I write this from my Heart >>>>

    અહી હાર કોની ?

    નથી એ કોઈની !

    નથી હાર ડો.રાવની,

    નથી હાર પારૂની,

    નિહાળું હું જીત પ્રેમસંબંધનની,

    નિહાળું હું જીત માનવતાની !

    ચંદ્ર પણ જીતી ગયો,

    લંગોટિયા મિત્રોને જાણી ગયો,

    જાણી હતી પારૂને,

    પણ…ના જાણી ડો રાવની પત્નીને નામે,

    કહીશ પારૂ એ નામ ?

    દેજે ભેટ આ ભાઈને !

    >>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Paru…Hope you continue your visits to Chandrapukar !
    I invite both Doctors ( Dr Rao & Dr. Krishnakant ) to my Blog…Just to view the Blog & if possible comment on the Health Post ! Hope to see them both !

    Like

  3. rajeshpadaya કહે છે:

    હે પરમેશ્વર
    પ્રેમ નું ઝરણું બનીને આવ,
    હે પરમપિતા
    સ્વજનો ના હ્રદય મહીં રહે,
    હે પરમેશ્વર
    મોગરો બની ને મહેક.
    હે પરમેશ્વર
    પધારો આપનું હ્રદય થી સ્વાગત છે.
    બહેન મારી
    પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’
    ની કવિતા બની
    પછી મુજ મનમઘુવનમાં

    Like

  4. "માનવ" કહે છે:

    saras rachnao pan jara chand ma hot to moj avi jat..

    Like

  5. himanshupatel555 કહે છે:

    નિર્મળ સરળ મસ્તી ખરેખર ગમી ક્યારેક હળવાશ સ્વ્સ્થતા મૂકી જાય છે-આજે એવું જ અનુભવ્યું આભાર….

    Like

  6. dr.yogesh mehta કહે છે:

    wonderful creation….congratulations “PIYUNI” madam..!! keep it up.. i can see your creativity is growing and maturing day by day..!!
    I am the witness of this ( Krishnakant And Shrinivas) friendship.. It is greatst gift of our life to have such a nice and wonderful friends around.. God bless you all..

    Like

  7. શ્રી . પારુબહેન,
    આપનો બ્લોગ પીયુની નો પમરાટ ખુબ જ સુંદર અનન્ય બ્લોગ છે.
    આપનું મસ્તી કાવ્ય અનેરું છે. ડોક્ટર રાવને આપે હર આપી .
    “ખુબ વધે , ચગે ને વિકસે મારા બેનીનો બ્લોગ.
    મુલાકાત લે પ્રેમથી દેશ પરદેશના લોક.
    સારું વાંચન સહુને મળે ને બીજી પોસ્ટની જુએ વાટ,
    આખર આશા પૂર્ણ કરે પીયુની નો પમરાટ ”

    સ્વપ્ન

    Like

  8. Bhupendrasinh Raol કહે છે:

    આ ડો.રાવ નક્કી કોઇ સુન્દર સ્ત્રી દર્દી ના પ્રેમ પડેલા હોવા જોઇએ.એટલે આજે નવી કાકી લાવવા ની વાત બોલી ગયા.હુ તો મજાક કરુ છુ.બાકી બહુ મજા આવી મીઠી રકજક માથી કવીતા બની ગઇ.બાકી રીમા લાગુ(અભીનેત્રી) જેવી સુન્દર ઝાઝરમાન પત્ની ઘેર હોય તો?????

    Like

Leave a comment